Nojoto: Largest Storytelling Platform

હું પટરાણી" એક તરફ સીતા ને ક્યાંક પાર્વતી, પણ અહીં

હું પટરાણી"
એક તરફ સીતા ને ક્યાંક પાર્વતી,
પણ અહીં રાધા. ને હું પટરાણી.
સાથે ને સામે તોય સ્મરણ તું,
મોરપંખ એનું ને હું પટરાણી.
વિચારું એ પત્રનો ફેર શું જિંદગી!?
શિશુપાલ નહિ મોહન ને હું પટરાણી.
કૃષ્ણના જીવનનો ભેદ આજે ખોલું,
તો અંશ તારો રાધા ને  છેદ હું પટરાણી.
ગોપી જો હોવ તો ફરિયાદે'ય કરું હું,
કરું શું ફરિયાદ?! જયારે હું પટરાણી.
તારે પરોઢનો રાધાનો વિરહ છે,
પણ મારો વિરહ તું ને હું પટરાણી.
સપ્તપદીના હોય સાત પણ મારે જાણે છ હશે,
આ જન્મ તો રાધા ને હું પટરાણી.
ગીતામાં નથી કે નથી ક્યાંય પુરાવો,
તોય રાધા પ્રેમ છે ને હું પટરાણી.
રાધા ને રુક્મણિ માત્ર ફરક જોડણી,
પ્રેમીને ઝંખે રાધા ને ઝંખું પ્રેમ હું પટરાણી.
વ્યાખ્યા માધવ તારા પ્રેમની આ જાણે,
જો પ્રેમનો વિરહ રાધા તો વિરહનો પ્રેમ હું પટરાણી.
 વાંચેલુ, જો કોઈને રચનાકારની જાણ હોય તો જરૂર જણાવો....#ગુજરાતી #કવિતા #રાધા #મોટાભાઈ #yqmotabhai #poetry #yqgujarati #gujarati
હું પટરાણી"
એક તરફ સીતા ને ક્યાંક પાર્વતી,
પણ અહીં રાધા. ને હું પટરાણી.
સાથે ને સામે તોય સ્મરણ તું,
મોરપંખ એનું ને હું પટરાણી.
વિચારું એ પત્રનો ફેર શું જિંદગી!?
શિશુપાલ નહિ મોહન ને હું પટરાણી.
કૃષ્ણના જીવનનો ભેદ આજે ખોલું,
તો અંશ તારો રાધા ને  છેદ હું પટરાણી.
ગોપી જો હોવ તો ફરિયાદે'ય કરું હું,
કરું શું ફરિયાદ?! જયારે હું પટરાણી.
તારે પરોઢનો રાધાનો વિરહ છે,
પણ મારો વિરહ તું ને હું પટરાણી.
સપ્તપદીના હોય સાત પણ મારે જાણે છ હશે,
આ જન્મ તો રાધા ને હું પટરાણી.
ગીતામાં નથી કે નથી ક્યાંય પુરાવો,
તોય રાધા પ્રેમ છે ને હું પટરાણી.
રાધા ને રુક્મણિ માત્ર ફરક જોડણી,
પ્રેમીને ઝંખે રાધા ને ઝંખું પ્રેમ હું પટરાણી.
વ્યાખ્યા માધવ તારા પ્રેમની આ જાણે,
જો પ્રેમનો વિરહ રાધા તો વિરહનો પ્રેમ હું પટરાણી.
 વાંચેલુ, જો કોઈને રચનાકારની જાણ હોય તો જરૂર જણાવો....#ગુજરાતી #કવિતા #રાધા #મોટાભાઈ #yqmotabhai #poetry #yqgujarati #gujarati
darshnaraval4179

Darsh

New Creator

વાંચેલુ, જો કોઈને રચનાકારની જાણ હોય તો જરૂર જણાવો....#ગુજરાતી #કવિતા #રાધા #મોટાભાઈ #yqmotabhai poetry #yqgujarati #gujarati