Nojoto: Largest Storytelling Platform

કલમ સાથે મારે ક્યાં કોઈ સબંધ હતા ? પણ સાચું સગપણ

કલમ સાથે મારે 
ક્યાં કોઈ સબંધ હતા ?
પણ સાચું સગપણ 
મારા અંતર નું છે...!!
કલ્પનાઓનું તોફાન આવે જ્યારે,
અંદર નો આઝાદ કહે ત્યારે, 
કે આ સબંધ તો અત્તર નો છે...!!

સમય બાધ નથી રહેતો, 
જ્યારે કલમ ઉપાડું ત્યારે,
જાણે કંઈક કલ્પનાઓ, 
મારે મસ્તિષ્ક પ્રવાસ કરતી હોય...!!
મારી કીર્તિ લુપ્ત થાય છે આ જગતમાં, 
જાણે એમ કહી ને કવિતા ની રચનાઓ 
મારે ઉર નિવાસ કરતી હોય...!!

સ્વ ના કામના સ્વાર્થ થી બધા ભેગા થયા અહીં,
જાણે આંખે અભણ ની પટ્ટી બાંધી હોય...!!
લાગણી થી સભર થઈ મારી વેદનાઓ એ,
જાણે કાગળ ને મારી રચનાઓ ને સાંધી હોય...!!

કલમ મારી થાકતી નથી, 
અને થાકશે પણ નહીં વર્ષો વર્ષ...!!
કવિતા કોઈ એક દિવસ નહિ, 
પણ વ્હેતી રહે છે વર્ષો વર્ષ...!!
 #motabhai #yqmotabhai #kavita #kavitadivas
કલમ સાથે મારે 
ક્યાં કોઈ સબંધ હતા ?
પણ સાચું સગપણ 
મારા અંતર નું છે...!!
કલ્પનાઓનું તોફાન આવે જ્યારે,
અંદર નો આઝાદ કહે ત્યારે, 
કે આ સબંધ તો અત્તર નો છે...!!

સમય બાધ નથી રહેતો, 
જ્યારે કલમ ઉપાડું ત્યારે,
જાણે કંઈક કલ્પનાઓ, 
મારે મસ્તિષ્ક પ્રવાસ કરતી હોય...!!
મારી કીર્તિ લુપ્ત થાય છે આ જગતમાં, 
જાણે એમ કહી ને કવિતા ની રચનાઓ 
મારે ઉર નિવાસ કરતી હોય...!!

સ્વ ના કામના સ્વાર્થ થી બધા ભેગા થયા અહીં,
જાણે આંખે અભણ ની પટ્ટી બાંધી હોય...!!
લાગણી થી સભર થઈ મારી વેદનાઓ એ,
જાણે કાગળ ને મારી રચનાઓ ને સાંધી હોય...!!

કલમ મારી થાકતી નથી, 
અને થાકશે પણ નહીં વર્ષો વર્ષ...!!
કવિતા કોઈ એક દિવસ નહિ, 
પણ વ્હેતી રહે છે વર્ષો વર્ષ...!!
 #motabhai #yqmotabhai #kavita #kavitadivas