Nojoto: Largest Storytelling Platform
nojotouser5138712129
  • 71Stories
  • 380Followers
  • 1.3KLove
    1.4KViews

Vishu Palanpuri

vishu_desai ❤ 6353776553 💬 " પ્રેમરસ અને વિરહરસ થી ભરપુર પેજ " 📧 vishnudesai1996@gmail.com

  • Popular
  • Latest
  • Video
7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

જિંદગી ની ભાગદોડ માં ,  
પડ્યો છું , પટકાયો છું 

જીવન ના સત્ય પાછળ 
દરવખતે ભટકાયો છું 

નથી ભુલ્યો મંઝિલ મારી
બસ મારગ માં અટવાયો છું

રે પજવે શું મુશ્કેલીઓ 
વિપત્તિ માં મલકાયો છું 

સમજો ના મને એકલો 
હું જ મારો પડછાયો છું

©🖋વિશુ પાલનપુરી💕

9 Love

7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

" યાર આવી "

કોરા વસંત પછી બહાર આવી 
આંખો ખોલી ને  સવાર આવી

જે તલબ હતી તે ચ્હા આવી 
જીવતર ની ખરી રાહ આવી 

જાણે ઘડપણ માં સાન આવી
કરમાઇ કળીઓ માં જાન આવી

રણમાં વર્ષાની મોસમ આવી 
ને ભીની ભીની સોડમ આવી

અમાસ પછી શરદ ની રાત આવી 
મન હરખાવે એવી એ વાત આવી

શૈશવ ના ચહેરે સ્મિત આવી 
ખુશી ઓ લઈને પ્રિત આવી 

ખબર નહીં એ  ક્યાર આવી 
પણ સાચી મારી યાર અાવી

© vishu palanpuri
7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

યાર આવી 

કોરા વસંત પછી બહાર આવી 
આંખો ખોલી ને  સવાર આવી

જે તલબ હતી તે ચ્હા આવી 
જીવતર ની ખરી રાહ આવી 

જાણે ઘડપણ માં સાન આવી
કરમાઇ કળીઓ માં જાન આવી

રણમાં વર્ષાની મોસમ આવી 
ને ભીની ભીની સોડમ આવી

અમાસ પછી શરદ ની રાત આવી 
મન હરખાવે એવી એ વાત આવી

શૈશવ ના ચહેરે સ્મિત આવી 
ખુશી ઓ લઈને પ્રિત આવી 

ખબર નહીં એ  ક્યાર આવી 
પણ સાચી મારી યાર અાવી

© vishu palanpuri
7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

વ્હાલી મારી માવડી , બાળ તારા અમે માઈ 
ગાંડા ઘેલાં છોરુંડા, સંભાળ રાખજે આઈ

મોઢે જે'દી ના બોલતા,તે'દી સમજતી તું બાઈ 
અરજ હવે અંતર તણી, તું સાંભળજે મારી આઈ 

પાપા-પગલી શીખતાં,ત્યારે સાચવતી તું માઈ 
લડખડાતા અમે પથ પર,તું તેડજે હેતથી આઈ 

જોને ઓથે અહંકાર ના,અમે ભટકી રહ્યા બાઈ 
તારા ચરણો માં સુખ રહ્યું,મારગ બતાવજે આઈ 

માં કાલીઘેલી વાણી થી,રીઝવીયે તને માઈ
અશ્રુ અમારા લુછજે, ને ખોળે લેજે આઈ 

ઉપકાર તારા અમ પર, અમે વિસરીયા બાઈ 
બાલુંડા મતિહીન થયા,તું ના વિસરતી આઈ 

તું લાખો લાડ લડાવતી, રાખતી હૈયે માઈ 
પકડી છે તારી આંગળી , ના છોડાવતી તું આઈ

- વિશુ પાલનપુરી ✒️📖💕
  ( વિષ્ણુ.એલ.દેસાઈ )
7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

🇮🇳 Thank You  🇮🇳

આજે વાત કરવા ઈચ્છું છું આપણા પોલીસ મિત્રો ની...
આપ સહુ છેલ્લા કેટલાક સમયથી સતત કાર્યશીલ છો covid 19 ના કારણે  
આખું ગુજરાત Healthy અને Corona મુક્ત રહે એ પ્રયત્નોમાં તમે Continue કામ કરી રહ્યા છો 
આટલા Pressure વચ્ચે પણ હસતા ચહેરે ગુજરાતના આરોગ્ય માટે પરિસ્થિતિ ને કંટ્રોલ કરી રહ્યા છો તે કોઈ સાધારણ વાત તો નથી જ...
પોલીસ પ્રશાશન ને લાખ અભિનંદન સહ આભાર... 
આજે અસમંજસ મા છું કે પહેલા આભાર માનું કે ગર્વ વ્યકત કરું...
વધુ અતિશયોક્તિ ન લગાડતા એટલું ચોક્કસ પણે કહીશ કે, 

" તમને પોલીસ મિત્ર કહેવા કે પરિવાર મિત્ર... "
once again 

THANK YOU 

 !! Hates off GUJARAT POLICE..!!

      કવિ વિશુ પાલનપુરી 🖋
 ( વિષ્ણુ એલ દેસાઈ )
7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

एहसास सिर्फ अल्फ़ाज़ से नहीं बनते कोई शेऱ
जज्बात होते हैं ,कभी मेहसूस किजिए

 - વિશુ પાલનપુરી🖋
7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

આજે વિશ્વ માં
ચોતરફ મહામારી કોરોના ના વિવિધ પ્રથમ દ્વીતીય તૃતીય ચરણો ની ચર્ચા ચાલે છે...

આવાં ચરણો ના ભય ના ઓથાર માં જીવવું તેના કરતાં જન્મ મરણ નાં ભય હરનાર

श्री राम चंद्र कृपालु भजमन हरण भव भय दारुणम्। 

 શ્રી રામ ના ચરણો મા જવું હિતાવહ રહેશે....💐

માટે જ કહેવાયું છે

" રામ નામ કી ઔષધી ખરીખંત થી ખાય, 
 અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય "

આજે રામનવમી ના પાવન દિવસે
દયાળુ રાઘવેન્દ્ર સરકાર ને એટલી પ્રાર્થના...🙏💐🚩
આપ સહુ સ્વસ્થ રહો...સુખી રહો...નિરોગી રહો...😊
🚩 શ્રી રામ જય રામ જય જયરામ 🚩                                લેખન-સંકલન 
                                                                                વિષ્ણુ એલ દેસાઈ 🖋
7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।

9 Love

7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

કહેશો તો અંતર વધારી દઈશ 
મુંઝાશે જો અંતર તો શું કરીશ?

  -વિશુ પાલનપુરી

11 Love

7595a789ca04adb57d86fc075caee28d

Vishu Palanpuri

બચવાનો બસ એક ઉપાય 
મહામૃત્યુંજય નમ: શિવાય #gocoronago
loader
Home
Explore
Events
Notification
Profile