Nojoto: Largest Storytelling Platform

આવી ગયો છે સમય - આવી ગયો છે સમય એને મળવાનો તેથી

આવી ગયો છે સમય 

- આવી ગયો છે સમય 
એને મળવાનો તેથીજ

- જાગી ગયો છું હું, ઊંઘમાંથી નહિ 
પણ અંતરાત્મા થી

- કમર કસી લીધી છે મેં, કસરત કરીને નહિ
પણ મારા મન થી

- નાહી લીધું છે મે,  પાણીથી નહિ
પણ હર્ષના આંસુ થી

- પેટ ભરી લીધું છે મે, ખાવાનું ખાઇને નહી
પણ બધું ભોગવીને

- વળી પચાવી પણ લીધું છે મે,  ચાવી ચાવીને નહિ 
પણ બધું અનુભવીને

- જાણ કરી દીધી છે મે, ફોન થી નહિ 
પણ મારા વર્તનથી

- હવે બોલાવે છે એ,  કોઈ પ્રેયસી નહિ,
પણ મારો પરમેશ્વર એ

- આવી ગયો છે સમય એને મળવાનો 🙏

©kaipan
  #poeatry #kaipan