Nojoto: Largest Storytelling Platform
vasimgaha7376
  • 128Stories
  • 162Followers
  • 1.2KLove
    0Views

vasim Gaha

કવિતાપ્રેમી પ્રોફેશનલ કવિ ✍️✍️✍️✍️ વધુ નથી કંઈ ભાર આમનો છતાં એ ભારે લાગે છે, કલમ ને કાગળ હંમેશા મને તલવારથી પણ ધારદાર લાગે છે. By_ Gaha vasim I.

  • Popular
  • Latest
  • Video
1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

પતંગ અને દોરાની મોજ...


ચારે તરફ બસ પતંગ અને  દોરાની મોજ,
આમાં પણ મજાના એ બાળપણની ખોજ.

નીચે નકરી દોડધામ ને  ભરચક  પેલું આભ,  
ફરી માથે મંડાણી જો પેલા વાદળોની ફોજ. 

પેચ બંનેનો ફરી જામશે ને કોણ કોને કાપશે ?
ધરા પર તો નથી કોઈ તો કઈ રીતે એ આંબશે?

ઠેક - ઠેકાણે,  ભર  બપોરે  ને   ખાવાને  ટાણે,
લુટવાને બેઠી છે   ભઇ  લૂંટણીયાઓની  ફોજ.

એક બાજુ એ શેરડી ને એક તરફ મમરાના લાડુ,
જિંદગીમાં આવા અવસર ભઇ આવે નહિ રોજ.

 ~ ગાહા વસીમ આઇ.

©vasim Gaha #makrsankranti_2021 #utrayan #મકરસંક્રાતિ

#makrsankranti_2021 #utrayan #મકરસંક્રાતિ #કવિતા

8 Love

1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

આવનારા એ વર્ષમાં...

આવી ઉભુ છે એ દ્વારે,
હવે તો કહો શું શું બદલાવ કરશો ?  
આવનારા એ વર્ષમાં.

કયાં સુધી ફેરવતા રહીશું
એ કેલન્ડરના પાનાઓને, 
જાતને બદલવાનું કામ કરીએ,
આવનારા એ વર્ષમાં.

બધું જ મળવું એ અસંભવ છે અહી,
જે મળે  એમાં જ  હવે  રાજી રહીએ,
આવનારા એ વર્ષમાં.

રહે નહી એક પણ તિરાડ સબંધોમાં,
એનીય  જરા  કાળજી  લઈએ,
આવનારા એ વર્ષમાં.

પળ એક પણ ન જાય માણ્યા વગરની,
એવી ધમાલ મસ્તીઓ કરીએ,
આવનારા એ વર્ષમાં.




~ ગાહા વસીમ આઈ.

©vasim Gaha #2021 #Happy_New_year  #happy_new_year_2021 #31december
1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

આ ટાઢ બોવ વાય છે...

સવાર  સૌની  હવે  ઘણી  મોડી   થાય  છે,
ને આ  ટાઢ પહેલાં  કરતાં  બમણી  વાય છે.

લડી લઈએ એ  વિચાર  ત્યારે  કયાં જાય  છે?
ટાઢ સામે જયારે હાથ ખિસ્સામાં રહી જાય છે!

પાથર્યા બે ને ઓઢ્યા ચાર આમ પથારી થાય છે,
તોય  પેલી ટાઢ  અંદર કયાંથી  પ્રવેશી જાય છે ?

એક એવો  અહેસાસ  કે, જે  હરેક વેળા થાય છે,
ટાઢું પાણી ને આ હવા જાણે દુશ્મન બની જાય છે.

એટલી હદે તો એ ગઇ નથી, છતાં સૌ મુંઝાય  છે,
બાનું એક  જ સૌની  પાસે આ ટાઢ બોવ વાય છે.

~ ગાહા વસીમ આઇ.

©vasim Gaha #Winter  #શિયાળાની_ઠંડી #શિયાળો #ટાઢ #ઠંડી

#Winter #શિયાળાની_ઠંડી #શિયાળો #ટાઢ #ઠંડી #કવિતા

9 Love

1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

જિંદગીનો સાર...

કોણ જાણે   કયાં  સુધી   એ  લઈ જશે ?
ચડાવશે, ઉતારશે ને  શું   ફેંકી  પણ દેશે ?

રંગો બધા છે એની પાસે, કયો એ લાવશે ?
લાલ, પીળો ને શું  લીલો  પણ  લગાવશે ?

ભૂલવા છતાં  પણ એ  ફરી પાછા  આવશે?
યાદો, વિચારો ને શું એ સામા પણ આવશે?

સાંજને સવાર થવામાં કેટલી વાર લાગશે ?
નિંદર ,  ઝોલા ને શું  સપના પણ  આવશે ?

જિંદગીનો સાર કોણ જાણે એ કયારે માંગશે?
એ શૈશવ, યુવાની ને શું બુઢાપો પણ  આવશે ?

~ ગાહા વસીમ આઈ.

©vasim Gaha #alone #જિંદગી #સફર #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય

#alone #જિંદગી #સફર #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #કવિતા

10 Love

1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

જિંદગી એક નાવ...

સાવ અમસ્થું જ જીવન  તારાથી જીવાય છે ?
ને આસું તારે કારણે  કોઈનું  અહી લુછાય છે ?

કાયમ જાતને બદલવાની ઝંખના કરનારા એય,
સહેજ પણ અવાજ વગર  તારાથી ઉડાય છે ?

જેમ એ હારી શકે છે બધું જ  ફકત તારા માટે,
શું એવી રમત પાછી  તારાથી અહી રમાય છે ?

બધે જ  કોમવાદની દિવાલ  ચણનારા હે  મૂર્ખ,
ભેદ જરાક અમથોય શું, તને કોઈમાં બતાય છે?

જિંદગી એક નાવ કે, કાણા એમાં પડેલ અપાર છે,
નદી હો તો સમજ્યા,એ દરિયો તારાથી તરાય છે?

~ ગાહા વસીમ આઈ.

©vasim Gaha #જિંદગી #નાવ #દરિયો #કોમવાદ #દિવાલ 

#alone

#જિંદગી #નાવ #દરિયો #કોમવાદ #દિવાલ #alone #કવિતા

9 Love

1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

થોડુંક તારે તો થોડુંક મારે બદલવું જ પડશે,
જો આ રસ્તા પર ચાલવાનું નક્કી જ કરી લીધું,
તો જ્યાં જ્યાં વળાંક આવે ત્યાં વળવું જ પડશે.

આજીવન સબંધો સાચવી રાખવા કયાં સરળ છે,
છતાં જો આમ સચવાવું જ હોય,
તો થોડુંક તારે તો થોડુંક મારે નમતું લેવું જ પડશે.


~ ગાહા વસીમ આઈ.

©vasim Gaha #જીવન #રસ્તો #જાત 

#Walkingaway

#જીવન #રસ્તો #જાત #Walkingaway #શાયરી

9 Love

1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

આવનારા એ વર્ષમાં...

આવી ઉભુ છે એ દ્વારે,
હવે તો કહો શું શું બદલાવ કરશો ?  
આવનારા એ વર્ષમાં.

કયાં સુધી ફેરવતા રહીશું
એ કેલન્ડરના પાનાઓને, 
જાતને બદલવાનું કામ કરીએ,
આવનારા એ વર્ષમાં.

બધું જ મળવું એ અસંભવ છે અહી,
જે મળે  એમાં જ  હવે  રાજી રહીએ,
આવનારા એ વર્ષમાં.

રહે નહી એક પણ તિરાડ સબંધોમાં,
એનીય  જરા  કાળજી  લઈએ,
આવનારા એ વર્ષમાં.

પળ એક પણ ન જાય માણ્યા વગરની,
એવી ધમાલ મસ્તીઓ કરીએ,
આવનારા એ વર્ષમાં.

~ ગાહા વસીમ આઈ.

©vasim Gaha #diwali2020 #New #HAPPY_NEW_YEAR_2020
1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

તું જ કે...

આ શેનો તે ડર વળી? તારા અંદર હજુ દેખાય છે,
દોકયું મારી જોતો,  અંદર કંઈ  નકામું  રંધાય છે?

શોધવી આ જાતને એમ સહેલી કયાં રહી છે હવે,
છતાં તપાસ કરીજો, અંદર કયાંય  એ ગંધાય છે?

આપજે  શબ્દો બીજાને,  જેવા  તું પોતે સહી શકે,
એકાદવાર તૂટ્યા પછી,તું જ કે એ ફરી સંધાય છે?

ભાગ  દોડની  જિંદગીમાં બધુ  હાથમાંથી જાય છે,
રાખવું થુ સાચવીને જેને, શું એજ હવે સંતાય છે ?

ડૂબતી એ નાવમા  ડુબી  રહ્યો છે  હવે એ વિશ્વાસ,
લાખ  પ્રયત્નો છતાં, તું જ કે  એ કાણું  બુરાય છે?

~ ગાહા વસીમ આઈ.

©vasim Gaha #lostinthoughts  #life #જીવન #અંદર #તું_જ_કે

#lostinthoughts #Life #જીવન #અંદર #તું_જ_કે #કવિતા

11 Love

1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

એક દિ...

કોઈ  સપનાઓથી  પર  રહી, જયારે  જીવશે,
ડગમગ ભલે તોય,ચાલતાં એ એક દિ શીખશે.

પાનાં બધા વેરાય ગયા તોય,આશા હજુ બાકી, 
સોય - દોરો લઈ, સિવતાં  એ એક  દિ શીખશે.

અંદાજ એમ  લગાવોમાં એના  વિશે  હવે કોઈ,
ધાર્યા કરતાં ક્યાંય આગળ એ એક દિ નીકળશે.

જાતને માનો જરૂર માનો, એ પણ કંઈ કમ નથી,
તમારાં વિચારોથી વિપરીત એ એક દિ નીકળશે.

મૌન છે તો શું બધે જ એને તમે દબાવી શકશો? 
રેવા દેજો, હદ બહાર એ પણ એક દિ નીકળશે.

~ ગાહા વસીમ આઈ.

©vasim Gaha #walkingalone #Life #Morning  #good_morning
1b0d653c2e9d1412d35d9e43c8f6f781

vasim Gaha

મજાની પળો...

યાદ કરું  એવી એ  તરત સામે હોય છે,
વિતાવેલ પળ  કયાં કદી  આઘે હોય છે.

ગમવું - નાગમવું આ  બધું ગૌણ હોય છે,
ભળી ગયા કે, કેમ? એ જ કામનું હોય છે.

તરસ સૌને લાગી ને એકસાથે સૌ દોડ્યા,
એકાદ કારણે મળવું ઘણું કિંમતી હોય છે.

ઝરણું છીએ અમે ને તું કદાચ હશો દરિયો,
એથી  જ  ભળવાનું  તારામાં  થતું હોય છે.

મળી રહે છે  ક્યારેક  આવી  મજાની પળો, 
કાયમ કયાં હસતાં ચહેરાઓ સામે  હોય છે.

~  ગાહા વસીમ આઈ.

©vasim Gaha #faraway  #મજાની_પળો #જીવન #મુસાફરી #મોજ

#faraway #મજાની_પળો #જીવન #મુસાફરી #મોજ #કવિતા

8 Love

loader
Home
Explore
Events
Notification
Profile