Nojoto: Largest Storytelling Platform

❛❛એણે કીધું પલળી જઈએ, સાથે થોડું બ્હેકી જઈએ. વ


❛❛એણે કીધું પલળી જઈએ,
સાથે થોડું બ્હેકી જઈએ.  

વરસાદે બંને ભીંજાયા,
કોરાકોરા સમજી જઈએ.
 
મોસમ મસ્તીની આવી, ચાલ,  
ચોમાસામાં સળગી જઈએ.

હૈયામાં જો વાદળ ફાટ્યું,
અંદર બંને વરસી જઈએ. 

છો ને દુનિયા મળવા ના દે, 
દૂર રહીને સ્પર્શી જઈએ.❜❜

@Gujarati

©pratik's
  POOJA UDESHI Vandana Mishra  ushaverma Riya Soni Milly