Nojoto: Largest Storytelling Platform

પ્રેમ..! સતત લખાતી એ લાગણી.પ્રેમ માં થયેલી જીદ પાછ

પ્રેમ..! સતત લખાતી એ લાગણી.પ્રેમ માં થયેલી જીદ પાછળ નું કારણ પણ પ્રેમ જ છે.પ્રેમ બંધન માં બંધાતો નથી એને મુક્ત જ રાખવો પડે.પ્રેમ માં બધી જ ભાવનાઓ હોઈ શકે ઈર્ષા કે પછી ચિંતા,પણ આ ભાવ પ્રેમ ને બાંધતા ન હોવા જોઇએ. કોઈ માણસ પ્રેમ થી એટલો પ્રભાવિત થાય છે કે એ વિશ્વાસ ની ચરમ સીમા પર આવી જાય છે અને સામે વાળું વ્યક્તિ પણ એ વિશ્વાસ ને સતત સિંચતુ રહે છે. ગૂંગળામણ માં તો છોડ  પણ નથી ઊગતું તો પછી પ્રેમ ક્યાંથી પાંગરવાનો..! પ્રેમ તો એ સૂકાઈ ગયેલ ફુલ જેવું છે જેમાં ગમે ત્યારે લાગણી ની બૂંદો છાંટો ને એ તરો તાજા થઈ જાય. પ્રેમ મારતો નથી પણ પ્રેમ તો જનમો જનમ તારી લે છે.વર્ષો સુધી ના મળ્યા બાદ જો ભેગા થાય અને ત્યારે પણ લાગણી ને સ્થિર રાખી શકે એ પ્રેમ...પ્રેમ જેટલો ઊંડો હશે એટલો માણસ ને સંવેદનશીલ બનાવશે.આ સંવેદનાઓ ને હકારાત્મક દિશા માં વાપરો નહી કે નકારાત્મકતા તરફ જઇ ને દુખ ભેગું કરવા માં. અપેક્ષાઓ થશે પણ એ પૂરી થવી જ જોઇએ એ જીદ આપણી છે.આપવું એ પ્રેમ છે....

©Shruti Prajapati #DSP
  પ્રેમ  Nikki Prajapati Vruti Prajapati Parth Chaudhary Patel  Dhruvi suresh madhvi