Nojoto: Largest Storytelling Platform
vaghaniprashant4818
  • 29Stories
  • 66Followers
  • 256Love
    936Views

Vaghani Prashant (પ્રવાઘ)

હું માનવ નિકળ્યો માનવતા અને પ્રેમની શોધમાં...

  • Popular
  • Latest
  • Video
bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

જીભને આપ્યો છે શબ્દોએ કારાવાસ, હવે બોલવાનું શું ?
તમે સમજી શકો નહીં જો મૌનને, તો મારે કહેવાનું શું ? 

સમજાવી સમજાવી થાક્યા ગીતા, કુરાન અને બાઇબલ,
પણ તમેં સમજવા તૈયાર જ નથી, તો સમજાવવાનું શુ ? 

ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા એ લોકો,
જ્ઞાતિ જાતિના વાડામાં બંધાયેલા લોકોને, હવે છોડવાનું શું ? 

મંદિર મસ્જિદ તોડી નાખ્યા ને ભુસ્યા સંસ્કૃતિ ના નિશાનો,
ધર્મના નામે તોડી ગયા મતના એ દલાલો, હવે જોડવાનું શુ ? 

વિકાસના નામે રોજે રોજ લાજ લૂંટાઈ રહી મા ધરતીની,
પ્રકૃતિના નાશને અંતે એક બીજ વાવ્યું, એમાં ઉગવાનું શું ? 

કર્યું ઘણું જપ, તપ અને તર્પણ સાથ ફર્યા ઘણાય તીર્થધામ,
પણ કોઈ જીવ પ્રત્યે દયા કરુણા ના દાખવી, તો પુગવાનું શું ? 

વિષય હોત જો માનવતાનો તો ચર્ચા કરત આરપાર અમે,
પણ તમે લઈ આવ્યા ફાલતુની પંચાયત, હવે ચર્ચવાનું શું ? 

લખવા બેસીએ તો અમે પણ કરી દઈએ વિચલિત ઘણાને,
પણ વાંચીને સમજવા વાળું જો ના મળે, તો લખવાનું શુ ?

©Vaghani Prashant (પ્રવાઘ) #MereKhayaal
bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

ખૂબ જ બહોળા વિકાસના ઉંબરે ઉભેલા વિશ્વ સમક્ષ જો આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણીય દુરદશા! ભૂતકાળમાં ક્યારેક નહોતી થઇ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેક વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ભલભલા માંધાતાઓની પણ ઉંઘ હરામ કરી દીધી છે. પણ આજે ઘણા લોકોમાં પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ જોઈને ખરેખર ખૂબ જ ખુશી અને ગૌરવની લાગણી અનુભવું છું. 
માનવીએ કુદરતને નાથવાના અને સંપત્તિની જમાવટ કરીને ભૌતિક-દૈહિક સુખ ભોગવવાના જે ખતરારૂપ અખતરા કર્યા તેને લીધે જ "પ્રદૂષણ" નો ધોધ છૂટયો છે; જેણે પર્યાવરણનું પાવિત્ર્ય છિન્નભિન્ન કરી નાખ્યું. એટલું જ નહી, કુદરતી સમતુલાને એટલી હદે ખોરવી નાખી કે, એકબીજાને આધારે ટ્કતી-નભતી જીવંત સૃષ્ટિની જીવનશૈલી પ્રદૂષિતને કલુષિત થતાં. હવા-પાણી અનાજ શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત બની જતાં. માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઉભો થયો.
પશુ, પક્ષી, દરીયાઇ જીવન, વૃક્ષ-વનસ્પતિ બધું "હું ભોગવું તેમ ભોગવાય" એવા મિથ્યા ખ્યાલમાં રાચતા માનવીએ બધું વેરવિખેર કરી નાખ્યું. એટલે જ શ્રી ઉમાશંકર જોશી એ કહ્યું છે કે ; 
                                           વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
                                            પશુ છે,પંખી છે,સાથે ફૂલોની છે વનસ્પતિ..
              આખરે તો આપણે સૌ પ્રકૃતિના જ જીવ છીએ. પ્રકૃતિથી જરા પણ અલગ નથી. બીજા જીવોની જેમ જ આપણે પણ છીએ. માટે પ્રકૃતિને સાચવીએ, કુદરત ની સંભાળ લઇએ, એનું નુકશાન અટકાવીએ એજ સાચો પ્રકૃતિ પ્રેમ છે..  આ પ્રેમ અવિરત આમ જ છલકતો રહે એ જ આપણો સંકલ્પ... આપણે હજી ઘણા બધા વૃક્ષો ઉછેરીને અને પશુ પક્ષિઓ પ્રત્યે અનુકમ્પા અને લાગણી દાખવીને એક 'પ્રકૃતિમહાયજ્ઞ' કરવાનો છે એને તેનું સઘળું ફળ 'મા' પકૃતિના ખોળે ધરવાનું છે. 

                                                                                ચારે તરફ હોય વૃક્ષ ને વનરાજી,
                                                                           તો માનવી, પક્ષિને પ્રાણી બધાય રાજી.

©Vaghani Prashant (પ્રવાઘ) #environment 

#brothersday
bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

पर्यावरण ખૂબ જ બહોળા વિકાસના ઉંબરે ઉભેલા વિશ્વ સમક્ષ જો આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણીય દુરદશા! ભૂતકાળમાં ક્યારેક નહોતી થઇ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેક વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ભલભલા માંધાતાઓની પણ ઉંઘ હરામ કરી દીધી છે. પણ આજે ઘણા લોકોમાં પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ જોઈને ખરેખર ખૂબ જ ખુશી અને ગૌરવની લાગણી અનુભવું છું. 
માનવીએ કુદરતને નાથવાના અને સંપત્તિની જમાવટ કરીને ભૌતિક-દૈહિક સુખ ભોગવવાના જે ખતરારૂપ અખતરા કર્યા તેને લીધે જ "પ્રદૂષણ" નો ધોધ છૂટયો છે; જેણે પર્યાવરણનું પાવિત્ર્ય છિન્નભિન્ન કરી નાખ્યું. એટલું જ નહી, કુદરતી સમતુલાને એટલી હદે ખોરવી નાખી કે, એકબીજાને આધારે ટ્કતી-નભતી જીવંત સૃષ્ટિની જીવનશૈલી પ્રદૂષિતને કલુષિત થતાં. હવા-પાણી અનાજ શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત બની જતાં. માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઉભો થયો.
પશુ, પક્ષી, દરીયાઇ જીવન, વૃક્ષ-વનસ્પતિ બધું "હું ભોગવું તેમ ભોગવાય" એવા મિથ્યા ખ્યાલમાં રાચતા માનવીએ બધું વેરવિખેર કરી નાખ્યું. એટલે જ શ્રી ઉમાશંકર જોશી એ કહ્યું છે કે ; 
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે,પંખી છે,સાથે ફૂલોની છે વનસ્પતિ..
              આખરે તો આપણે સૌ પ્રકૃતિના જ જીવ છીએ. પ્રકૃતિથી જરા પણ અલગ નથી. બીજા જીવોની જેમ જ આપણે પણ છીએ. માટે પ્રકૃતિને સાચવીએ, કુદરત ની સંભાળ લઇએ, એનું નુકશાન અટકાવીએ એજ સાચો પ્રકૃતિ પ્રેમ છે..  આ પ્રેમ અવિરત આમ જ છલકતો રહે એ જ આપણો સંકલ્પ... આપણે હજી ઘણા બધા વૃક્ષો ઉછેરીને અને પશુ પક્ષિઓ પ્રત્યે અનુકમ્પા અને લાગણી દાખવીને એક 'પ્રકૃતિમહાયજ્ઞ' કરવાનો છે એને તેનું સઘળું ફળ 'મા' પકૃતિના ખોળે ધરવાનું છે. 

           ચારે તરફ હોય વૃક્ષ ને વનરાજી,
           તો માનવી, પક્ષિને પ્રાણી બધાય રાજી.

©Vaghani Prashant (પ્રવાઘ) #EnvironmentDay2021
bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

#IndiaFightsCorona અનુભવોથી વૃદ્ધ અને અપેક્ષાથી શુદ્ધ થા,
નકાર ત્યાગી હકાર વિચારોથી સમૃદ્ધ થા, 

અમાનવીય હોય જ્યારે સંસ્કૃતિ તુજ સામે,
એકલો જ ઉભો થઈ જગતને વિરુદ્ધ થા, 

ઈર્ષા અને દ્વેષ રૂપી ઝેરનો દરિયો છે સામે,
ઝેર પીવાને એ બધું તું એક વખત રુદ્ર થા, 

ગાંડીવ પ્રત્યંચા ખેંચ રૂઢીચુસ્ત સમાજ સામે,
પોતીકા વિરુદ્ધ યુદ્ધ કરી થોડો ઘણો કૃદ્ધ થા, 

મૃત્યુનો સાગર વલોવાતો રહેશે સદાય સામે,
તું મહાભિનિષ્ક્રમણ વગર જ આજ બુદ્ધ થા.

©Vaghani Prashant (પ્રવાઘ) બુદ્ધ થા.

#IndiaFightsCorona

બુદ્ધ થા. #IndiaFightsCorona #Society

bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

ફરી ભારત મહાન થશે.

#Mahashivratri2021

ફરી ભારત મહાન થશે. #Mahashivratri2021

bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

હું નારી છું

#IshqUnlimited

હું નારી છું #IshqUnlimited

bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

શુ કામનું..?

#cominghome

શુ કામનું..? #cominghome #કવિતા

bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

#krishna_flute
bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

હું નારી છું હું નારી છું..✍️,,

હું નારી છું હું નારી છું..✍️,,

bbd0dd9bdbd0c60a736a61fc2ab1bb23

Vaghani Prashant (પ્રવાઘ)

💐🎂જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા મિસ્ટી મિઠુડી🎂💐
ધરા, ઘટા, હવા સઘળા ઝૂમી ઉઠયા કેમકે આજે મિસ્ટીનો છે જન્મદિન,
સમગ્ર કાયનાતમાં ઉદ્દભવી નવી ઉર્જા કે આજે મિસ્ટીનો છે જન્મદિન,

આવી અનેરી ખુશી તારા આવવાથી, ઝૂમી ઉઠ્યો આખો પરિવાર,
ઉજવો આ દિવસને ઉમંગ ભર હ્રદયથી કે આજે મિસ્ટીનો છે જન્મદિન,

અવકાશ,ધરતીને આ પ્રકૃતિ જે રીતે ઝૂમે છે રોજ રોજ,
એ રીતે ઝૂમે લાડલી આખી જિંદગી કે આજે મિસ્ટીનો છે જન્મદિન,

ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ,
પણ હૈયે ભરી જાય આનંદ અનેરો કે આજે મિસ્ટીનો છે જન્મદિન,

યુગોની પ્યાસ, દરેક આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું પૂર્ણ થાય તેવા આશિષ આપૂ કે આજે મિસ્ટીનો છે જન્મદિન,
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 જન્મ દિન

જન્મ દિન #કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile