Nojoto: Largest Storytelling Platform

શહેરના ચોકની એ ઝાકમઝોળ ને મૂકી કિનારે, ગામડાના ચોર

શહેરના ચોકની એ ઝાકમઝોળ ને મૂકી કિનારે,
ગામડાના ચોરાની એ મીઠી સાંજની પ્રતિક્ષા કરું. 

રિવર ફ્રન્ટની ઝગમગાટ રોશની ને મૂકી કિનારે,
ગામડાના પાદરે એ ઢોરના રણકારની પ્રતિક્ષા કરું.

સિગ્નલ પરના વાહનનો ઘોંઘાટ ને મૂકી કિનારે, 
ગામડાના પક્ષીઓના એ મીઠા સંગીતની પ્રતિક્ષા કરું. 

શહેરોની ફાયદા વહેંચતી મીટિંગો ને મૂકી કિનારે, 
ગામડાના વડીલોની એ સમજણ સભાની પ્રતિક્ષા કરું. 

શહેરોની નકામી લાલસાભરી સંસ્કૃતિની ઉપેક્ષા કરી, 
ગામડાના એ જીવતરની જ સાચા અર્થમાં પ્રતિક્ષા કરું. 

 #પ્રતિક્ષા #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #gujaratiquotes #love #life

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator

#પ્રતિક્ષા #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #gujaratiquotes love life