Nojoto: Largest Storytelling Platform
priyankachauhan4515
  • 9Stories
  • 1Followers
  • 32Love
    0Views

Priyanka Chauhan ( sargam )

  • Popular
  • Latest
  • Video
93d1fe2040cd1276dd2a8bb172eb2c20

Priyanka Chauhan ( sargam )

એકરારનામું... 

તું   હક  કરે  કે  કર   શક, 

તું   દૂર  જા  કે   રહે  પાસ, 

તું  ગુસ્સે  થા  કે  થા  નારાજ, 

તું   હાથ  દે  કે   ન  દે    સાથ, 

તું  નાદ  દે  કે  દે  માત્ર  યાદ, 

હું  હંમેશા   તને  ચાહું  છું, 

              ને  તને   જ  ચાહીશ....... 



---સરગમ #એકરારનામું

#એકરારનામું #કવિતા

93d1fe2040cd1276dd2a8bb172eb2c20

Priyanka Chauhan ( sargam )

પ્રવાસ કરવો જીવનનો તારી સાથે, 
પોતાનું  માની અર્પવું  છે જીવન, 
સઘળું છે મારું અર્પણ તને, 
શું તું માનીશ તારી  મને?? 
HAPPY PRAPOSE  DAY #પ્રપૉઝ

#પ્રપૉઝ #કવિતા

93d1fe2040cd1276dd2a8bb172eb2c20

Priyanka Chauhan ( sargam )

હું  ખૂબ  ચાહું  છું  તને, 

તું  પણ  પ્રેમનો સ્વીકાર  કર, 

         એવું   જરૂરી   નથી   મારે.....  

તારા  મનના  પડઘા  , 

સાંભળી   શકું   છું   તારી  આંખોમાં 

તું  પ્રેમનો   એકરાર   કર , 

         એવું   જરૂરી  નથી  મારે.... 

દિલ તો  ક્યારનું  લઈ  લીધું  તમે  વાતોમાં, 

કોઈ  શુભ  મુહર્તમાં  મળી  ને  તારી  થાઉં, 

       એવું   જરૂરી   નથી   મારે..... 

પ્રિત   છે  આ  આપણી, 

કોઈ  કાગળના  ટુકડે  સહી  કરી, 

સહમતી  આપીને  , તારી  કહેવાઉં, 

      એવું   જરૂરી  નથી  મારે ..... 

તારા  પ્રેમભર્યા  શબ્દો  જ  કાફી  છે, 

સૂર,  લય,  તાલ ને  સથવારે, 

" સરગમ "  ના  કાવ્ય  સજે, 

       એવું  જરૂરી  નથી   એને..... 


---સરગમ  

        #જરૂરી  નથી

#જરૂરી નથી #કવિતા

93d1fe2040cd1276dd2a8bb172eb2c20

Priyanka Chauhan ( sargam )

વાંચ્યું   હતું  મેં  વિજ્ઞાનમાં, 

                              તેથી  પૂછું છું, 


ગતિના  નિયમ  મુજબ, 

        હું  સતત યાદ  કરું  છું  તને, 

        શું  પ્રત્યાઘાત  પડે  છે  તને  યાદરૂપે? 

કે તું  યાદ  કરે  છે મને, 

તેથી સતત  યાદ  આવે  છે તું પ્રત્યાઘાત  રૂપે??? # યાદ

# યાદ #કવિતા

93d1fe2040cd1276dd2a8bb172eb2c20

Priyanka Chauhan ( sargam )

"હા" માંગું છું.....





હું  ક્યાં  કંઈ   વધુ   માંગુ  છું, 

બસ,  મારા  શ્વાસ  જેટલો, 

તમારો  સંગાથ   માંગુ   છું.... 

મારા   સુખના   બદલામાં , 

તમારા   દુઃખ   માંગુ   છું..... 

મારા   જીવનની   રંગોળી   પૂરવા, 

તમારા  પ્રણયનો   રંગ   માંગુ   છું... 

તમારા   સાગર  જેવા  વિશાળ   દિલમાં, 

સરીતા   બની   સમાવવા  માંગુ   છું.... 

વસો  છો  " સરગમ " ના  શબ્દોમાં, 

હું  તમારા  જીવનનું  ગીત  બનવા  માંગુ  છું... 

કર્યો  છે  મેં  પ્રેમનો   ઈકરાર, 

એને  બરકરાર   રાખવા, 

તમારી  " હા " માંગુ  છું.... 

---પ્રિયંકા  કટારીયા ( સરગમ ) # હા  માંગું છું...

# હા માંગું છું... #કવિતા

93d1fe2040cd1276dd2a8bb172eb2c20

Priyanka Chauhan ( sargam )

બધું જ   યાદ છે  મને, 

        શું  તને  યાદ  છે?... 

આપણી   એ   અજાણી   પણ, 

        જાણીતી   બનેલી   મુલાકાત... 

થોડી  થોડી  પછી  લાંબી   થયેલી, 

       વ્હાલી  વ્હાલી   એ  વાતો.... 

મને  યાદ  છે, 
        
        શું  તને  એ   યાદ  છે?.. 

તેં  જોયું  'તું  કોઈની  સામે   ને, 

      થયેલો  એ   પહેલો   ઝઘડો, 

અશ્રુને  પાંપણથી  પડતા  પહેલા, 

      પકડીને  આપ્યું  તેં  પ્રણ 

"  કદી  રડીશ   ના  હવે, 

       હું   શાખી  ના  શકું  તારા  અશ્રુ "

એ  વાત મને  યાદ  છે, 

      શું  તને   યાદ  છે?.. 

"ભૂલી  જજે  મને  સ્વપ્ન  સમજી "
    
        કહ્યું  હતું  તમે... 

મને   હજી   યાદ  છે... 

પણ,   એક  વાત  પૂછું?, 
      
     શું  તને  હું  યાદ  છું????? 





--પ્રિયંકા  કટારીયા   (સરગમ ) # તને યાદ  છે?

# તને યાદ છે? #કવિતા

93d1fe2040cd1276dd2a8bb172eb2c20

Priyanka Chauhan ( sargam )

પ્રેમ  મારો, 
તારી  સુંદરતાનો  મોહતાજ  નથી, 
હું તો તને  ઉંમરના  દરેક  પડાવે ચાહીશ... 

સાથ  મારો, 
તારી  પરિસ્થિતિનો  મોહતાજ  નથી, 
હું મારા જીવનના અંત સુધી  તારી  સાથે  જ રહીશ..... 

કાવ્ય મારા, 
કોઈ છંદ કે  પ્રાસના મોહતાજ  નથી, 
હું  તો  દરેક  કાવ્યમાં તને  જ  લખીશ..... 

શ્વાસો  મારા, 
આપણા  મિલનના  જ  મોહતાજ  નથી, 
હું  તો  હંમેશા  તારી  રાહ જોઇશ..... 

પ્રાર્થના  મારી, 
ખ઼ુદાની  પણ  મોહતાજ  નથી, 
હું તો દરેક બંદગીમાં  તને  જ  માંગીશ.... 


---સરગમ # પ્રેમ મારો

# પ્રેમ મારો #કવિતા

93d1fe2040cd1276dd2a8bb172eb2c20

Priyanka Chauhan ( sargam )

या अल्लाह !!मेरी एक दुआ कुबूल कर...

जो दिल के सबसे करीब है... 

         उसे ना मुझसे दूर कर.... # દુવા

# દુવા #કવિતા

93d1fe2040cd1276dd2a8bb172eb2c20

Priyanka Chauhan ( sargam )

પૂછ્યું મેં, વ્યસ્ત  છો?, 

કહ્યું, હા, 

તારી  યાંદોમાં.... તારી યાદ

તારી યાદ #કવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile