Nojoto: Largest Storytelling Platform

New love quotes in gujarati writing Quotes, Status, Photo, Video

Find the Latest Status about love quotes in gujarati writing from top creators only on Nojoto App. Also find trending photos & videos about, love quotes in gujarati writing.

    PopularLatestVideo

Thakkar Doli

love# poetry # Gujarati quotes #nojotophoto

read more
 love# poetry # Gujarati quotes

Pritesh Vadgama

તેમણે આજ રાતે મળવા આવવાનું કહ્યું તું મને
અને તે ના આવ્યા,
પછી તો રાતે પણ કહી દીધું કે,
એ આગિયા આ રાત તુજ પર ઉધાર રહશે સદા. #gujarati #quotes #love #missingher

Zarna dayma

યાદ આવે મને આપણું મિલન..
કેવું  હતું  એ અદ્ભુત  મિલન..

અભ્ર  નીલુંને  ધરતી  ભીની,
વરસાદ માં એ પહેલું મિલન..

કણકણમાં વ્યાપી રહ્યોતો પ્રેમ,
તારું  ને   મારું  એવું   મિલન..

અનિમેષ આંખે જોઈ રહ્યા,
આવું હતું એ સુંદર  મિલન..

આમ ક્યાં જતા રહ્યા છો તમે?
આવો તો થાય આપણું મિલન..

એવી ઘડી, એવી જ ક્ષણ,
ક્યારે    થશે    પુનઃમિલન..

વાટ  જુએ છે  મારા નયન,
ક્યારે  થશે આપણું મિલન?

- ઝરણા દાયમા✍️ #Love #Nojoto #story #writing #gujarati #Poetry

Zarna dayma

હવામાં તું, ફિઝામાં તું,
વૃક્ષોની આ ઘટામાં તું.

નદીઓમાં તું, ઝરણાંમાં તું,
પાણીના ઊંડા સાગરમાં તું.

મનમાં તું, ને તનમાં તું,
મારી તો રગેરગમાં તું.

ભૂમિ પર તું, ગગનમાં તું,
મારી ભીની યાદોમાં તું.

અત્ર તું અને તત્ર તું,
અત્ર-તત્ર જ નહિ સર્વત્ર તું.

કાગળમાં તું, કલમમાં તું,
મારા દરેક શબ્દોમાં તું.

જાગતાં તું ને સૂતાં તું,
અને સપનાંઓમાં તું.

જીવનમાં તું, મૃત્યુમાં તું,
મારી અંદર ભીતરમાં તું.

- ઝરણા દાયમા✍️ #Love #Nojoto #story #writing #gujarati #Poetry

Harsh Patel

મારો જીવન સાથી 



  એનો રહે એ
તોય મારો લાગે છે
  જીવનસાથી

~ હર્ષ પટેલ #lifepartner 
#Love 
#quotes
#haiku
#gujarati

Zarna dayma

nojoto #gujarati #writing #samay

read more
સમય પાસે સમય નથી કે 
એ બધાનો સમય જોવે,
ને કોઈની પાસે તાકાત નથી
 કે સારા સમય ને રોકે.! #nojoto #gujarati #writing #samay

Noopur Chhaya

મેં તો એક લીટી જ લખી હતી....
ત્યાં તો આખે આખી દુનિયા વર્તાય ગઇ..
સમજવા વાળા "સમજી" ગયા..
પોતાના ઓ "રીસાઈ" ગયા...
ને અજાણ્યાઓ એ "વાહ વાહ" કરી જાણી.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૧/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #writing #gujarati #gujaratimessage

Rathod Alpesh Official

એક બાજુનો સફર મન્ઝિલથી પણ ખૂબજ સુંદર છે
એક તરફી ચાહત મને એ પણ યાદ જરૂર છે 

એક તમારી ના મંજૂરી ના જાણે કેમ હૈયે અંદર છે
શતક સુધી મારી અંગત બસ એક તમારી જ તસ્વીર છે 

હજારો આવે દિલના મેળે, ના કોઇ જાઁ-નિસાર છે 
જેમાં દિલને આનંદ છે તેમાજ મારી સતત દિલહાર છે

કોય કઇ રીતે સમજે એ એવા જખમ ભરેલા પ્રેમને
તેમની ચાહતમાં સામિલ એવા ખાસ વ્યક્તિ જે સંસાર છે

આ અંધાર પૂરી દુનિયા મારી ખાલી હકીકતમાં જ છે 
જોવતો ખરી અહેસાસ વળી મારી દુનિયા તારા વગર છે

કેમ ના રહી રાહ બીજાં કોઈ જીવન સંગ સાથની 
છું હઝુ તે સાથે, કોરે ખૂણે લાગણીઓ દિલ રાખી ફરે  છે

એક જીવે છે જીવનમાં હવે મનનું જીવડુ મારું  
બસ દિલને મારા ચેન એક તારી ખુશીની ખાતર છે 

મને છુ ખબર હતી કે આ હૈયાની ધડકનની ધડક 
એક તારી સાથેજ હૈયે ને હૈયું ધડકતા રહેવાનું આખર છે

હા હું એ પલ અને દિવસને યાદ કરીને મનાવુ છુ
જ્યારે મે એ સમયે કહ્યું તમારાથી પ્રેમ મને ભરપૂર છે 

કોણ જાણે છે કિન્તુ મારી અનંત ભાવનાવો વિશે
જેણે આજે પણ "અલ્પેશ" દિલમાં સમાવીને ઝીકર કરે છે #true_love #love #poetry #gujarati #quotes #shayari

Zarna dayma

story Love Life Poetry writing gujarati poem

read more
Girl quotes in Hindi દર્દને બસ સહન કરતી રહી,
ને ઝખ્મોને ભરવાનું જ ભૂલી ગઈ..

માર્ગમાં બસ ચાલતી રહી એકલી,
ને મંજિલ ક્યાં છે તે જોવાનું જ ભૂલી ગઈ..

રાત્રિએ બસ તારાઓ ગણતી રહી,
ને ચંદ્ર પર નજર કરવાનું જ ભૂલી ગઈ..

વિચારોમાં બસ હું ડૂબતી રહી,
ને એનું તારણ કાઢવાનું જ ભૂલી ગઈ..

હાથમાં બસ કલમને પકડી બેસી રહી,
ને શું લખવા બેઠી એ જ ભૂલી ગઈ..

સંબંધોમાં બસ જીવનને શોધતી રહી હું,
એ ગૂંચવણમાં જિંદગી જીવવાનું જ ભૂલી ગઈ..

-ઝરણા દાયમા✍️ #Nojoto #story #Love #Life #Poetry #writing #gujarati #poem

Zarna dayma

માનું  છું  કે તને  સમજવા માં જરાક  મને વાર થઈ,
પણ સમજી ત્યારે જ્યારે તને સમજવાની ચાહ થઈ.! #nojoto #gujarati #shayri #writing #chah
loader
Home
Explore
Events
Notification
Profile