Nojoto: Largest Storytelling Platform

આ ટાઢ બોવ વાય છે... સવાર સૌની હવે ઘણી મોડી

આ ટાઢ બોવ વાય છે...

સવાર  સૌની  હવે  ઘણી  મોડી   થાય  છે,
ને આ  ટાઢ પહેલાં  કરતાં  બમણી  વાય છે.

લડી લઈએ એ  વિચાર  ત્યારે  કયાં જાય  છે?
ટાઢ સામે જયારે હાથ ખિસ્સામાં રહી જાય છે!

પાથર્યા બે ને ઓઢ્યા ચાર આમ પથારી થાય છે,
તોય  પેલી ટાઢ  અંદર કયાંથી  પ્રવેશી જાય છે ?

એક એવો  અહેસાસ  કે, જે  હરેક વેળા થાય છે,
ટાઢું પાણી ને આ હવા જાણે દુશ્મન બની જાય છે.

એટલી હદે તો એ ગઇ નથી, છતાં સૌ મુંઝાય  છે,
બાનું એક  જ સૌની  પાસે આ ટાઢ બોવ વાય છે.

~ ગાહા વસીમ આઇ.

©vasim Gaha #Winter  #શિયાળાની_ઠંડી #શિયાળો #ટાઢ #ઠંડી

vasimgaha7376

vasim Gaha

New Creator

#Winter #શિયાળાની_ઠંડી #શિયાળો #ટાઢ #ઠંડી #કવિતા