Nojoto: Largest Storytelling Platform

ચાલને...... એકાંતમાં મળીને મન ને મનાવી લઈએ, ચાલન

ચાલને......

એકાંતમાં મળીને  મન ને મનાવી લઈએ,
ચાલને  અધૂરી વાતોને પૂરી કરી લઈએ.
     @Madhu

 વીતી ગયેલ એ ક્ષણો ને ફરી જીવી લઈએ,
ચાલને  અધૂરી વાતોને પૂરી કરી લઈએ.

વગર વરસાદે લાગણીમાં ભીનાં થઇ ફરી રડી લઈએ,
ચાલને  અધૂરી વાતોને પૂરી કરી લઈએ.

કોરાં રસ્તે ફોરા બનીને ફરી વરસી લઈએ. 
 ચાલને  અધૂરી વાતોને પૂરી કરી લઈએ.

ભરબપોરે  લાલઘૂમ તડકામાં ફરી એકબીજાને મનાવી લઈએ,
ચાલને  અધૂરી વાતોને પૂરી કરી લઈએ.

©'મધુ'
  @Madhu
#Madhu
goswamidivya4472

'મધુ'

New Creator

@Madhu #madhu #Poetry

14,168 Views