Find the Latest Status about gujju quotes gujarati 390 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujju quotes gujarati 390.
neel
green-leaves જે મહીં વસેલો છે શોધું હું તેને કંકણ પત્થરમાં તલાશ ખુદની પછી કેમ થાય પુરી જીવતરમાં પડે છે નઝર જયાં ત્યાં થાય છે અનુભવ એનો ઘડીકમાં દેખાય ને થાય અલોપ હરેક અવસરમાં કરૂં છું પ્રયાસ કે તે ઘટવાસી સમજે મારા મૌનને પણ ખુદ ના કર્મ થકી હું નડુ છું ખુદને નડતરમાં ભીતર પર્વત પડ્યો અહંકાર નો મારી ધારણાથી ક્યાંથી મળે ધારા અમૃતમય મારા આ ઘડતરમાં કાશ થઈ જાય પુરી ભટકન હવે એક જ જાટકે શૂન્યતા થી જાઈને પરે મળે સ્થિરતા કૈ અંતરમાં આ મારા અંતર માં બહુ શોરબકોર છે સન્નાટાનો મળે ખરી શાંતિ કોઈ વિરલાને કઈક મનવંતરમાં શ્વાસની આવજાવ વચ્ચે રહી જાય છે ખાલીપો નિલ એ જ મારગથી તું ઉતરી જા હવે ભીતરમાં ©neel #GreenLeaves #gujarati #kavita #Life
#GreenLeaves #gujarati #kavita Life
read moreneel
Unsplash ના દર્દ છે હવે કોઈ ખુશીઓથી ના તો ખુશીઓથી પણ કોઈ દર્દ છે બહુ જ લાચાર બનાવી નાખ્યો છે જિંદગીએ મને.... ©neel #Book #Shaayari #gujarati #Life
neel
Unsplash રોજ વધતાં રણની ચર્ચા ના કરો, રેતના સગપણની ચર્ચા ના કરો. આવ જા છે ખાલી શ્વાસોની અહીં, આવતી અડચણની ચર્ચા ના કરો. આયનો મોફટ ઘણું ચોખ્ખું કહે, બસ હવે ઘડપણની ચર્ચા ના કરો. જળ ને મૃગજળમાં તફાવત હોય છે પ્યાસ છે સમજણની, ચર્ચા ના કરો. શોધ ચાલે છે આ શેની ભીતરે? કોણ છે એ! જણની ચર્ચા ના કરો. ધાર્યું એવી જાત પણ હોતી નથી, નીલ બસ કારણની ચર્ચા ના કરો. - નિલમકુમાર બુધ્ધભટ્ટી ©neel #snow #gazal #gujarati #Life
neel
White એમ ખાલી તપથી સગપણ ના પુછો. કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો. પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને, છે કશાયોના એ તો ધણ ના પુછો. આ કદમ ચાલે તો છે ઉત્સાહથી, તે છતાં શાને છે અડચણ ના પુછો. કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું, હું નથી શાને હું? કારણ ના પુછો. છળ કપટની વાત સમજણથી કરું, દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો. ચૂપકીદી નીલ સારી તો નથી. કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો. - નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ) ©neel #sad_quotes #gazal #gujarati #life
#sad_quotes #gazal #gujarati life
read moreneel
Unsplash અપેક્ષા નહીં! તો ઉપેક્ષા સહી લેશું, કહેશો તમે જે એ રીતે રહી લેશું. છે મળવાનો આનંદ વધારે નથી કાંઈ, ને ખુદમાં વિરહ વેદના પણ ધરી લેશું. હજી યાદ છે સઘળું ભૂલી જવાનું તે, બને એટલી કોશિશો પણ કરી લેશું. ઘણીવાર હું ખુદને પામી તો ગયો છું, આ સમંદર ને ખુદમાં હવે તો ભરી લેશું. હશે! થોડી અગવડતા પણ નીલને પડશે, છે ભીતરના દ્વંદો બધાં પણ! લડી લેશું. - નિલમકુમાર બુધ્ધભટ્ટી - અંજાર ©neel #lovelife #Poetry #Life #gujarati
kbir
Dhruv Solanki
મારાં કોરા આતમ ની છે રોમ રોમ ભીંજી, ખખડેલા મનડા ની વાત લઈ..! હૈયું પણ હળગ્યું છે હાય લઈ... રુયે દલડુ એ દલડા ની માય રઈ... હું માંડ ભૂલેલો જેમ તેમ વાત જેની, આંખો ના પરદે ફેલાઈ ગઈ..! જાણે પાણી માં ગાંઠ પડાઇ ગઈ... આભ ફાટ્યું ને માથે છે કાઈ નઈ... - - - - - - - - - - - - - - - - - મારાં કડવા કરમ વાર વાર જોયા ઝીલી, ક્યાંય દીઠ્યો ન એકેય વાળ મઈ..! રૂડા મોતીડાં છીપલા ની પાળ મઈ... છોડો; મેલો; આ મોળો કંસાર ભઈ... ©Dhruv Solanki #sadak #gujju #gujarati #sad #sad_shayari #Sad_Status #dilkibaat #Dil #heratbroken
sadak gujju gujarati sad sad_shayari Sad_Status dilkibaat Dil heratbroken
read moredaksh
White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે મારા જીંદગી ના કાપડ ના ફાટી ગયેલી ખુશીઓને સાંધવા તું જોઈએ છે... . . . ©daksh #Sad_Status #ગુજરાતી #gujarati
#Sad_Status #ગુજરાતી #gujarati
read more