Nojoto: Largest Storytelling Platform

હું  ખૂબ  ચાહું  છું  તને, તું  પણ  પ્રેમનો સ્વી

હું  ખૂબ  ચાહું  છું  તને, 

તું  પણ  પ્રેમનો સ્વીકાર  કર, 

         એવું   જરૂરી   નથી   મારે.....  

તારા  મનના  પડઘા  , 

સાંભળી   શકું   છું   તારી  આંખોમાં 

તું  પ્રેમનો   એકરાર   કર , 

         એવું   જરૂરી  નથી  મારે.... 

દિલ તો  ક્યારનું  લઈ  લીધું  તમે  વાતોમાં, 

કોઈ  શુભ  મુહર્તમાં  મળી  ને  તારી  થાઉં, 

       એવું   જરૂરી   નથી   મારે..... 

પ્રિત   છે  આ  આપણી, 

કોઈ  કાગળના  ટુકડે  સહી  કરી, 

સહમતી  આપીને  , તારી  કહેવાઉં, 

      એવું   જરૂરી  નથી  મારે ..... 

તારા  પ્રેમભર્યા  શબ્દો  જ  કાફી  છે, 

સૂર,  લય,  તાલ ને  સથવારે, 

" સરગમ "  ના  કાવ્ય  સજે, 

       એવું  જરૂરી  નથી   એને..... 


---સરગમ  

        #જરૂરી  નથી
હું  ખૂબ  ચાહું  છું  તને, 

તું  પણ  પ્રેમનો સ્વીકાર  કર, 

         એવું   જરૂરી   નથી   મારે.....  

તારા  મનના  પડઘા  , 

સાંભળી   શકું   છું   તારી  આંખોમાં 

તું  પ્રેમનો   એકરાર   કર , 

         એવું   જરૂરી  નથી  મારે.... 

દિલ તો  ક્યારનું  લઈ  લીધું  તમે  વાતોમાં, 

કોઈ  શુભ  મુહર્તમાં  મળી  ને  તારી  થાઉં, 

       એવું   જરૂરી   નથી   મારે..... 

પ્રિત   છે  આ  આપણી, 

કોઈ  કાગળના  ટુકડે  સહી  કરી, 

સહમતી  આપીને  , તારી  કહેવાઉં, 

      એવું   જરૂરી  નથી  મારે ..... 

તારા  પ્રેમભર્યા  શબ્દો  જ  કાફી  છે, 

સૂર,  લય,  તાલ ને  સથવારે, 

" સરગમ "  ના  કાવ્ય  સજે, 

       એવું  જરૂરી  નથી   એને..... 


---સરગમ  

        #જરૂરી  નથી

#જરૂરી નથી #કવિતા