Nojoto: Largest Storytelling Platform

એક પતંગની આત્મકથા.... કે પછી એક Senior citizenની

એક પતંગની આત્મકથા....
કે પછી એક Senior citizenની 
લખ્યા પછી નક્કી નથી કરી શકતો....

કાલે મને ખૂબ ચગાવ્યો ને ખુબ સાચવ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે

કાલે મારા ભાવ બોલાયા ને ખુબ વધાવ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે

કાલે ચારે દિશામાં હું ખૂબ ઘુમ્યોને ખૂબ જીવ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે

કાલે મને શણગાર્યો સજાવ્યો ને ખુબ વખાણ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે

કાલે મારાથી, મારા  જેવાને  જ  કાપ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે.. 

જયકિશન દાણી
૧૫-૦૧-૨૦૨૪

©Jaykishan Dani kite
એક પતંગની આત્મકથા....
કે પછી એક Senior citizenની 
લખ્યા પછી નક્કી નથી કરી શકતો....

કાલે મને ખૂબ ચગાવ્યો ને ખુબ સાચવ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે

કાલે મારા ભાવ બોલાયા ને ખુબ વધાવ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે

કાલે ચારે દિશામાં હું ખૂબ ઘુમ્યોને ખૂબ જીવ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે

કાલે મને શણગાર્યો સજાવ્યો ને ખુબ વખાણ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે

કાલે મારાથી, મારા  જેવાને  જ  કાપ્યો
આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે.. 

જયકિશન દાણી
૧૫-૦૧-૨૦૨૪

©Jaykishan Dani kite