Nojoto: Largest Storytelling Platform

મુજ તણખલાને એમણે દીધી પહાડ સમી હિંમત, એક એજ હુંફ અ

મુજ તણખલાને એમણે દીધી પહાડ સમી હિંમત,
એક એજ હુંફ અને લાગણીમાં અંકાય જ્યાં કિંમત.

વાત્સલ્યના વહેણમાં મારા શબ્દોનું જ્યાં થયું ઘડતર,
ચેતના આપી નામની જેમ કર્યું મારા વિચારોનું ચણતર.

મારી ભૂલોને એમણે સફળતાની મંઝિલ હંમેશ આપી,
સમયના સથવારે આકાર આપી એમને કલમને માપી.

સતત હસતાં રહી દુખને સસ્તા કરી જીવતા શિખવ્યું,
સંબંધોમાં પગલાં સંભાળી લાગણી સીવતા શિખવ્યું. 

ખુલતી લાગણીઓને મળ્યું તમારા પ્રેમનું એક સરનામું, 
જન્મદિવસની જેમ ખુશીઓ ગોતે રોજ તમારું સરનામું.  Chetna Bhatia #mom #mother #motivation #life #love #zindagi #yqgujarati #yqmotabhai