Nojoto: Largest Storytelling Platform
justhoughts7561
  • 3Stories
  • 4Followers
  • 18Love
    0Views

-JUS' Thoughts

  • Popular
  • Latest
  • Video
6119c782fbf9779724d8fb796e3474ff

-JUS' Thoughts

મારી આંખનો તું સિતારો છે બસ તું મારો જ છે
આ ઝંઝાવાતમાં મળ્યો એક કિનારો છે
                                      બસ તું મારો જ છે

સદાય દિલમાં મધ્ય રહેનારો
જીવનની કહાની અલગ કહેનારો છે
                                      બસ તું મારો જ છે

પોતાની જ ધૂનમાં મને રાખનારો ને
મારા કામણમાં ડૂબનારો છે
                                      બસ તું મારો જ છે

જિંદગીનો એક અન્નય સથવારો જે
'જીજ્ઞા' નાં દિલ મહી સમાયો છે
                                      બસ તું મારો જ છે તું મારો જ છે

તું મારો જ છે

6119c782fbf9779724d8fb796e3474ff

-JUS' Thoughts

મારી લાગણી નો ખજાનો
એમાં થયો તું દિવાનો

રહું ખુશ હંમેશા એ જ વિચારી 
આવ્યો સમય તારી સાથે જીવવાનો

તારી સંગ બનતી યાદગાર પળો થી
સંસારરૂપી સાગર આનંદમય થવાનો

હવે તો ખબર નથી એની કે
તને પ્રેમ કંઇ હદ સુધી કરવાનો

બસ એટલું તો નક્કી જ હવે
કે સંબંધ આ અનંત સુધી જવાનો #Valentine special #love+Romance+poem+love dayss..

#Valentine special #Love+Romance+poem+love dayss.. #કવિતા

6119c782fbf9779724d8fb796e3474ff

-JUS' Thoughts

આજ જીવી લે તું પણ આ આંનદમાં ,
કાલ થનાર ફેરફારો કોને ખબર;

દુનિયા લાગે રંગીન અવિસ્મીય,
ક્યાં લગી રે' આ જન્મારો કોને ખબર;

પ્રેમને ઠેસો ને નફરતનો જન્મ આ,
શું ઇચ્છે આ પામનારો કોને ખબર;

ખંત ને નિષ્ઠા પચાવી કાર્ય કરું,
પણ રીઝે ના તારનારો કોને ખબર;

વૃત્તિ રાખી છે નિર્દોષ, સ્વાર્થ હીન,
પણ મળે ના આવકારો કોને ખબર.

                                                   -જીજ્ઞા ઉપાધ્યાય #kone khabar#live always in happiness

#Kone khabarlive always in happiness #કવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile