Nojoto: Largest Storytelling Platform

આસો વદ અમાસ ને અંધકાર નો ઘેરો એમાં ઉજાસ નો ઉત્સવ દ

આસો વદ અમાસ ને અંધકાર નો ઘેરો
એમાં ઉજાસ નો ઉત્સવ દિવાળી નું આગમન
શહેર આખું ઝાક ઝમક થી ઝગમગતું
એક ઝૂંપડું દેખાય છે સુનું અંધકારમાં ઘેરું

બેની બેઠી બારણે જુએ પિતા ની રાહ
માં પડી બીમાર ખાટલે બાજુમાં ભઈલો બાળ
સ્થિતિ ગરીબડી ઘરની એમાં મજૂરી પિતાની
આવક કરતાં જાવક વધુ ને  માંદગી નું દુઃખ

નાનકડાં આ ઘર માં અજવાસ નું નહિ નામ
બાળમન રડતું ધીમે પૂછતુ માં ને ધીરે

"પપ્પા ક્યારે આવશે ને મીઠાઈ ફટાકડા લાવશે 
હેં માં બેની ને કે ને બોલાવી આવે ઝટ
હશે ઘણું બધું લીધેલું આપણા માટે
પપ્પા એકલા કેમ લેશે માથે"

ચૂપ કરાવતી બેની કહેતી 
"હમણાં પપ્પા આવશે પણ કંઈ નહિ કરતો વેન
મમ્મી માટે દવા ની છે જરૂર 
પપ્પા ને કહી કવરાવતો 
જોઈ લેજે આ વખત ફટાકડા 
વીણીને વધેલા આપણે ગોતી આવીશું હોને"

આમ બાળ મન બિચારા ગરીબાઈ માં 
જુએ છે આવી દિવાળી

ફોડે છે ફટાકડા બીજા અને ખાઈ છે મીઠાઈ
વધેલી જેમ તેમ નાખે કચરા માં ને કરે છે બગાડ

બહુ બનેલા અમીરો નથી કરતા એનું ધ્યાન
રઝળતા આ બાળ ને કોઈ નથી આપતા

શોધે છે ક્યાંક વધેલા ફટાકડાં 
કોઈના પડેલા તો કોઈથી ના ફૂટેલા

શું ચાહો છો તમે મનાવો છો દિવાળી??
ના , તમે આરોગો છો દિવાળી અને ફોડો છો દિવાળી

ઉત્સવ આ અનેરો છે અંધાર માંથી અજવાસ નો
કોઈકના ઘર ને જોઇને એક દીવો ઝગમગાવજો ન્યા

આપજો મીઠાઈ કોઈ ભૂખ્યા ને 
અને કોઈ ગરીબ ને કરજો સહાય

આ અજવાસ આપશે તમને આનંદ અનેરો
મનાવશો ત્યારે સાચી દિવાળી ખરું થશે નિજ ભાન #yqgujarati #gujarati #diwali #દિવાળી #ગરીબો #ગરીબ  #દુઃખ #yqmotabhai YourQuote Motabhai
આસો વદ અમાસ ને અંધકાર નો ઘેરો
એમાં ઉજાસ નો ઉત્સવ દિવાળી નું આગમન
શહેર આખું ઝાક ઝમક થી ઝગમગતું
એક ઝૂંપડું દેખાય છે સુનું અંધકારમાં ઘેરું

બેની બેઠી બારણે જુએ પિતા ની રાહ
માં પડી બીમાર ખાટલે બાજુમાં ભઈલો બાળ
સ્થિતિ ગરીબડી ઘરની એમાં મજૂરી પિતાની
આવક કરતાં જાવક વધુ ને  માંદગી નું દુઃખ

નાનકડાં આ ઘર માં અજવાસ નું નહિ નામ
બાળમન રડતું ધીમે પૂછતુ માં ને ધીરે

"પપ્પા ક્યારે આવશે ને મીઠાઈ ફટાકડા લાવશે 
હેં માં બેની ને કે ને બોલાવી આવે ઝટ
હશે ઘણું બધું લીધેલું આપણા માટે
પપ્પા એકલા કેમ લેશે માથે"

ચૂપ કરાવતી બેની કહેતી 
"હમણાં પપ્પા આવશે પણ કંઈ નહિ કરતો વેન
મમ્મી માટે દવા ની છે જરૂર 
પપ્પા ને કહી કવરાવતો 
જોઈ લેજે આ વખત ફટાકડા 
વીણીને વધેલા આપણે ગોતી આવીશું હોને"

આમ બાળ મન બિચારા ગરીબાઈ માં 
જુએ છે આવી દિવાળી

ફોડે છે ફટાકડા બીજા અને ખાઈ છે મીઠાઈ
વધેલી જેમ તેમ નાખે કચરા માં ને કરે છે બગાડ

બહુ બનેલા અમીરો નથી કરતા એનું ધ્યાન
રઝળતા આ બાળ ને કોઈ નથી આપતા

શોધે છે ક્યાંક વધેલા ફટાકડાં 
કોઈના પડેલા તો કોઈથી ના ફૂટેલા

શું ચાહો છો તમે મનાવો છો દિવાળી??
ના , તમે આરોગો છો દિવાળી અને ફોડો છો દિવાળી

ઉત્સવ આ અનેરો છે અંધાર માંથી અજવાસ નો
કોઈકના ઘર ને જોઇને એક દીવો ઝગમગાવજો ન્યા

આપજો મીઠાઈ કોઈ ભૂખ્યા ને 
અને કોઈ ગરીબ ને કરજો સહાય

આ અજવાસ આપશે તમને આનંદ અનેરો
મનાવશો ત્યારે સાચી દિવાળી ખરું થશે નિજ ભાન #yqgujarati #gujarati #diwali #દિવાળી #ગરીબો #ગરીબ  #દુઃખ #yqmotabhai YourQuote Motabhai

#yqgujarati #gujarati #Diwali #દિવાળી #ગરીબો #ગરીબ #દુઃખ #yqmotabhai YourQuote Motabhai