છોડીને ઘરબાર હું મને શોધવા નીકળ્યો છું એવીરીતે બે કિનારાને જોડવા નીકળ્યો છું મહેફિલની વાહવાહનો કશો અર્થ નથી, હું શબ્દને મૌનથી તોડવા નીકળ્યો છું ગઈકાલે લોકોને જગાડતો હતો, પણ આજે હું સ્વને ઢંઢોળવા નીકળ્યો છું હું કોણ છું? ની તડપ લઈ આવી અહીં મને એટલે જયકિશનને ઓળખવા નીકળ્યો છું જયકિશન દાણી ૨૩-૧૧-૨૦૨૩ ©Jaykishan Dani #alonesoul