Nojoto: Largest Storytelling Platform

જીવનમાં એક સમય એવો આવે છે કે, તમને ના તો સબંધોમાં

જીવનમાં એક સમય એવો આવે છે કે, તમને ના તો સબંધોમાં કોઈ રસ રહે છે ના તો  જીવનના પ્રસંગોને માણવામાં...એ બધાં જ મોહથી ભયમુક્ત થઈ જાય છે..
ધ્યેય પાછળ સર્વસ્વ હોમી દેવા છતાં
વારંવાર મળતી નિષ્ફળતા એ પછી સબંધોમાં હોય કે ઉજ્જવળ ભવિષ્યની માટે કારકિર્દીની બાબત હોય કે પછી વ્યક્તિને ઓળખવામાં હોય ...પણ એ નિષ્ફળતા માણસને હતાશા તરફ દોરી જાય છે, એક ઉમદા વ્યક્તિત્વનું કુંપણ ઊગતા જ કરમાઈ જાય છે પછી તે વ્યક્તિમાં ન તો સંવેદનશીલતા નો છાંટો વધે છે ન તો કોઈ લાગણીનો લગાવ....બસ વધે છે તો ફક્ત ભૂતકાળમાં મળેલી થોડીક પ્રશંસા થોડાક આઘાત અને થોડાક ભ્રામક સપનાઓ...
#અંતરની_વાતો_અનંત_સાથે
— સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’

©Siddharth Rajgor 'અનંત'
  #kitaabein #quotes #OpinionandThought