Find the Best madhu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouto madhu o madhu i love you, madhuri dixit dil to pagal hai, madhushala poem meaning in hindi, madhushala poem in hindi pdf, madhushala poem in hindi,
'મધુ'
ખાતરી તું સાથે છે વર્ષના અંતે, પણ... ખાતરી આપ મને કે, તું રહીશ સાથે વર્ષની શરૂઆતે. ©'મધુ' #Madhu
'મધુ'
krishna vani श्री कृष्ण कहते हैं... जिसकी छवि मन में बसी हो वह दूर रहकर भी हृदय के करीब होता है। ©'મધુ' #God #Madhu
'મધુ'
White *કર્મ* આપણા કારણે કોઈના આત્માને સુખ ની અનુભૂતિ થાય એ છે "કર્મ." ©'મધુ' #Madhu
'મધુ'
*સ્પર્શ* મારી બા ની અનુભૂતિ કરાવતો ફરી મળ્યો મને તારા થકી એ સ્પર્શ, મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા ની વાચા દ્રારા તને કરું છુ રડતો બંધ, મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા એ મારા જન્મ સમયે કરેલા રાતભરનાં ઉજાગરા આજે હું અનુભવી રહી છુ, મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા ના હાથ નો સ્પર્શ જાણે લાગે અમૃત નો ઘૂંટ, છે તુ નસીબદાર મારા કુંવર કે તને મળ્યો મારી બા નો સ્પર્શ. મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. ©'મધુ' #Madhu
'મધુ'
White "બા" આંખે છે મોતિયો ને પગે છે બળતરા, ઉંમર વટી એંશી ને ભગવાન સમજી હજુ કરે છે સેવા નિઃસ્વાર્થ ભાવે નવજાત બાળની. એ જ તો છે મારી "બા". ©'મધુ' #Madhu
'મધુ'
White હાલરડું મારા કુંવર પોઢો પારણીયે, પારણીયે મારા પારણીયે, મારા કુંવર પોઢો પારણીયે. સોના રૂપાની દોરી રે બાંધી, મારા હેતનો ના કોઈ પાર રે, મારા કુંવર..... મારી આંખ નો પલકારો રે, મારા જીવન નો આધાર રે, મારા હર્દય ના ધબકારા રે, મારા હોઠો ની ભાષા રે, મારા કુંવર..... આભે ઊગેલ છે ચાંદલિયો, નીચે લાવું તારલા રે, રમજો તારલા સંગે રે, મારા કુંવર..... મારા અંતરના ઓરડે સમાયા રે, મારા કૉખે જન્મ્યા કુંવર રે, તમે પોઢો મારા ખોળે રે, મારા કુંવર..... ©'મધુ' #Madhu
'મધુ'
માતૃત્વ મારાં ભીતર રહેલાં વહાલને વરસાવવા મારા મન ને વધુ સંવેદનશીલ કરવા આપણે આપણો એક અંશ ઝંખતા હતા. ઊગ્યો સૂરજને આવ્યો અજવાશ નો દિન, ફૂટ્યું બીજ ને પાંગર્યો બાળ મારી કોખે. શરૂના દિનો લાગ્યા બહુ કઠિન ને તન ગયું સુકાઈ, આવ્યો એક મીઠો સ્વર ધીરેથી, બોલ્યું બાળ હું છુ મા તારા કોખે. મા બની ભાવુક ને વેઠ્યા બધા કષ્ટ, વિકસવા દીધો બાળ જે બન્યો સંસારના બાગ નો મહેકતો છોડ. ધીમે ધીમે સમય સાથે વિકસતો રહયો ગર્ભ ને મા ની આતુરતા વધતી રહી. સિંચ્યા ગર્ભ જ્ઞાન,ને ગીતા પાઠ, બન્યો પરિપક્વ ગર્ભ સમજણ ને પાર, આપ્યા સદવિચારો અપરંપાર. ©'મધુ' #Madhu