Nojoto: Largest Storytelling Platform

ગઝલ મારી અજવાળવા મેં પ્રેમની ચાંદની લખી, અધૂરાં સ્

ગઝલ મારી અજવાળવા મેં પ્રેમની ચાંદની લખી,
અધૂરાં સ્વપ્નોમાં ઝબોળેલી દરેક લાગણી લખી...

છૂટી ગયાં હાથ ને ટૂટી ગયાં દિલથી દિલનાં તાર,
વિરહની વેદનાથી ભરેલી યાદોની ગાંસળી લખી...

નથી મળવા દીધાં દુનિયાએ રાધા-કૃષ્ણને પણ,
છતાં જગ આખાયે કૃષ્ણ પાસે પ્રેમની માંગણી લખી...

એક જ ચહેરો ને મુખૌટા અનેક પહેરતો રહે છે,
કાંચીડા જેમ રંગ બદલતા માનવીની કાંચળી લખી...

નિર્મળ ચંદ્રને પણ પ્રેમનો દાગ લગાવી ગઈ ચાંદની,
રહ્યો પ્રેમ અધુરોને વાત ગઝલમાં આપણી લખી... #ગઝલ #પ્રેમ #દાગ #ચાંદની

tarumistry6253

Taru Mistry

New Creator

#ગઝલ #પ્રેમ #દાગ #ચાંદની #કવિતા