Nojoto: Largest Storytelling Platform
gv1566945814316
  • 27Stories
  • 8Followers
  • 182Love
    3.3KViews

G V

  • Popular
  • Latest
  • Video
7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

(આત્મન્યેવાત્મના તુષ્ટ:)

જે પોતાનામાં મસ્ત છે, અનપેક્ષ છે તે જ આનંદીત છે.

અપેક્ષા દુઃખનું મૂળ છે.

ખરી રીતે તો  तृष्णा न जीर्णा वयमेव जीर्णा  પરમ સત્ય સૂત્ર છે.

©G V #Rose પ
7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

મુઠ્ઠીમાં મારું પોતીકું આકાશ લાવ્યો છું,
હું આવ્યો છું! ક્યાં બળજબરી લવાયો છું?

દેહની દિવાલ મારી પોતાની છે કોટડી,
હું મારી મરજીથી એમાં સમાયો છું.

મારી હથેળીની રેખાઓમાં ખીણો ને દરિયા,
હું મારી મસ્તીમાં રણ થઈ છવાયો છું.

દૂર કેટલાંય સૂરજ ઉછાળતો ઉછાળતો,
હું થોડું ધરતીએ રમવાને આવ્યો છું.

દિશાઓના અંત સુધી પાથરી છે ચાદર ,
હું સમયને સ્પર્શવા જ આવ્યો છું.

એક એક શ્વાસમાં બ્રહ્માંડ રચી લય કરું,
હું પોતે લખાયો ને જાતે ભૂંસાયો છું.

                 ભોઈ ગૌરાંગ વી

©G V હુ
7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

મુઠ્ઠીમાં મારું પોતીકું આકાશ લાવ્યો છું,
હું આવ્યો છું! ક્યાં બળજબરી લવાયો છું?

દેહની દિવાલ મારી પોતાની છે કોટડી,
હું મારી મરજીથી એમાં સમાયો છું.

મારી હથેળીની રેખાઓમાં ખીણો ને દરિયા,
હું મારી મસ્તીમાં રણ થઈ છવાયો છું.

દૂર કેટલાંય સૂરજ ઉછાળતો ઉછાળતો,
હું થોડું ધરતીએ રમવાને આવ્યો છું.

દિશાઓના અંત સુધી પાથરી છે ચાદર ,
હું સમયને સ્પર્શવા જ આવ્યો છું.

એક એક શ્વાસમાં બ્રહ્માંડ રચી લય કરું,
હું પોતે લખાયો ને જાતે ભૂંસાયો છું.

                 ભોઈ ગૌરાંગ વી

©G V હું
7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

ઝાડ બનીને ઝૂમવાનુ ને પાન બનીને 
મર્મર મર્મર ગીત બનવાનું , સ્મિત બનવાનું 
આપણી આંખો વન.

ભેખડ ભેખડ ભમવાનું ને ધૂળમાં થોડું
વાવાઝોળુ ખોળવાનુ છે મન.
 
ડાળખે ડાળખે રંગ નવા કૈંક, બાથમાં
લીધું આભને અને ચોળીએ આપણ તન.

ખોદીએ ખાડો શ્વાસની વચ્ચે, ક્યાંક તો
હશે રાત પછીનો ઉગતો નવો દન.

મેઘધનુષે બાણ ચઢાવુ, તાકવાનુ છે, 
ભાંગવાનું છે દેહમાં બેઠું ભ્રમ.

જાતથી જાવુ નીકળી અને પ્રસરી જાવું,
ઘાસની પેઠે આપણું આખું વન.

                 ભોઈ ગૌરાંગ વી

©G V
  આપણે

આપણે #શાયરી

7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

મારું એકેયે પંખી ન નીચે રહી જાય,
મારે આખું આકાશ એને આપવું.
આંખોમાં એક નહીં સાત છે આકાશ,
એમાં ઉતરીને રીતસર માપવું.
કોઈ થરથરતી વેલને હાસકારો આપવા,
મારે તાપણું બનીને બળી જાગવું.
એક વન મારી આસપાસ ટહુકો કરેને,
કોઈ ઝાડ કહે મારે હવે નાચવું!
હોય ભીતરની ભીંતર જે વેદનાનો પીંડ,
એને ઓતપ્રોત આંખેથી વાંચવું.
કોઈ રણ તરસ્યુ દૂર બેસી બબડ્યા કરે,
એના કણકણમાં વન મારે સ્થાપવું.
હોય દરિયો તો દરિયો દૌ ઠાલવી હું,
મારી પાસે કશુંય નથી રાખવું.
મારું એકેયે પંખી ન નીચે રહી જાય,
મારે આખું આકાશ એને આપવું.

                         ભોઈ ગૌરાંગ વી

©G V
  આપવું

આપવું #શાયરી

7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

ચારે તરફ તુ અને તારો જ ફેલાવો હતો,
હુંય પછી ક્યાં ખરખરો મારો હતો.
બધી જ ડાળખી પર આપણો માળો હતો,
રોજ હુ છુપાતો આજે તારો વારો હતો.

ભોઈ ગૌરાંગ વી

©G V તુ
7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

હેજી મારી વૈખરી ને, કોઈ જાદુરે અડ્યો ને,
હ્રદયામા નાચી રે સંગીતની સરવાણી રે.
શબ્દોમાં ને અર્થોમાં ઉતરી આભકેરી રાણી,
થનગન થનગન હૈયુ રાજી રે શ્યામળાજી.
એક તેજ કેરી સરરર નીતરી સંતવાણી,
મને ચારેકોર લીલીછમ્મ વાડી, ફુલવાડી.
પગલામાં ઝણણણ રે કોઈ રાગરાણી ને,
ચારેબાજુ પ્રગટી વેદ નેતિવાણી નાથની રે.
હેજી કોઈ હરખે રે હરરર ઉરવાસી જી,
કોઈ ઝળહળ જ્યોત મારી કોર દેખાતી.
આંખમાં તે અજવાળું અજવાળું પ્રભાતી,
કોઈ મનડામા મીઠી મીઠી મોરલી વાગી.

               ભોઈ ગૌરાંગ વી

©G V tu
7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

#WritersMoઘેલછાtive

WritersMoઘેલછાtive #શાયરી

7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

નચિકેત વિદ્યાવિહાર ગોઠીબ ના સર્વે વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે સ્કૂલ શરૂ થઈ ગયેલ છે, જેથી સોમવારથી રેગ્યુલર સ્કૂલમાં આવી જવુ.

* વર્ગખંડ તમારી રાહ જોઈ રહ્યો છે, નવી નવી રમતો અને પ્રયુક્તિઓથી આનંદ પૂર્વક ભણવાની આ ઉત્તમ તકમાં મોડાં પડશો નહીં

*  તાલીમ પામેલ નિષ્ણાત શિક્ષકો ઉપનિષદ રચવા તત્પર છે, સર્વાંગી શિક્ષણ આપતી સંસ્થામા ભણવાની ઉત્તમ ક્ષણોના સાક્ષી બનો.

* દરરોજ નવી નવી પ્રવૃત્તિઓ દ્વારા ભણાવવામાં આવે છે , જેથી આ લાભ ચૂકી ન જવાય એ ધ્યાન રાખો.

* સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંગીત , કલા વગેરે દ્વારા ભણવાનો આનંદ આપવા નચિકેત વિદ્યાવિહાર તત્પર છે.

-  આચાર્યશ્રી નચિકેત વિદ્યાવિહાર ગોઠીબ( અલ્પેશભાઈ મકવાણા)

©G V
  નચિકેત

નચિકેત #શાયરી

7f8d37da00fbf4a4484a403d69bf082d

G V

શ્રીજી હાઈસ્કૂલ જાનવડ ના સર્વે  વિદ્યાર્થીઓને જણાવવાનું કે સ્કૂલ શરૂ થઈ ગયેલ છે, જેથી સોમવારથી રેગ્યુલર સ્કૂલમાં આવી જવું. 
- ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓના નામ કમી કરવામાં આવનાર છે જેની નોંધ લેવી.
- પેપર સોલ્યુશન કરવા આપેલ હતું તે અચૂક કરી લાવવુ.
- નિયમિત એકમ કસોટી, ટેસ્ટ લેવામાં આવશે જેમાં ઉત્તમ દેખાવ ઈચ્છનીય છે.
-ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડ ના ફોમ ભરવાની કામગીરી ચાલુ છે જેથી ગેરહાજર વિદ્યાર્થીઓની પોતાની જવાબદારી રહેશે.


- આચાર્ય શ્રી શ્રીજી હાઈસ્કૂલ જાનવડ( એમ.ડી.પટેલ)

©G V
  સ્કૂલ

સ્કૂલ #શાયરી

loader
Home
Explore
Events
Notification
Profile