Nojoto: Largest Storytelling Platform

નામ :- ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ' શબ્દ:- વિડિયો

નામ :- ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ'
શબ્દ:- વિડિયો પરથી રચના
શીર્ષક:- હીંચકોલા

અષાઢ માસે શીતળ સમીર વાય ડોલમડોલા,
બે'ક છાંટા વરસાદે તો મનડું ખાય હીંચકોલા.

લોક આંધણ લાપસી કેરાં ચૂલે હરખથી મૂકે,
ગોરંભાયેલા વાદળો જોઈ મોર હલકથી કૂકે,
વનવગડામાં નાચી ઊઠે ચાતક કબૂતર હોલાં! 

ડુંગર કેરી ખીણમાં ઝરણાં ખળખળ વહેતાં ભાગે,
નિસર્ગની સુંદરતામાં હરદમ પળપળ રહેતાં આગે,
મેઘધનુષી રંગો આભમાં નિખરી ઉઠે અણમોલા!

વરસાદી છાંટા ઓઢીને મન ઊડતું પંખીની પાંખે,
પારેવાં કેરો કંઠ ઘૂંટીને દિલ ઘૂઘતું વડલાની શાખે,
ઝાડની બખોલમાં બેસી ચહેકે ચકલાં ખીસકોલાં!

✍️ ડો. વિરેન્દ્ર મોરારજી ડોલાસિયા..
તારીખ:- ૨૭/૦૬/૨૦૨૩..

©Jaykishan Dani #raining