Nojoto: Largest Storytelling Platform

જન્મ થયો જેલમાં ને, છોડ્યા માતા - પિતા, કોઈ તો પૂછ

જન્મ થયો જેલમાં ને,
છોડ્યા માતા - પિતા,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે દુઃખ કોને કેવાય!

યમુનાના સહકાર થી  પહોંચ્યા
 પાલક માતા- પિતા ની પાસ ,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે દેવકી, વાસુદેવથી છુટા થવાનું દુઃખ કોને કેવાય!
@Madhu
મામા જેના હોય મોતનો પોકાર, માથે નાચે મોર ની જેમ,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે  સગા નો વધ કરવાનું દુઃખ કોને કેવાય! 
            
રાધા ના પ્રેમમાં તરબોળ, 
એકમેક થઈને એકબીજાના મન માં વસેલા,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે   પોતાના હર્દય થી દૂર જવાનું દુઃખ કોને કેવાય!
         
 સાત જન્મોના બંધન થી બંધાયા રુકમણી સાથે ,
ને લાજ રાખી સોળ હજાર કન્યાની,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે  સહનશક્તિ કોને કેવાય!

©'મધુ'
  #Madhu 
@Madhu
goswamidivya4472

'મધુ'

New Creator

#madhu @Madhu #Society

130 Views