Nojoto: Largest Storytelling Platform
dkvaniya2637
  • 10Stories
  • 10Followers
  • 36Love
    9Views

D.k Vaniya

  • Popular
  • Latest
  • Repost
  • Video
18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

માનવતા માનવતા મહેકાવીએ
ચંદન થી વંદન શીતળ છે, એવું કદી નાં ભુલીએ,
માનવને મમતાનાં આપણ, ચાલો પાઠ શીખવીએ.
આપણ માનવતા....
સદીઓથી જે પ્રકિશ આપે, એ ભાણને કાં ભુલીએ,
શીતળતા સૌમાં ભરી દે, એવા ચંદ્રને ચીતરીએ. 
આપણ માનવતા....

વટેમાર્ગુનો વિસામો છે , એ વૃક્ષને કાં વિહરીએ,
ફોરમ તો ફુલોની કેવી ? જગ મહેકાવી દઇએ.
આપણ માનવતા....

ખડખડ ઝરણા નદીનાળા, પ્રકૃતિને પરહરીએ,
ખારો કહીને  સદાય નીંદીએ,તોય મોતીને  વરીએ. 
આપણ માનવતા....

મહાવિચીત્ર માનવ એમાં,અહમ ઉર નાં ધરીએ,
નિમર્ળને નિખાલસતાથી, "સ્નેહ" સમર્પિત કરીએ.
 આપણ માનવતા.... #માનવતા

#માનવતા

18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

સલામ  સંત્રી તો સેના નો હોય કે પર્યાવરણનો સંત્રી
મુલ એકેયનું જરા નથી ઓછું કે હોય પ્રધાન મંત્રી. #સલામ

#સલામ

18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

"શિક્ષક"

  શિ: શિસ્ત સંસ્કાર ને સમય બધ્ધતા
જેની વાણી માં સદા વિવેક
ક્ષ:ક્ષર અક્ષર ની જ્ઞાન સરિતા  નિતિમતા ને  નેક
ક: કદી  કોઇ ભેદભાવ  નહી  સાચો શિક્ષક એજ

18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

(  મન  )
મન  ચંચળ  છે  હરણા  જેવું
ખડખડ  વહેતાં ઝરણા  જેવું

ઘડીમાં અહિં ને ઘડીમાં  તહીં,
ઉડીને  જાયે  એ તરણાં  જેવું.

મહાત કરવા  બહું  મથ્યો તોય,
થાય   નહીં   એ  શરણાં   જેવું.

અન્યાય  સામે  લડવાં  બેસે  તો
  ધરી   એ   બેસે   ધરણાં   જેવું.
              ડી.કે.વાણીયા."સ્નેહ"

18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

"પાલવ"

મલાજાની મરજાદ છે પાલવ
પ્રિતની  ફરિયાદ  છે  પાલવ

ઇજ્જત ને ઇમાનનુ રક્ષણ કરી
શિયળનું   કવચ   છે  પાલવ

અબળા નું   આયખું  પાલવ
પ્રિતનું  છે પારખું  પાલવ

18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

કેહવું ઘણું ઘણું છે 
"એજ તમારો વાંધો છે"
હરપળે મળવાનું ટાળો, એજ તમારોવાંધો છે.
દલડુંદીધું દિલ કાંબાળો,એજ તમારો વાંધો છે
 
વાત વાતમાં વરસી જઇને,અમૃત કેરી લાણી કરો.
વચન આપી વસરી જાવું,એજ તમારો વાંધો છે.
દિવસભરની દોડાદોડી,ઘડીભર વિશ્રામ નહી
વારંવાર મીસકોલ  તમારા, એજ તમારો વાંધો છે.

પળપળની પ્રતિક્ષા  તારી, પ્રતિક્ષામાં વિતે વેળા.
દિવસભર ઇન્તજાર કરાવો, એજ તમારો વાંધો છે.

શું કરૂ મજબુરી મારી, પ્રિતડીએ બંધાઇ ગયો.
સમજે નહી "સ્નેહ" સગપણને,એજ તમારો વાંધો છે.

ડી.કે.વાણીયા."સ્નેહ" #ManyThings
18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

માણસ ને ખુદા ના કહો માણસ ખુદા નહી,
પણ ખુદાનાં નૂર થી માણસ જુદા  નહી. #નૂર

#નૂર

18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

"પાલવ"
મલાજાની રજાદ છે પાલવ,
પ્રિતની  ફરિયાદ  છે પાલવ.

ઇજ્જત ઇમાનનું રક્ષણ કરી
શિયળનું  કવચ છે    પાલવ.

અબળાનું  આયખું  પાલવ,
પ્રિતનું  પારખું  છે   પાલવ.

રૂપ  છે પાલવ,રંગ છે  પાલવ
જીવન તણો ઢંગ છે  પાલવ.

જીવનનું બંધન છે  પાલવ.,
"સ્નેહ"તણો સંબંધ છે પાલવ.

ડી.કે. વાણીયા."સ્નેહ". #અરીસો

#અરીસો

18426fc737b75f096ce0d4bcff73d5db

D.k Vaniya

" આજનો  માણસ"            

હવે  માણસ   ક્યાં  ઓળખાય   છે 
એની  નિયત  ક્યાં   છતી  થાય   છે

સન્મુખ   સત  શબ્દ   બોલે અને
અંતરથી  ક્યાં  એ  ઓળખાય છે

સ્વાર્થ ને  છળ કપટ   કાજે  અહીં
નીત  કૂટ નીતિઓ   રચાય    છે

"સ્નેહ"   સંબંધો ને  નેવે  મુકીને
નીત  મનમાની  અહીં   થાય  છે.
   
    ડી. કે  વાણીયા." સ્નેહ" #

#

loader
Home
Explore
Events
Notification
Profile