Nojoto: Largest Storytelling Platform
neel6712753551796
  • 14Stories
  • 51Followers
  • 383Love
    3.5KViews

neel

શબ્દોમાં મારા ક્યાં વ્યાકરણ શોધવા જાશો સમજશો દિલની ભાષા તો નિલ ને સમજી જાશો follow me @ https://gujarati.pratilipi.com/user/ad1tm25k3e?utm_source=android&utm_campaign=myprofile_share

https://gujarati.pratilipi.com/user/ad1tm25k3e?utm_source=android&utm_campaign=myprofile_share

  • Popular
  • Latest
  • Video
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

a-person-standing-on-a-beach-at-sunset ક્ષણનું જીવન ને  મરણ પણ ક્ષણ થવાનું,
ખોળિયાનું   નાશ  થઇ  રજકણ  થવાનું.

ચણ મિનારા તું ભલે શમણાં તણાં, પણ!
અંતે તો.... સઘળું  પછી કણકણ થવાનું.

ને.... હશે   અંતિમ  ઘડીના શ્વાસ  તારા,
છૂટતી    નાડીનું   પણ   બટકણ  થવાનું.

વાટ  પકડી  છે  અનંતની,  ક્યાં અટકશે?
ખુદના    કરમો   થકી   અટકણ  થવાનું.

ભાન પણ  ક્યાં  "નીલ" ને છેલ્લે રહેશે?
એમ.... કલમે  શબ્દનું   લટકણ  થવાનું.

- નિલમકુમાલ બુધ્ધભટ્ટી "નીલ"

©neel #SunSet #gazal #gujarati #Life
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

a-person-standing-on-a-beach-at-sunset વાત  કોઈ  દિલમાં  છુપાવી  રહ્યા  છો.
લાગે   છે,  દર્દોને   પચાવી   રહ્યા  છો.

આંખની    આ   ભીનાશ   છૂપાવવાને,
હાસ્ય  જૂઠ્ઠું  શાને  બતાવી  રહ્યા  છો?

ભાર  મુખ  પર છે એ ઉતારી જ નાંખો,
ખુદને   ખોટી   રીતે  થકાવી  રહ્યા  છો.

આ  ઉબડખાબડ  પથની છે જિંદગાની,
એક   પૈડે  જીવન  ચલાવી  રહ્યા  છો!

છે રમત આ તો લાગણીઓની સમજો,
ને.... સમય  નાહકનો ખપાવી રહ્યા છો.

રંગમંચે  આ "નીલ" પણ  પાત્ર ભજવે,
બસ  કલમથી  ખાલી લખાવી રહ્યા છો.

-નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel #SunSet #gazal #gujarati #Life
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

a-person-standing-on-a-beach-at-sunset જિંદગી જીવું  છું  હું  એવી  અધૂરી  આશમાં,
સામે  આવીને  મળે  કોઈ  તો  આ  પ્રવાસમાં?

આજ ભૂલી પણ ગયા છે મારા જ અંગત મને,
ને... હવે  ક્યાં રહ્યો છું એ રીતે એવો ખાસમાં?

સાચવી  રાખી  છે  યાદો  એમની દિલના ખુણે,
નામ  એનું   નીકળે  છે  હોઠે  હરદમ  શ્વાસમાં.

વાટ  જોઈ  આંખ  પણ થાકી છે એની રાહમાં,
ને... બની કંટક અશ્રુઓ ઊગ્યા છે એ ચાસમાં.

શૂન્યતા  મારી   મને   નડતી   રહી  છે  ભીતરે,
એમ એ  મળતાં રહ્યાં છે નીલને, પણ પાસ માં.

©neel #SunSet #gazal #gujarati #life
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

a-person-standing-on-a-beach-at-sunset જ્યાં લખીને રાખ્યા ભાવો ત્યાં કાગળ કોરાં મળે,
શબ્દ  વ્હેતા  જાય  પાણી  જેમ  ને...પોરા મળે!

અર્થ   શોધું   મીઠા   સંબંધો   તણા  હું  ભીતરે,
ને... અહીંયા  તો  બધાં  માણસ  મને મોરાં મળે.

ફળ  તો  દેખાતા  હશે  ચમકીલા  ને  રસદાર તે,
ને.... બને  એવું  કે, તે  અંદરથી  જ  ખોરા મળે.

લાખ   કોશિશો   કરો  સાચવવા  સંબંધો  અહીં,
પણ.. અહીં તો જશને  માથે સૌને તો જોડા મળે.

હોય  ક્યાં  છે આ  જગતમાં નીલ કાંઈ ખાનગી?
વાત સઘળી સમજે એવાં જણ અહીં થોડા મળે?

©neel #SunSet #gazal #gujarati #Life #Anubhav
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

green-leaves જે મહીં  વસેલો છે શોધું હું તેને કંકણ પત્થરમાં
તલાશ  ખુદની  પછી  કેમ  થાય પુરી જીવતરમાં

પડે  છે  નઝર જયાં ત્યાં થાય છે અનુભવ એનો
ઘડીકમાં દેખાય ને થાય અલોપ હરેક અવસરમાં

કરૂં છું  પ્રયાસ કે તે ઘટવાસી સમજે મારા મૌનને
પણ  ખુદ ના  કર્મ થકી હું નડુ છું ખુદને નડતરમાં

ભીતર  પર્વત પડ્યો અહંકાર નો મારી ધારણાથી
ક્યાંથી મળે ધારા  અમૃતમય મારા આ ઘડતરમાં

કાશ  થઈ જાય પુરી ભટકન હવે એક જ જાટકે
શૂન્યતા થી જાઈને પરે મળે સ્થિરતા કૈ અંતરમાં

આ મારા અંતર માં બહુ શોરબકોર છે સન્નાટાનો
મળે ખરી શાંતિ  કોઈ વિરલાને કઈક મનવંતરમાં

શ્વાસની આવજાવ વચ્ચે રહી જાય છે ખાલીપો
નિલ એ જ મારગથી તું ઉતરી જા હવે ભીતરમાં

©neel #GreenLeaves #gujarati #kavita #Life
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી,
પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી!

શું નશો છે એ અદાનો એ ન પૂછો મને,
બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી.

રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે,
નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી.

સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી,
ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી.

રતજગામાં નામ લેવાયો મહોબત થકી,
જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી.

આંખ આજે ના મળાવે નીલ એ ના સહી.
હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel #Newyear2025 #gazal #gujarati #life #Love
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

Unsplash આ જે એકલતા છે એનો ઈલાજ તો મળે!
ગીરવે છે લાગણીઓ પણ વ્યાજ તો મળે!

ડર શું પીવાઈ જવાનો મૃગજળને પણ હશે?
ઝાંઝવાઓ પણ પી જાઈએ, પ્યાસ તો મળે!

વાત મોભમમાં કહે તો છે સાવ ખાનગી,
પણ સમજવાને બધી વાતો ક્યાસ તો મળે!

મૌન ભીતરનું હવે ગૂંગળાઈ ના જાય બસ,
ચૂપકેથી સાંભળે, કોઈ પાસ તો મળે!

થાય તો ઈશને કહી દવ નામંજુરી હવે,
એમ એના કામમાં કોઈ કચાસ તો મળે!

બારણું પણ ખટખટાવી રહ્યું છે અતીત ,
હું કદમની પામુ આહટ, આભાસ તો મળે!

નમતું મૂકીએ ખરા સંબંધને ખાતર જરા,
આંખમાં પણ શે', શરમ કોઈ લાજ તો મળે!

નીલ તારું હોવું ના હોવું સરખું સમજજે,
ક્ષણ ખરી હોવાપણાની પણ ખાસ તો મળે!

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel #leafbook #gazal #gujarati #Life #Anubhav
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

Unsplash ઘાવ વિરહના જિંદગી એ ભરી નાખ્યાં 
તમે પણ ભૂલી ગયાં ને અમને સબ્ર ફાવી ગયું...

©neel #library #Shaayari #gujarati #Love #Life
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

Unsplash ના દર્દ છે હવે કોઈ ખુશીઓથી ના તો ખુશીઓથી પણ કોઈ દર્દ છે
બહુ જ લાચાર બનાવી નાખ્યો છે જિંદગીએ મને....

©neel #Book #Shaayari #gujarati #Life
2b9bc15c6a4a704a7dc7fcb622a6ad09

neel

New Year 2024-25 એક શમણું પાપણે આવી ઉભું છે,
મારું બચપન આંગણે આવી ઉભું છે.

શોધ ચાલી ખુદની ખુદમાં જીંદગીભર,
કોણ છે! જે બારણે આવી ઉભું છે!

શ્વાસ રૂંધાયા ને નાડી છે બટકતી,
મોત આજે ટાંકણે આવી ઉભું છે.

આવ જા જીવનની અવિરત ચાલવાની,
જન્મ નવતર પારણે આવી ઉભું છે.

ડૂબશે તોફાન ક્યાં આવી કિનારે!
જ્યાં સમંદર ઢાંકણે આવી ઉભું છે.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી

©neel #NewYear2024-25 #gazal #gujarati #life
loader
Home
Explore
Events
Notification
Profile