Nojoto: Largest Storytelling Platform
rahulkumar9239
  • 30Stories
  • 203Followers
  • 336Love
    12.9KViews

Rahul kumar

એક એવો માણસ મળે મને ભીડમાં, જે કોઈ સ્વાર્થ કે મતલબ વગર મળે..!! - રાહુલ

  • Popular
  • Latest
  • Video
f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

Mantri Ji થઈ પુરી ચૂંટણી,લોકડાઉન હવે કરો મંત્રી જી,
જનતાને પુરો ઘરમાં,તમે બહાર ફરો મંત્રી જી.

કહો છો,કોરોના ગાઈડલાઈનનું પાલન કરો,
અને છો તમે જ માસ્ક વગર ફરો મંત્રી જી.

જનતા દેશની મૂંગી,બહેરી છે શું ખબર પડે ?
આપ, ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરો મંત્રી જી.

દઈ વેચી દેશ અને  દેશની સંપત્તિ છડેચોક,
 છો આમ તમે વિકાસ દેશનો કરો મંત્રી જી.

વેરો નાખો વધારી અને દંડ કરી દો ડબલ,
 પૈસે જનતાના ઘર આપનાં ભરો મંત્રી જી.

પહેલાં લો ખરીદી મીડિયા, પત્રકારો પછી,
ખૂબ ખુદનો પ્રચાર' ને પ્રસાર કરો મંત્રી જી.

જોડશે હાથ જનતા આખું વર્ષ તમને ફક્ત,
 ચૂંટણી ટાણે હાથ જનતાને જોડો મંત્રી જી.

વોટ નહીં મળે તમોને હશે જો ભાઈ ચારો,
હિન્દૂ મુસ્લિમ કરી દેશ આખો તોડો મંત્રી જી.

                - રાહુલ વણોદ
                  મો.8000739976 #મંત્રી_જી

#મંત્રી_જી

12 Love

f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

કાલે રાતે પીધી હતી અસર એની હજુય છે.
એક ઘૂંટ લીધી  હતી અસર એની હજુય છે.

બધાં દર્દ ઓ ગમ દુનિયાના ભૂલી ગયો પણ,
જે પ્રેમ કરી વીતી હતી અસર એની હજુય છે.

        - રાહુલ વણોદ
          મો.8000739976 #હજુય છે.

#હજુય છે.

10 Love

f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

ડર લાગે છે,
કોઈ પૂછે નહીં મારી જાત.

છે આમ તો બંધારણમાં
 સમતા, બંધુતાની વાત,
સાંજે શહેરનાં નાકે ઊભાં 
વાતો કરતાં લોકો છ સાત,
ક્યાં રહ્યું છે હવે નાત જાત.

તે છતાં, ડર લાગે છે,
કોઈ પૂછે નહીં મારી જાત

આપણે એકબીજામાં એ
રીતે ભળી ગયાં ગયાં પ્રિયે,
જાણે તું દાળ અને હું ભાત 
પણ કાલે જ બાપે તારા
મને પૂછી મારી જાત.
કહ્યું તમારી અમારી 
એક નથી નાત.
પ્રિયે, તું જ કહે હવે કંઈ
રીતે લઈ આવું બારાત ?

કેમ કે ડર લાગે છે,
કોઈ પૂછે નહીં મારી જાત. 

લાગે જ ને પછી આઘાત
ત્યાં કેવું શિક્ષણ અને વળી 
કેવી સમતાની વાત !!?
જ્યારે શિક્ષિત લોકો જ
પૂછે શું તમારી જાત ?

સદીઓ પછીય પણ
દાયકાઓ પછી પણ,
કાલે પણ,આજે પણ
સંવિધાનની સાક્ષીમાં
કાળા પડછાયા જેમ
આ પ્રશ્ન છોડે નહીં સાથ
કોઈ અતૃપ્ત ગણિકા જેમ 
પકડી રાખે મારો હાથ

આવે નહીં ઊંઘ આખી રાત.
જ્યારે કોઈ પૂછે મને મારી જાત.

રાહ જોઉં છું રાહુલ
ઉગે કોઈ એવી પ્રભાત 
જ્યાં હોય સમતા, બંધુતા 
અને એક્ત્વની વાત,
જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત.
જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત.

-રાહુલ વણોદ
મો.8000739976 #ડર લાગે છે.

#ડર લાગે છે.

10 Love

f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

જે આવે છે એ બધાં ગોખીને ચાલ્યા જાય છે,
હું એ પુસ્તક છું જેને બહું ઓછા સમજી શકે છે.

                      _rahul vanod #જાય છે

#જાય છે #poem

10 Love

f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

#જશે..

#જશે..

123 Views

f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

#krishna_flute
f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

પહેલાં સંવાદ,ચર્ચા, અને પછી દલીલ થાય છે.
કંઈ ખબર ના હોય વાતની અને વકીલ થાય છે.

નીકળ્યું છે એક ટોળું સમાજ સેવા માટે એમાં,
મેંઢો મહેમાન' ને સાચો માણસ જલીલ થાય છે.

કરે એ કામ નાનું અને બતાવે બધે એ નામ મોટું,
સ્વાર્થ કાજે સમાજ સેવા એવું મને ફિલ થાય છે.

હતી જરૂર બધાયની ત્યારે એકલો જ હતો એ,
લૂંટી ગયાં પછી એને,મદદ માટે મહેફિલ થાય છે.

એકજુથ કંઈ રીતે થવું એ કાંકરા પાસેથી શીખો,
એક એક ભેગાં મળે છે પછી જ સાહિલ થાય છે.

                  - રાહુલ, વણોદ #થાય છે

#થાય છે #poem

9 Love

f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

તે અંગત નામોની યાદીમાંથી બહાર મને રાખ્યો છે.
હાલ ચાલ પૂછવા ખાલી વ્યવહાર હવે રાખ્યો છે.

જોઉં છું કોણ હારે છે પહેલાં આ પ્રેમની રમતમાં,
તે જખ્મ, તો અમેય હવે મરહમ તૈયાર રાખ્યો છે.

એટલે જિંદગીની મજા નથી માણી શકતા આપણે,
ભૂલીને આજનાં સુખને ભવિષ્યનો ભાર રાખ્યો છે.

આગળ નથી વધાતું ને હવે પાછળ નથી જવાતું,
આગળ કૂવો,પાછળ ખાઇ ને વચ્ચે મને રાખ્યો છે.

આજે સાવ અજનબી બનીને નીકળે છે રસ્તામાં,
એક સમયે જેઓએ એમનાં દિલમાં મને રાખ્યો છે.

મને જોઇ મોં ફેરવી લીધું એ વાતની સાબિતી છે કે,
તે મારી વફા ભુલ્યા છે પણ યાદ તો મને રાખ્યો છે.

કોઇ ખોટો દિલાસો દેવાની કોઇ હિંમત ના કરે તેથી,
અમેં તો દુઃખ-દર્દમાંય પણ હસતો ચહેરો રાખ્યો છે.

કામ પડશે એટલે એ જ સામે ફોન કરશે "રાહુલ" ,
છે તે સ્વાર્થી, નંબર એણે તારો સેવ કરી રાખ્યો છે.
    
                         - રાહુલ,વણોદ #રાખ્યો_તે..

#રાખ્યો_તે.. #poem

13 Love

f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

ખબર નહીં કેમ !!!?
મને મુસલમાનોથી ડર લાગે છે..
મારાં ફેવરિટ એક્ટર સલમાન ખાન,
 શાહરુખ ખાન અને આમિર ખાન છે.
અને એમાંય સલમાન ખાનની ફિલ્મ
 "બજરંગીભાઇ જાન" 
તો મને બહું જ ગમે છે..
પણ મને એમનાંથી ડર નથી લાગતો
પણ મને મુસલમાનો ડર લાગે છે..
હું જ્યારે ટીવીમાં ક્રિકેટ જોઉં છું ત્યારે મોહમ્મદ શમી જ્યારે
 બોલિંગ કરે છે અને સ્ટમ્પ ઉડાવી દે છે ત્યારે
 હું ઘણો ખુશ થઇ જાવ છું. અને તાળી પાડું છું.
હું એમનાથી પણ નથી ડરતો 
પણ હું મુસલમાનોથી બહુ જ ડરું છું.
આપણાં દેશનાં મહાન વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામ 
હતાં અને હું એમને મારા આદર્શ માનું છું.
પણ હું એમનાંથી પણ નથી ડરતો.
પણ હું મુસલમાનોથી બહું જ ડરું છું.
કદાચ હું પહેલો એવો હિન્દૂ છું જેણે 
મુસલમાનોને આટલો પ્રેમ કર્યો હોય..
હું બહુ જ પ્રેમ કરું છું મારા મુસલમાન ભાઇઓને..
પણ છતાંય હું મુસલમાનોથી ડરું છું.
અને હું એ મુસલમાનોથી પણ નથી
 ડરતો જેમને ખુદરતે બનાવ્યાં છે.
પણ હું એ મુસલમાનોથી ડરું છું કે જેમને
 આ છાપાવાળાઓએ, ટીવી ન્યૂઝ વાળાઓએ અને
 રાજકારણીઓએ મને અને તમને બનાવ્યાં છે.
હા, મને બહું જ બહું જ ડર લાગે છે..
એ મુસલમાનોથી..
                                - રાહુલ, વણોદ #મને_ડર_લાગે_છે..

#મને_ડર_લાગે_છે.. #poem

8 Love

f4570b9055bf0c0d8863a8458728fcf8

Rahul kumar

પક્ષીઓનાં કોલાહલને...
પર્વતોની ઊંડી ઊંડી ખીણોને...
નદીઓ અને ઝરણાઓમાં ખળખળ વહેતાં
 નિર અને એમાં ડૂબકી લગાવતી માછલીઓને...
ફૂલની કોમળ પાંખડી ઉપર બાઝેલા ઝાકળને...
જંગલમાં સુકાઈને ઝાડ પરથી ખરી ગયેલાં પાંદડાંઓને...
હમણાં આવીને પેલાં હરણા ચરી જશે એ ખબર 
હોવાં છતાં પોતાની મસ્તીમાં ઊગેલા ઘાસને...
આભમાં ગર્જતાં વાદળોનો અવાજ સાંભળીને
 નાચી ઊઠતાં મોરને...
પોતાની માં ભોમની સરહદ ઉપર રક્ષા 
કરતાં સૈનિકની વર્ધિને..
કોઇ નવ યુવનાનાં જોબનને...
તેનાં છમ છમ કરતાં પાયલનાં ઝણકારને...
કોઇ નવોઢાનાં હાથે મુકેલી મહેંદીને..
કોઇ પણ કારણ વગર સ્મિત કરતાં નાના બાળકને...
આખો દિવસ કામેથી થાકી આવીને પણ 
પોતાની નાની દીકરીને ખભે બેસાડનાર પિતાને...
દરિયાનાં ઉછળતાં મોજાથી ભીની થયેલી રેતને...
પોતાનાં પ્રેમીનાં આગમનની રાહ જોઇ વસ્ત્રાભૂષણ
 પહેરી ઘર સજાવી તૈયાર થયેલી વાસરશપ્યાને..
પોતાનાં પરદેશી પતિના વિરહમાં ઝુરતી પ્રોષિતભર્તુકાને..

મેં પૂછ્યું... પ્રેમ એટલે શું !!!?? 

અને જવાબમાં માત્ર મને મળ્યું
 સ્મિત, આંસું અને નિ:શબ્દ મૌન..!!
                  
                   - રાહુલ, વણોદ #પ્રેમ...

#પ્રેમ... #poem

8 Love

loader
Home
Explore
Events
Notification
Profile