Nojoto: Largest Storytelling Platform
rohitjoshi5217
  • 3Stories
  • 13Followers
  • 46Love
    0Views

Rohit joshi

psychiatry department sir.t.hospital and medical college bhavnagar

  • Popular
  • Latest
  • Video
906530a087ddef50e007c971ecf1006f

Rohit joshi

Village Life               "મારું ગામ"
મારું ગામ તો છકરડામાંય આવે,
ને ધૂળનું કણ કણ મારા સ્વાગતમાં આવે.

બારણાને બારણાની સામે જોયા વગર ક્યાં ચાલે,
જો બંધ કરો બારણું તો બારસાખને આંસુ આવે.

એને વૈભવમાં બંધાવું ફાવતું નથી,
આસોપાલવના તોરણે જન્મ અને મરણ આવે.

હજુ આજ સુધી અભણ છે મારું ગામડું ,
'મા' ને એક રોટલો કહો તો બે લઈ આવે.

આંખના ટીપાંને પરસેવાના ટીપાં કહેતો બાપ,
એના કાપડની ધૂળ જાણે સોનામહોર લઈ આવે.

લાગણીને મડાગાંઠ પડી ગઈ એવી કે,
સ્મશાનની રાખ ઉડી ઊડી પાછી ગામમાં આવે.
    @ રોહિત જોષી

©Rohit joshi #villagelife
906530a087ddef50e007c971ecf1006f

Rohit joshi

White             "આંખ ફોડી થોડી નખાય"
ભૂલ થાય આપણાની તો યાદ થોડી  રખાય,
જો ધુળ પડે આંખમાં તો આંખ થોડી ફોડી નખાય.

ચાહવું કે ના ચાહવું એતો એની મરજી છે દોસ્ત,
દિવેલ છું ચાહકનો , ફૂંક મારી વાટ એમ ઓલવી થોડી નખાય.

લાગણીના ઉભરા તો આવે ને ગ્યાં કરે દોસ્ત,
ખાલી ખિસ્સું જોઈ ,મહોબ્બત ને એમ ઉતરડી થોડી નખાય .

ઝુલ્ફો આવે મુખ ઉપર ક્યારેક ક્યારેક આડી,
એમાં ગુલાબી ગાલની રોશનીને સંતાડી થોડી નખાઈ.

વ્યસનનો વિરોધી છું છતાં માચીસ રાખું છું ઈર્ષા ને સળગાવવા ,
નશો જો હોઈ લાગણીનો તો લતને એમ તરછોડી થોડી નખાય .

જેના માટે હતી જિંદગી , તે કફન માપીને લાવ્યા,
રાહ તો જો ,આંખને ઉતાવળથી બાળી થોડી નખાય .
       @ રોહિત જોષી

©Rohit joshi #sad_quotes
906530a087ddef50e007c971ecf1006f

Rohit joshi

White (વિશ્વ માતૃભાષા દિવસ ની શુભકામના)

       "ભાષા મારી ગુજરાતી"

એમાં વળી શંકા થોડી હોય ભાઈ ગુજરાતી ?
મારી ગળથૂથીનું  ટીપે ટીપું  ભાઈ ગુજરાતી.

હદય પર મૂકે તેથોસ્કોપ ને બોલો કેમ છો?
મારો ધબકારે ધબકારો બોલે, મોજમાં ભાઈ ગુજરાતી.

શ્વાસ ઉત્સવાસ ને પૂછે કે તું ઠીક છો ને?
ને લોહીનું બુંદ બુંદ બોલે જલસા છે ભાઈ ગુજરાતી.

મન તન ને પૂછે કે તબિયત તારી કેવી છે ?
હદય તરત બોલી ઊઠે, ભગવાન કૃપા ભાઈ ગુજરાતી.

કદાચ છેલ્લું ડસકુ પૂછે કે તું નારાજ છે દોસ્ત ?
તો મોત કહે આ મોજથી મરશે, આ તો છે ભાઈ ગુજરાતી .
                    @રોહિત જોશી

©Rohit joshi #GoodMorning

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile