*મીઠી નોકઝોક* લઘુકથા.. ૨૩-૬-૨૦૨૧ અચાનક ગામડે રહેતાં બા ની તબિયત ખરાબ થઈ અને પથારીવશ થઈ ગયાં એટલે ગામડેથી બા,દાદાને લાવવામાં આવ્યા.. પતિ પત્ની એકલા રહેતા હતાં.. હવે ચાર જણાનું કામકાજ થયું એટલે કામવાળી બાઈ રાખી.. પત્ની ચારુ :- તમારાં માતા-પિતાની સગવડ માટે કામવાળી બાઈ રાખી તો એને કેવો પગાર ફટ દઈને આપી દીધો.. અને અત્યાર સુધી હું એકલાં હાથે કામ કરતી હતી તો મને વાપરવા પણ રૂપિયા નહોતાં આપતાં... પતિ ટીકુ :- અરે એવું કશું નથી... પત્ની :- તો કેવું છે??? મારી વાત ખોટી છે??? પતિ :- સારું બોલ તારે કેટલાં રૂપિયા જોઈએ છે??? પત્ની :- મેં કહ્યું એટલે હવે રૂપિયા ની વાત કરો છો??? નથી જોઈતાં રૂપિયા... મોં ફેરવીને પતિ :- સારું ચલ તને સોનાની જે વસ્તુ જોઈએ એ અપાવું.. પત્ની :- નથી જોઈતું મારે કંઈ.. જાવ હવે નોકરી.. પતિ :- સારું ચલ તને હાફૂસ કેરીની પેટી લઈ આપું પછી નોકરી જવું.. પત્ની :- ખુશ થઈને.... ચલો .. હું માસ્ક પહેરીને દુપટ્ટો નાંખી લઉં.. આમ એક મીઠી નોકઝોક કેરીની પેટીમાં પતી ગઈ... ભાવના ભટ્ટ અમદાવાદ..... ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt Varta...#Nojoto #Trees