Find the Latest Status about rr 40500 from top creators only on Nojoto App. Also find trending photos & videos.
प्रकाश " प्रिये"
શબ્દાંજલિ ભેંકાર ઘરનાં ઓરડે, ના હાજરી તારી રહી; તારા વિયોગે જીવવું, મા એજ લાચારી રહી. એજ પળદા ને એજ બારી, એજ અલમારી રહી; અદલો-અદલ એ છે બધું, ના માવડી મારી રહી. આશિષ રૂપે તારા મને, સુખ છે મળ્યું સો વાતનું; કોને કહું? પણ તે છતાં, દુનિયા હવે ખારી રહી. અશ્રુ ભરેલી મે દીઠી, હર આંખ તુજને જાણતી; સંઘર્ષમાં પણ તે ઘસેલી, જાત અણધારી રહી. દુઃખ હો ભલે મેરુ સમું, વખત વિસરાવે છે, ખરું? ભૂલાય ના મમતા કદી, પાંપણ સદા ભારી રહી. બાને હતું શું? સૌ પૂછે, ચાલી ગઈ ચૂપચાપ તું! વાત કરવાને જગતને તો ફક્ત બીમારી રહી. સગપણ બધા તારા થકી, તું હેતની તાકાત મા; પરિવારને સદ્ભાવથી તું, બાંધતી દોરી રહી. નિઃસ્વાર્થ તારો પ્રેમ પામ્યો, ધન્ય મારું આયખું; ઋણ ચૂકવી શું શકું? મા, તું સંત ઉપકારી રહી. પાછી તને જોઈ શકું ના, લાખ વાના છો કરું!; સ્મિતે મઢેલી આખરી,"પ્રિયે" છબી પ્યારી રહી. ©प्रकाश " प्रिये" #Fire ગુજરાતી કવિતા Nîkîtã Guptā Pradeep Soni Andy Mann ɴᴀᴅᴀɴ_______ᰔᩚ________√ RR Singh #maa #gujarati #gazal