Nojoto: Largest Storytelling Platform

#ચકલી #ખુશી #હકારાત્મકતા તારો વૈભવ રંગમોલ, સોનુ

#ચકલી #ખુશી  #હકારાત્મકતા 

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું;
મારે ફળિયે ચકલી બેસે, એ મારું રજવાડું. - રમેશ પારેખ 

ચીં..ચીં..ના મધુર સ્વર રેલાવતી ચકલી એ એવું પક્ષી છે જે હંમેશા માનવજાતની સાથે અનોખી રીતે સંકળાયેલું રહ્યું છે. નાનપણમાં કોઈ બાળક હજુ બોલતા ના શીખ્યું હોય તો એમ કહેવાતું હોય છે કે આના મોઢામાં ચકલી બોલાવો. ને ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો એ કદાચ સૌથી વધુ પ્રખ્યાત વાર્તા રહેલી. આ નાની નાની ચીં...ચીં કરતી હંમેશા પોતાની જ મસ્તીમાં રહેતી ચકલીઓ આપણને શીખવે છે કે તમારા કદ કરતા તમારા કામનું કદ મોટું હોય છે. એમના ચીં...ચીં ના સ્વરમાં એક અલગ જ પ્રકારની હકારાત્મકતા હોય છે, જે આપણા સુધી પણ પહોંચતી હોય છે. આજે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ અને વિશ્વ ખુશી દિવસ બંને સાથે છે, ત્યારે આ ચકલીઓ જાણે સંદેશો આપતી હોય કે હંમેશા ખુશ રહેવું અને ખુશી વહેંચતા રહેવું. 

છેલ્લે આજે વિશ્વ ચકલી દિવસે શ્રી ઉમાશંકર જોષીની પંક્તિઓ યાદ આવે છે કે, "વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનો ની છે વનસ્પતિ"

તો માત્ર આપણો જ નહીં પરંતુ જેમના દ્વારા આપણી જિંદગી ખરા અર્થમાં જીવંત છે એમનો પણ ખ્યાલ કરીએ, ખુશ રહીએ અને ખુશી વહેંચતા રહીએ.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #ચકલીદિવસ