Find the Best Anubhav Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutanubhav quotes in hindi, anubhav kehta hai in hindi, anubhavi meaning in hindi, anubhavi in hindi, anubhav shayari,
neel
green-leaves વાત કોઈ દિલમાં છુપાવી રહ્યા છો. લાગે છે, દર્દોને પચાવી રહ્યા છો. આંખની આ ભીનાશ છૂપાવવાને, હાસ્ય જૂઠ્ઠું શાને બતાવી રહ્યા છો? ભાર મુખ પર છે એ ઉતારી જ નાંખો, ખુદને ખોટી રીતે થકાવી રહ્યા છો. આ ઉબડખાબડ પથની છે જિંદગાની, એક પૈડે જીવન ચલાવી રહ્યા છો! છે રમત આ તો લાગણીઓની સમજો, ને.... સમય નાહકનો ખપાવી રહ્યા છો. રંગમંચે આ "નીલ" પણ પાત્ર ભજવે, બસ કલમથી ખાલી લખાવી રહ્યા છો. -નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #GreenLeaves #gazal #gujarati #Life #Anubhav
#GreenLeaves #gazal #gujarati Life #Anubhav
read moreneel
a-person-standing-on-a-beach-at-sunset જ્યાં લખીને રાખ્યા ભાવો ત્યાં કાગળ કોરાં મળે, શબ્દ વ્હેતા જાય પાણી જેમ ને...પોરા મળે! અર્થ શોધું મીઠા સંબંધો તણા હું ભીતરે, ને... અહીંયા તો બધાં માણસ મને મોરાં મળે. ફળ તો દેખાતા હશે ચમકીલા ને રસદાર તે, ને.... બને એવું કે, તે અંદરથી જ ખોરા મળે. લાખ કોશિશો કરો સાચવવા સંબંધો અહીં, પણ.. અહીં તો જશને માથે સૌને તો જોડા મળે. હોય ક્યાં છે આ જગતમાં નીલ કાંઈ ખાનગી? વાત સઘળી સમજે એવાં જણ અહીં થોડા મળે? ©neel #SunSet #gazal #gujarati #Life #Anubhav
neel
Unsplash આ જે એકલતા છે એનો ઈલાજ તો મળે! ગીરવે છે લાગણીઓ પણ વ્યાજ તો મળે! ડર શું પીવાઈ જવાનો મૃગજળને પણ હશે? ઝાંઝવાઓ પણ પી જાઈએ, પ્યાસ તો મળે! વાત મોભમમાં કહે તો છે સાવ ખાનગી, પણ સમજવાને બધી વાતો ક્યાસ તો મળે! મૌન ભીતરનું હવે ગૂંગળાઈ ના જાય બસ, ચૂપકેથી સાંભળે, કોઈ પાસ તો મળે! થાય તો ઈશને કહી દવ નામંજુરી હવે, એમ એના કામમાં કોઈ કચાસ તો મળે! બારણું પણ ખટખટાવી રહ્યું છે અતીત , હું કદમની પામુ આહટ, આભાસ તો મળે! નમતું મૂકીએ ખરા સંબંધને ખાતર જરા, આંખમાં પણ શે', શરમ કોઈ લાજ તો મળે! નીલ તારું હોવું ના હોવું સરખું સમજજે, ક્ષણ ખરી હોવાપણાની પણ ખાસ તો મળે! - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #leafbook #gazal #gujarati #Life #Anubhav
Vishal Devgan
#Anubhav... #vd_acting brothersbarhajiya😈🌏😡👉 virlpost😉❤️❤️ #Insagram explorepage✨ #dailog #Actingclass
read moreVishal Devgan
#Anubhav... #vd_acting brothersbarhajiya😈🌏😡👉 virlpost😉❤️❤️ #Insagram explorepage✨ #dailog #Actingclass
read morekeval parmar
લી. તમારી દિકરી Love #Emotional #gujarat #gujaratiquotes #nojotogujrati #Emotion #Anubhav
read more