Nojoto: Largest Storytelling Platform
vagheladipak1170
  • 26Stories
  • 80Followers
  • 141Love
    21.5KViews

Vaghela Dipak

હૂતો બસ અંતર ની વાત રજૂ કરતો એક કવિ છું અને પસંદ કરીને આવ્યા હશો તમે મારી કવિતા ઓ તેનો હું આભાર માનું છું.....♡

  • Popular
  • Latest
  • Video
a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak

vaghela Dipak

©Vaghela Dipak
  #मतदान_सही_व्यक्ति_को_दीजिए
a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak

✿...ક્યારે આવો છો તમે...✿

પંખીઓ   સાથે   કલરવ    કરશો    ના   તમે,
જો    રોકશે      પવન     તો    રુંધાશો   તમે 
 
સાથ  તો  હર  કોઈ  આપે  છે  આ જીવનમાં, 
પણ  સાથે  ઉડે  એવા હંસલા બનશો શું?તમે 

જરાક  અમથી  વાત  પર  નિરાશ  નાં  થાઓ,
 અમે  હશુજ  નહિ  તો  કોનાથી  રૂઠશો   તમે

લાગે  બની  ગયા  છીએ  કટપૂતલી  હવે અમે,
ક્યારેક  તમારી  યાદો  નચાવે અને ક્યાંરેક તમે

ખુશીયો સાથે ક્યારનોય  લડી રહ્યો  છું હું મને,
ખોઈ છે ખુશીયો ઘણી જે 'દી થી આવ્યા તમે

આંખો માં  ડૂબી  ને  જરા  પહોચવું છે દિલમાં,
એવું  કહી  ને  ક્યાં ?  છટકી નીકળ્યા છો  તમે 

                                    - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #ક્યારે_આવો_છો_તમે #ગઝલ

#ક્યારે_આવો_છો_તમે #ગઝલ #શાયરી

276 Views

a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak

✿...કિસ્મત...✿

જુલતા   એ  પુલ  પર  જુલતી    હશે   કિસ્મત   એમની
ખબર ક્યાં લૂંટાઈ જવાની છે પલ ભરમાં જિંદગી એમની

હમણાંજ  તો  લીધી  હતી  ખુશીયો  ની ટીકીટ  એ  કેવી?
નીકળશે ભગવાન ના ઘેરની ! શું નીકળી  કિસ્મત  એમની

કિસ્મત  નો  દોષ  તો  માનીના  શકાય  મચ્છુ  વારમ  વાર
ચુંટેલીજ સરકાર નીકળી ભ્રષ્ટ કેવી  આ  કિસ્મત  એમની

નિર્દય માનું છું હું મચ્છુ ! નિર્જીવ માનુ છુ, પાપી  માનું છું હું
ન સંભળાયી ચીસો લોકોની પણ કાંઠે પહોંચી લાશો એમની

વાંક  ન હોતો  છતાંય વેઠ્યું  ઘણુંય એ પરિવાર જનોએ કેવું
કહી સલામત જિંદગી , વેડફી નાખી જીવન દોરી આ એમની

ચીસો નાસાંભળી શક્યો હું કે ગુજરાત, એ નિર્દોષ બાળકોની
કહ્યું આપશું મુવાબજો!, તોલી જિંદગી પૈસાથી  આ  એમની 

                                                - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #મચ્છું_નદી #કિસ્મત

#મચ્છું_નદી #કિસ્મત #શાયરી

295 Views

a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak

●♡...ઝેર...♡●

કોઈ કોઈ ને જીવન ફાવ્યું કોઈ કોઈ ને  પ્રેમ
અમને તો  બંને ના ફાવ્યા અમને ફાવ્યું  ઝેર

જીવન માં વાળ્યું નથી મે કોઈ દી કોઈનું વેર 
તેમ છતાં રાખ્યા કરે છે હર કોઈ મનમાં ઝેર

જિંદગી માં મળ્યો હતો મુજ જડ ને પણ પ્રેમ
સમય જતાં માલૂમ પડ્યું કે એ પણ હતું ઝેર

કેવો થયો છે ખામોશ આ વિરાન  એવો   દેહ
શ્વાસ શું છુંટ્યા ! એ પણ બની ગયો એક ઝેર

ન સમજાય તો ન સમજો તમે જીવન ને મારા
ઘણી કસોટી પાર કરી છતાંય પામ્યો છું   ઝેર

                                     - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #ઝેર

#ઝેર #શાયરી

305 Views

a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak

๑♡...હારી ગયો...♡๑

હક માટે લડી  ગયો  ને  પ્રેમ માટે હારી ગયો
જીવન   ના  ઘણા તબકા  માં  હું  તૂટી ગયો

આમ તૂટ્યો તો  નહોતો   કોઈ   થી હારી ને
પણ  પ્રેમ માટે જિંદગી ત્યજી ને હારી ગયો

લોકો કહે  છે કે કેવો ગાંડો બન્યો છે પ્રેમમાં  
સીધો  સાધો   છોકરો  ભટક  તો થઇ ગયો 

અને  લખ્યા  કરે છે કૈક  ને કૈક એવું તો નવું
જે સાંભળી ને  જડ  માણસ પણ રડી ગયો

જિંદગી  માં એવું  તો કૈક બન્યું હશે , દિપક
જેથી પ્રેમ ભરી આ ગઝલો લખતો થઇ ગયો

                                  - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #હારી_ગયો

#હારી_ગયો #શાયરી

285 Views

a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak

✿...યાદ...✿

ના સમજાય છે ના માનવામાં આવે છે
આમ અધ રસ્તે પાછો વાળી કોઈ પોતાનો કહી જાય છે

અમે હતા અમુક સમય ના બાદશાહ 
અમને પણ કોઈ પોતાનો આશિક બનાવી જાય છે 

હવે સમજણ પડી છે ઘણા વર્ષે મને 
કે કેમ લોકો પ્રેમ માં ગલા ડૂબ ડૂબી જાય છે

સ્વાર્થ ની મહેફિલ માં હું નશો કરતો  નથી
પણ તું કોઈક દી હાથોમાં હાથ આપી નશો કરાવી જાય છે

આમ તો હું એકલ વાયુ જીવનાર છું
છતાંય તારી યાદો મારી સામે મહેફિલો સજાવી જાય છે

                                                   - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #યાદ #દિપક_જે_વાઘેલા

#યાદ #દિપક_જે_વાઘેલા #શાયરી

225 Views

a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak

✿...અંતિમ શ્વાસ...✿

કદાચ આ મહેફિલ પાછી નઈ કરી શકાય
આ વીતેલા સમય ને પાછો નઈ લાવી શકાય,

અને આ યાદો ને થોડીક ઓગળી તો શકાય
પણ આ વીતેલી કાલ ને પાછી થોડી લાવી શકાય,

અફસોસ એમાં કશોજ ના કરવાનો હોય
ભલે યાદો તો યાદો પણ અંત સુધી લઈ જઈ શકાય,

કદાચ તારો ચહેરો પણ સાચવેલો હશે યાદોમાં
જીવન ના અંતિમ શ્વાસ પર યાદ કરી થોડુક જીવી તો શકાય,

અને પાછું ડૂબી જવાનું મનતો થશે એ તારા ચેહેરમાં
પણ જતા એ  અંતિમ શ્વાસ થોડા કોઈ થી રોકી શકાય,

                                               - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #અંતિમ_શ્વાસ #દિપક_જે_વાઘેલા

#અંતિમ_શ્વાસ #દિપક_જે_વાઘેલા #શાયરી

185 Views

a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak


✿...મારો હાલ...✿

કાગળ ને માત્ર કાગળ માન્યું હોય એવું તો નથી ને
મારી ગઝલ ને માત્ર ગઝલ માની હોય એવું તો નથી ને,

અંતર ની વાતો રજૂ કરું છું હું હરપળ હરવખત
તે માત્ર હાથ થી લખેલું લખાણ માની લીધું એવું તો નથી ને,

અને લખ્યું તો હતું તારા વિશે પણ મે ઘણું બધું
પણ જિંદગી ના આ સ્ટેજ ઉપર ઓછું પડે એવું તો નથી ને ,

પડદો પડ્યા પહેલા પોતાનો માંનીલે તો સારું
પણ પડદો પડ્યા પછી જણવું ! મનમાં એવું તો નથી ને ,

મળીશું આપણે એક દી રસ્તા ઉપર એકલા જયારે
ત્યારે મનનો હાલ જણાવી દઉં ! મનમાં એવું તો નથી ને,

ખાલી હું જ હોઉં એક તરફી ઘાયલ તારા પ્રેમ માં
અને તારા દિલમાં મારા વિશે કશુજ ના હોય એવું તો નથી ને,

                                                    - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #મારો_હાલ

#મારો_હાલ #શાયરી

166 Views

a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak

✿..બાળપણ..✿ 

ના ઓળખી શકી આ નદી ! જ્યાં વિતાવ્યું મે બાળપણ
એ શેરી પણ ખામોશ રહી જ્યાં રમતું લાગે મને બાળપણ,

એ દિવસો યાદ કરી ને ભીંજાવા લાગે છે મારું પાંપણ
જ્યાં મિત્રો મળી ને કૈક નવું કરતા એવું એ મારું બાળપણ,

ઈચ્છા તો એવી થઇ ચૂમિલું એ વતન ની માટી ને જઈ
પછી થયું કે રહેવાદે ભાઈ નથી દેખાતું મને એ પેલું બાળપણ,

ધીરે ધીરે આગળ વધતો રહ્યો વતન થી લગાવ થતો રહ્યો
દૂરથી દેખાયું મને મારું ઘર જ્યાં છોડી ગયો તો હું બાળપણ,

માં હરોજ કહેતી વતન છોડી ક્યાંય ના જતો ભાઈ
માં ને કોણ સમજાવે કે આ છે યુવાની અનેએ હતું બાળપણ,

પૈસા ની લાલસા થી હું જતો રહ્યો શહેર માં 
પૈસા આપે લઈ આપશે મને કોઈ મારું એ હસતું બાળપણ,

                                                - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #બાળપણ #વતન

#બાળપણ #વતન #શાયરી

184 Views

a559d419f3579db4ff80ff42e876f1d1

Vaghela Dipak

✿..નડતર રૂપ વરસાદ..✿ 

વરસતા વરસતા આવી પોહોચ્યો એ મારા ઘર સુધી
લાગે થોડોક ઓળખીતો હશે એટલે આવ્યો ઘર સુધી,

કે આજે નઈ જવાદઉ! એવું કહે છે મારાજ ઘરે આવી
હું પણ ક્યાં નાનો માણસ રાહ જોતો રહ્યો તેના જવા સુધી,

નકમો પડ્યો મારો છાતો ત્યાં તો તેની સાથે પવન રૂપી સાથી
હળવા પગલે જવાની કોશિશમાં ન પોહોચી શક્યો દ્વાર સુધી,

પછી બેસી ગયો હું પણ કે હમણાં જતો રહેશે એ પણ
રાહ જોતા જોતા સમય કામનો જવા આવ્યો અંત સુધી,

આવજો એવું કહેવા માટે રાહ જોતો રહ્યો હું ક્યાર નો
અને એ પણ કેવો હઠીલો વરસતો રહ્યો સાંજ સુધી,

                                                - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #વરસાદ

#વરસાદ #શાયરી

177 Views

loader
Home
Explore
Events
Notification
Profile