Nojoto: Largest Storytelling Platform

દિશા "થેંક્યુ મમ્મી" દિશા એ ફોન પર જવાબ આપ્યો, વાત

દિશા
"થેંક્યુ મમ્મી" દિશા એ ફોન પર જવાબ આપ્યો, વાત કરતી વખતે એની નજર સતત ઘડીયાળ પર હતી. "ના માં, આજે તો નહીં આવી શકાય 3 તો વાગ્યા અને તને તો ખબર છે ને સાંજે તો એવોર્ડ-ફંક્શન છે,અને તારા જમાઇ ઉદૃગમ કેટલા ઉત્સાહમાં છે આજનાં આ ફંક્શન માટે...હું એકાદ-બે દીવસમાં આવીશ તારી પાસે." ઝડપથી ફોન પર વાત આટોપી દીશા તૈયાર થવાનું શરૂ કરી દે છે. ઉદૃગમ આવે એ પહેલા એને તૈયાર થઈ જવાનું હતુ. ઉદૃગમ રૂમમાં આવે છે અને એક મિનીટ તો જોતો જ રહી જાય છે એ દિશાને. એ દિશા તરફ આગળ વધી એને બાવડેથી જકડીને એકદમ નજીક થી જુએ છે, એના ચહેરા પર સ્મિત આવે છે. એ દિશાને છોડે છે ત્યારે દિશાના બાવડા પર ચાંભુ હતુ. બંને જણા ફંકશનમાં સમયસર પહોંચે છે, બધાનાં દિશાનાં સૌંદર્ય અને તૈયાર થવાની કુનેહ માટેનાં અભિવાદન ઝીલતાં આગળની હરોળમાં ગોઠવાય છે. આખરે એ સમય આવે છે જેના માટે ઊદૃગમ આતુર હતો. મંચ પર થી જાહેરાત થાય છે  "બેસ્ટ મેક-અપ આર્ટિસ્ટ ઓફ ધ ઈયર ઇઝ દિશા ઉદૃગમ પાઠક", દિશા હસતા ચહેરે મંચ પર એવોર્ડ લેવા પહોંચે છે ત્યારે દિશાનાં બાવડા પરનું ચાંભુ અને સવારે જ હોઠ પર પડેલો ચીરો ગાયબ હતા આંખ નીચે બે દિવસ પહેલાં પડેલા ચાંભાની જેમ અને ઉદૃગમનાં ચહેરા પર હાજર હતું એ સ્મિત જે રૂમમાં દિશાને જોઇને એનાં ચહેરા પર આવેલું એ કુટિલ સ્મિત. #દિશા #ગુજરાતી #મોટાભાઈ #yqmotabhai #microtale #yqgujarati #gujarati #story

darshnaraval4179

Darsh

New Creator

#દિશા #ગુજરાતી #મોટાભાઈ #yqmotabhai #microtale #yqgujarati #gujarati #story