✿...ક્યારે આવો છો તમે...✿ પંખીઓ સાથે કલરવ

✿...ક્યારે આવો છો તમે...✿

પંખીઓ   સાથે   કલરવ    કરશો    ના   તમે,
જો    રોકશે      પવન     તો    રુંધાશો   તમે 
 
સાથ  તો  હર  કોઈ  આપે  છે  આ જીવનમાં, 
પણ  સાથે  ઉડે  એવા હંસલા બનશો શું?તમે 

જરાક  અમથી  વાત  પર  નિરાશ  નાં  થાઓ,
 અમે  હશુજ  નહિ  તો  કોનાથી  રૂઠશો   તમે

લાગે  બની  ગયા  છીએ  કટપૂતલી  હવે અમે,
ક્યારેક  તમારી  યાદો  નચાવે અને ક્યાંરેક તમે

ખુશીયો સાથે ક્યારનોય  લડી રહ્યો  છું હું મને,
ખોઈ છે ખુશીયો ઘણી જે 'દી થી આવ્યા તમે

આંખો માં  ડૂબી  ને  જરા  પહોચવું છે દિલમાં,
એવું  કહી  ને  ક્યાં ?  છટકી નીકળ્યા છો  તમે 

                                    - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #ક્યારે_આવો_છો_તમે #ગઝલ
play

#ક્યારે_આવો_છો_તમે #ગઝલ #શાયરી

321 Views