Nojoto: Largest Storytelling Platform

*આડા હાથ* લઘુકથા ૪-૧-૨૦૨૨ મનજી ભાઈ દિલનાં સરળ હતા

*આડા હાથ* લઘુકથા ૪-૧-૨૦૨૨

મનજી ભાઈ દિલનાં સરળ હતાં એ પુત્ર અને પુત્રવધુ સાથે રહેતાં હતાં એમને એકલતા લાગે એટલે મિત્રોને આમંત્રણ આપી ઘરે બોલાવે ને ચા પાણી ની રંગત જામે પણ વહું હિનાને કંટાળો આવે એટલે બબડાટ કરે આ સાંભળીને મનજીભાઈ એ મિત્રો ને ઘરે બોલાવવાનું બંધ કર્યું પણ સોસાયટીમાં રહેતા પડોશી રાકેશ ભાઈ સાથે બોલો ચાલો હતો એટલે હસી મજાક કરતાં હોય એક દિવસ ઉત્સાહમાં આવી જઈને મનજીભાઈ એ રાકેશભાઈ નાં પરિવારને બીજા દિવસે જમવાનું આમંત્રણ આપ્યું આ સાંભળીને હિનાએ સોસાયટીમાં રહેતા પડોશી ડાહીબેન ને બોલાવ્યા અને કહ્યું કે મારાં સસરાને સમજાવો બેઠાં બેઠાં બધાંને જમવાનું આમંત્રણ આપે છે એટલે ડાહીબેને મનજીભાઈ ને આડે હાથ લીધા અને રાકેશભાઈ નાં ઘરનાં જમવા નાં આવી શકે એવો આડો હાથ કરીને હિનાને સમજાવી દીધું..
બીજા દિવસથી મનજીભાઈ એ ઓસરીમાં બેસવાનું બંધ કર્યું ને ટીવી ચાલુ રાખી બારણું બંધ જ રાખતાં થઈ ગયા...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ....*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Varta....#Nojoto

#lonely

bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon60