Nojoto: Largest Storytelling Platform
aganpatel4133
  • 13Stories
  • 386Followers
  • 131Love
    7.8KViews

Agan Patel

  • Popular
  • Latest
  • Video
52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

આખરે એ સમય આવી જ ગયો....
   વિશ્વમાં મહાસત્તા બનવા ના સપના જોનાર દેશ છેલ્લા સવા વર્ષથી એવી વિકટ પરિસ્થિતિ માં છે કે એમાં થી બહાર નીકળતા વર્ષો લાગી જશે . જે દેશ માં ચૂંટણી પ્રચાર ને પ્રાધાન્ય આપવામાં આવે અને પાયાની જરૂરિયાત એવા શિક્ષણ થી યુવા પેઢી અને બાળકો ને વંચિત કરવામાં આવે એ દેશ કઈ રીતે મહાસત્તા બની શકે , છેલ્લા સવા વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જે કઈ થઈ રહ્યું છે એ ખરેખર સમગ્ર દેશ માટે આવનારા સમય માં બહુ મોટી કિંમત ચૂકવવી પડશે , આજે બાળકો ઓનલાઈન શિક્ષણથી સંપૂર્ણ નથી બનવાના વાસ્તવિક શીક્ષણથી મળતા મુલ્યો અને ઓનલાઈન શિક્ષણથી થઇ રહેલી આડઅસરો એકબીજાથી ભિન્ન છે , ઓનલાઈન શિક્ષણ થી ભવિષ્ય ઉજ્જવળ તો નથી જ બનવાનું પણ હા બાળકોમાં નવા વિકારો પેદા થશે એ સત્ય છે આખો દિવસ આઠ કલાક ના શિક્ષણ થી પણ જે શૈક્ષણિક કાર્ય પૂર્ણ ના થતું હતું એ આજે માત્ર દિવસના ઓનલાઈન ના અડધા કલાકના શિક્ષણમાં પૂર્ણ થઈ જાય છે ,શું સરકાર ઈચ્છતી તો આ એક વર્ષ ને ઝીરો માં ગણતરી કરી ના શકતી , ઘણા ધોરણો એવા છે કે જે આગળના ધોરણો માટે મહત્વનો પાયો છે એજ ધોરણ માં માસ પ્રમોશન એટલે પાયો નબળો . ધોરણ ૧૨ માં જાહેર કરેલી પરીક્ષા રદ કરી હોશિયાર વિદ્યાર્થીઓ સાથે થયેલા અસહ્ય અન્યાય માટે જવાબદાર કોણ ? , આજે આપણી આસપાસ એટલી બધી શાળાઓ છે કે એક વર્ગખંડમાં માત્ર ૧૦ બાળકો ને બેસાડીને પરીક્ષા લઈ શકાય , સુપરવાઈઝર તરીકે પ્રાથમિક શાળાના શિક્ષકોને શું સહાય ના લઈ શકાય , આમે આજની પરિસ્થિતિમાં પ્રાથમિક શાળાના શિક્ષકો ને શૈક્ષણિક કામગીરી સિવાય અન્ય કામગીરી માં જ વ્યસ્ત બનાવી દીધા છે . મારી સરકારને નમ્ર વિનંતિ છે કે શિક્ષકોને એમના વ્યવસાય નું જ કામ કરવા દો અને અન્ય કામો માટે આપણા દેશમાં કરોડો બેરોજગાર છે એમને કોઈ કામ આપો , ઘણી બધી કહેવતો છે કે " શિક્ષણ કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઓર નિર્માણ ઉસ કી ગોદ મેં પલતે હૈ " પણ એ શિક્ષકોને નિર્માણ કરવાનો અવસર તો આપો , શિક્ષણ ના સમયે એમને મતદાર સુધારણા , ચૂંટણી આયોજન , વસ્તી ગણતરી આવા અનેક ઘણા કામો સોંપી દીધા છે જે એમના વ્યવસાય થી ક્યાંય દૂર છે , હજુ સમય છે આ બરબાદી રોકવાનો દરેક બાળકને યોગ્ય ન્યાય મળે અને યુવા પેઢી એક આદર્શ મૂલ્યો સાથે સજ્જ બને એવી કોશિશ કરવાની બાકી આવનારો સમય આ દેશ અને આ પેઢી માટે કશું જ નહીં કરી શકે અને આ બરબાદીની કિંમત આપણે સહુ એ ચૂકવવી પડશે , 
 "મેહુલ પટેલ " બેરણા ....
' વર્તમાન પરિસ્થિતિ ના અનુભવમાંથી..✍️

©Agan Patel #India
52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

વ્હાલા મિત્રો ..
 ક્યારેક તમારા ઘરના આંગણામાં કોઈ ખેડૂત આવીને કોઈ શાકભાજી , ફળ ,ફૂલ , કે કોઈ અનાજ વેચવા આવે તો ક્યારેય એના સામે ભાવમાં રકઝક કરતા નહીં કેમ કે એ વ્યક્તિ પોતાની મહેનત થી પેદા કરેલું તમારા સુધી એકદમ સ્વચ્છ અને કોઈપણ મિશ્રણ વગરનું પહોંચાડે છે , એને યોગ્ય  સત્કાર આપશો , જ્યાં સુધી ખેડૂત છે ત્યાં સુધી તમે બધા શાંતિથી પોતાના ઘરમાં બેસીને ખાઈ શકશો , વર્તમાન પરિસ્થિતિમાં તમે જોયું જ હશે હાલત ને અનુરૂપ લોકો એક ઇન્જેક્શન ના વીસ ઘણા પૈસા લઈ ગયા અને એ પણ નકલી આટલા પૈસા ખર્ચીને પણ તમે તમારા સ્વજન ને ના બચાવી શક્યા એની આગળ તો કોઈએ ભાવ માટે રકઝક પણ ના કરી અને આ દુર્બળ માણસ જોડે શુ કરો છો તમે , એટલે મારી તમને એક જ વિનંતી છે કે હજુ સમય છે એક ખેડૂત ને આદર આપો જે દિવસે એ કાળા બજાર કરશે એ દિવસે આ અનાજ સોના ના ભાવે ખરીદવું પડશે .
મારી તમને હાથ જોડીને બસ એટલીજ વિનંતી છે .
" અગન " ...✍️ (બેરણા)

©Agan Patel #Labourday
52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

હું મસ્ત મજાનો પતંગ બનીશ તું એનો ધારદાર મોજો તું બનજે.પવન ના સુસવાટા ના સહારે હું દૂર જઈશ , તું તારી પક્કડ થોડી મજબૂત રાખજે . દૂર પહોંચીને પેચ લડીશ બધા સાથે , પણ તું તારા સહારાનો વિશ્વાસ મારા મનમાં કાયમ બનાવી રાખજે . ક્યારેક હું ડગમગુ ઊંચે જઈને મારી એકાગ્રતાથી , તો તું પૂંછડી બનીને મને સ્થિર રાખજે  . હશે ચાર તરફ બધું રંગબેરંગી , પણ તું મારી એક સાદાઈને વળગી રેજે ને .કયારેક કોઈ પેચમાં હું સપડાઈ જાવું તો , મારી પક્કડ ખેંચીને મને સાચવી લેજે   , ગૂંચ તો પડશે ક્યારેક ક્યારેક , ત્યાં મને એક જગ્યા એ સ્થિર કરીને એને ઉકેલી લેજે . કીંના મારી જરાક મજબૂત બાંધજે ક્યાંક તૂટી જશે તો હું ગોથે ના ચડુ એનું ધ્યાન રાખજે . ક્યારેક તો હું પણ કપાઈ જઈશ લાખોની ભીડમાં , એને સંજોગ અને દોરાનું નસીબ માની લેજે ,"અગન" છું હું ક્યાંક મારી અસ્મિતા ને સાચવી લે જે..."અગન"......આજના નિલગગન ની અટાળી એથી..✍️

©Agan Patel સબંધ અખૂટ વિશ્વાસ નો 

#MeandYou

સબંધ અખૂટ વિશ્વાસ નો #MeandYou

52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

કોઈક માનવશે એવી આશા સાથે રુઠી જવાની ઈચ્છા હતી ,
 હું કોઈને સહજતાથી મનાવી લઈશ એવી મારી પણ ગલતફેમી હતી.
 નાદાની એની એકદમ સાદગી ભરી હતી ,
 બસ મારા જ મનમાં અહમની ચિનગારી ભડકી હતી .
એને તો ન્યોછાવર કરી હતી જિંદગી મારા પર , 
મેં જ અમસ્તા મોઢું ફેરવીને મનમાની કરી હતી . 
હવે નથી રહ્યો સમય એવો કે હું એની પાસે માફી માંગી લઉં ,
 બસ મેં જ મારી જાતને જલાવી રાખી હતી .
 સંતાઈ રહ્યો હું અહી તહીં ભટકીને , 
એને તો રોજ મારી રાહ જોયા રાખી હતી . 
અસ્તિત્વ એનું મને સોંપી દીધું હતું એને તો ખુલા હાથે મને , 
હું જ મારી જાતનો દોશી હતો . 
નથી મિલાવી શકતો એની આંખ સામે આંખ હવે , 
સફલ મારી અહીજ પુરી હતી . 
ના લઇ શકીશ ફરી એના જીવનમાં હું એ જગ્યા , 
મેં સ્વયં મારી જાતને ખોઈ દીધી .....
" અગન"......પસ્તાવાના પરિસરમાં..

©Agan Patel મારી વ્હાલી

#friends

મારી વ્હાલી #friends

52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

તું આવ ને ......

તું આવ ને ...... #poem

52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

અનેરો અવસર સ્નેહીજનો સાથે....

અનેરો અવસર સ્નેહીજનો સાથે....

52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

જય ગરવી ગુજરાત....

જય ગરવી ગુજરાત....

52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

#SADFLUTE
52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

#terimitti
52d73ae34bcddb4b88ce3f3884b0caa0

Agan Patel

loader
Home
Explore
Events
Notification
Profile