Nojoto: Largest Storytelling Platform

ચંદ્રકલા ચંદ્રકલા નામ બોલવા જતા પહેલા, જીભ તાળવે

ચંદ્રકલા

ચંદ્રકલા નામ બોલવા જતા પહેલા, 
જીભ તાળવે અડકી ને થોડી લપસાય પછી
દાંત ને અડકે, અને તરતજ ફેલાયેલ હોઠ થોડા સંકોચાય, 
પછી જીભ, ઉપર અને નીચે નાં દાંત વચ્ચે રહી ને 
બન્ને ને ધક્કો મારે,અને તરતજ "દ્ર" નીકળે, 
ત્યારબાદ જીભ અંદર નાં શૂન્યાવકાશ માં રહી ને જ "ક" શબ્દ ઉચ્ચારે 
અને છેલ્લે, ઉપર નાં દાંત ના તાળવે થી અડકી ના અડકી થઈ, 
મુખારવિંદ ને ખોલી દે ત્યારે એક નામ બહાર આવે. 

ચંદ્રકલા......

હા એજ.

જેને હું કાના માત્રા ની મથામણો માં પડ્યા વગર, 
કોપીરાઇટ મારા પૂરતા સીમિત રાખી ને પ્રેમ થી સીધી પલક કહું છું. 


વિજય ગોહેલ "સાહીલ"

©Vijay Gohel Saahil
  #ghazal#poetry#poetrylovers#ghazals#gujaratipoem#gujaratidiwriting#gujaratisahitya#unique#gujaratinovel#gujarativarta