Nojoto: Largest Storytelling Platform
nojotouser1369115409
  • 229Stories
  • 328Followers
  • 1.1KLove
    663Views

"શિવાય"

ગુજરાતી ભાષામાં મારી ઘણી બધી નોવેલો ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત થઈ ચૂકી છે..મોબાઈલ નંબર છે 8733097096..

  • Popular
  • Latest
  • Video
afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

સાદગી તમારી ધારદાર વળી 
નયનમાં કેફની ભારે જમાવટ છે.
ચાંદમાં એક દાગ અને તું બેદાગ, 
એટલો તમારી વચ્ચે તફાવત છે.

-જતીન પટેલ

©"શિવાય" #Couple
afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે ;
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.

તોડી નાખે છે રગેરગ ને ચીરી નાખે ત્વચા,
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.

એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ,
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

– મનોજ ખંડેરિયા

©"શિવાય"

afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

રણમાં ભૂલા પડેલા કોઈ મુસાફરની,
તરસ જેવી છો તું મારા માટે..

ઈશ્વરની આપેલ શ્રેષ્ઠ ભેટ જ નહિ,
ઈશ્વર જ છો તું મારા માટે..


-જતીન પટેલ

©"શિવાય"

afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

હું બહુ બોલું તો એ ભારે અકળાય,
આ પ્રેમ છે.. ♥️

પણ જો હું ના બોલું તો એનો જીવ ગૂંગળાય..
આ અનહદ પ્રેમ છે ♥️

©"શિવાય"
afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

–  મુકેશ જોશી

©"શિવાય" #SuperBloodMoon
afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

મુલાકાત બાદ વિખૂટા પડવાનું સનાતન સત્ય,
થોડું હવે મારાથી બદલાય.!!

તારી મરજીથી તું આવે અને જાય,
મારાથી થોડે તને રોકાય.!!

આમ છતાં અંતઃકરણથી કરું એક વિનંતી,
કે વરસાદ અટકે પછી જ તું જાય.!!

કારણ કે વરસાદની બુંદો તને સ્પર્શે..
એ પણ મને હવે કેમનું પોષાય.!!

-જતીન પટેલ

©"શિવાય" #OneSeason
afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

ફક્ત એક જ ટકો કાફી છે, 
પૂરતો છે મોહાબ્બતમાં...
તું નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

-મરીઝ

©"શિવાય" #moonlight
afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

સદભાગ્ય હો મરીઝના કે એમને,  
આપવા રજા તો એ આવી..

બાકી નથી હોતું આખરી મુલાકાતનું 
ભાગ્ય પણ બધાનું..

-નોટ વેરી ગ્રેટ જતીન પટેલ

©"શિવાય"

afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

એથી વિશેષ પ્રેમનો બદલો કશો નથી 
એને ભૂલી જવા મને એની રજા મળી 


- ધ ગ્રેટ ગ્રેટ મરીઝ

©"શિવાય" #lovetaj
afcd680c54242d8a04e33698f16148f6

"શિવાય"

सुना है रकीब उसे मुझसे ज्यादा खुश रखता हैं।
शुक्र खुदाका,
मेरी एक दुआ तो कबूल हुई।।

-जतीन पटेल (शिवाय)

रकीब-प्रेमिका का वर्तमान आशिक या पति

©"શિવાય" #coldnights #रकीब #दर्द
loader
Home
Explore
Events
Notification
Profile