Nojoto: Largest Storytelling Platform
goswamidivya4472
  • 15Stories
  • 225Followers
  • 2.0KLove
    34.0KViews

'મધુ'

*સ્પર્શ* મારી બા ની અનુભૂતિ કરાવતો ફરી મળ્યો મને તારા થકી એ સ્પર્શ, બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા ની વાચા દ્રારા તને કરું છુ રડતો બંધ, બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા એ મારા જન્મ સમયે કરેલા રાતભરનાં ઉજાગરા આજે હું અનુભવી રહી છુ, બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા ના હાથ નો સ્પર્શ જાણે લાગે અમૃત નો ઘૂંટ, છે તુ નસીબદાર મારા કુંવર કે તને મળ્યો મારી બા નો સ્પર્શ. બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

  • Popular
  • Latest
  • Repost
  • Video
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

ખાતરી

તું સાથે છે વર્ષના અંતે,
         પણ... ખાતરી આપ મને કે,   
 તું રહીશ સાથે વર્ષની શરૂઆતે.

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

krishna vani श्री कृष्ण कहते हैं...
जिसकी छवि मन में बसी हो 
वह दूर रहकर भी हृदय के करीब होता है।

©'મધુ' #God 
#Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

@Madhu

@Madhu #Life

3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

White *ધર્મ*

 આપણા કારણે કોઈનો પણ
 આત્મા ના દુભાય એ છે "ધર્મ".

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

White *કર્મ*

આપણા કારણે કોઈના આત્માને 
સુખ ની અનુભૂતિ થાય એ છે "કર્મ."

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

*સ્પર્શ*

મારી બા ની અનુભૂતિ કરાવતો ફરી 
મળ્યો મને તારા થકી એ સ્પર્શ,
મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

મારી બા ની વાચા દ્રારા 
તને કરું છુ રડતો બંધ, 
મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

મારી બા એ મારા જન્મ સમયે 
કરેલા રાતભરનાં ઉજાગરા 
આજે હું અનુભવી રહી છુ,
મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

 મારી બા ના  હાથ નો સ્પર્શ 
જાણે લાગે અમૃત નો ઘૂંટ,
છે તુ નસીબદાર મારા કુંવર 
કે તને મળ્યો મારી બા નો સ્પર્શ.
મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

White "બા"

આંખે છે મોતિયો ને
પગે છે બળતરા,
ઉંમર વટી એંશી  ને 
ભગવાન સમજી હજુ કરે છે સેવા 
નિઃસ્વાર્થ ભાવે નવજાત બાળની.
એ જ તો  છે મારી "બા".

©'મધુ'
  #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

White હાલરડું

મારા કુંવર પોઢો પારણીયે,
પારણીયે મારા પારણીયે,
મારા કુંવર પોઢો પારણીયે.
 
સોના રૂપાની દોરી રે બાંધી,
મારા હેતનો ના  કોઈ પાર રે,
મારા કુંવર.....

મારી આંખ નો  પલકારો રે,
મારા જીવન નો આધાર રે,
મારા હર્દય ના ધબકારા રે,
મારા હોઠો ની ભાષા રે,
મારા કુંવર.....

આભે ઊગેલ છે ચાંદલિયો,
નીચે લાવું  તારલા  રે,
રમજો તારલા સંગે રે,
મારા કુંવર.....

મારા અંતરના ઓરડે સમાયા રે,
મારા  કૉખે જન્મ્યા કુંવર રે,
તમે  પોઢો મારા  ખોળે રે,
મારા કુંવર.....

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

White જીવન સત્ય

માણસ ની માણસાઈ ની પરખ 
ખરા જરૂરત ના સમયે જ થાય છે.

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

માતૃત્વ

મારાં ભીતર રહેલાં વહાલને વરસાવવા 
મારા મન ને વધુ સંવેદનશીલ કરવા 
આપણે આપણો એક અંશ ઝંખતા હતા.

ઊગ્યો સૂરજને આવ્યો અજવાશ નો દિન,
ફૂટ્યું બીજ ને પાંગર્યો બાળ મારી કોખે.

શરૂના દિનો લાગ્યા બહુ કઠિન ને તન ગયું સુકાઈ, 
આવ્યો એક  મીઠો સ્વર ધીરેથી,
 બોલ્યું બાળ હું છુ મા તારા કોખે.

મા બની ભાવુક ને  વેઠ્યા બધા  કષ્ટ,
વિકસવા દીધો બાળ
 જે બન્યો સંસારના બાગ નો મહેકતો છોડ.

ધીમે ધીમે સમય સાથે  વિકસતો રહયો ગર્ભ ને 
  મા ની  આતુરતા  વધતી રહી.

સિંચ્યા ગર્ભ જ્ઞાન,ને ગીતા પાઠ,
બન્યો પરિપક્વ ગર્ભ સમજણ ને  પાર, 
આપ્યા સદવિચારો અપરંપાર.

©'મધુ'
  #Madhu
loader
Home
Explore
Events
Notification
Profile