Nojoto: Largest Storytelling Platform

*રહેવું છે...* આપો  સ્થાન  તો  આપના દિલમાં રહેવું

*રહેવું છે...*

આપો  સ્થાન  તો  આપના દિલમાં રહેવું છે.
આપો  શ્વાસ તો આપના પ્રાણોમાં રહેવું છે.

અમે તો રહ્યાં મુસાફિર સદા ભટકતી રાહના,
આપો  સાથ  તો  આપના  માર્ગમાં રહેવું છે.

માણવી છે  મજા આ જીવન કેરા સંગીતની, 
આપો  તાલ  તો  આપના  ગાનમાં રહેવું છે.

બની રહે  સાક્ષી  જમાનો આપણા ઈશ્કનો, 
આપો  નજર  તો આપના નેણોમાં રહેવું છે.

ઈશ્કના  દરબારમાં  અરજ  કરે  છે 'કિશોર '
આપો  રજા  તો  આપના  પ્રેમમાં  રહેવું છે.

*-  ✍️*

©Kishor Sinh Sodha #Heart
*રહેવું છે...*

આપો  સ્થાન  તો  આપના દિલમાં રહેવું છે.
આપો  શ્વાસ તો આપના પ્રાણોમાં રહેવું છે.

અમે તો રહ્યાં મુસાફિર સદા ભટકતી રાહના,
આપો  સાથ  તો  આપના  માર્ગમાં રહેવું છે.

માણવી છે  મજા આ જીવન કેરા સંગીતની, 
આપો  તાલ  તો  આપના  ગાનમાં રહેવું છે.

બની રહે  સાક્ષી  જમાનો આપણા ઈશ્કનો, 
આપો  નજર  તો આપના નેણોમાં રહેવું છે.

ઈશ્કના  દરબારમાં  અરજ  કરે  છે 'કિશોર '
આપો  રજા  તો  આપના  પ્રેમમાં  રહેવું છે.

*-  ✍️*

©Kishor Sinh Sodha #Heart