Nojoto: Largest Storytelling Platform
archnamoghariya1177
  • 6Stories
  • 10Followers
  • 52Love
    650Views

Archna Moghariya

  • Popular
  • Latest
  • Video
d821286ba1cc737c0b6f3b1df7441f8a

Archna Moghariya

હરિભક્તોનું સ્મરણ 

સ્વામીશ્રીને સુંદલપુરામાં હાર્ટએટેક આવ્યો હતો એટલે એમને તરત જ વડોદરા લઈ જવાનું નક્કી થયું હતું. મોટરો વડોદરાને માર્ગે જતી હતી. વચ્ચે ઓડ ચોકડી પાસે મોટરો ઊભી રહી ગઈ. બધાને સ્વામીશ્રીની તબિયત અંગે બીક લાગી. બધા સ્વામીશ્રીની મોટર પાસે પહોંચી ગયા. સ્વામીશ્રીએ કહ્યું : 'મેં જ ગાડી ઊભી રખાવી છે. આજે આણંદ ડાહ્યાભાઈ ગજ્જરને ત્યાં આપણે શિક્ષાપત્રીની પારાયણ રાખેલી છે. તેમાં આ માંદગી આવી એટલે મારાથી જવાશે નહિ. તેમણે મંડપ બાંધીને સગાંઓને તેડાવ્યાં હશે. માટે આચાર્ય સ્વામી અને બે સંતો અહીંથી સીધા આણંદ જાઓ અને પારાયણ કરી આવો.' હાર્ટની બીમારી વખતે પણ હરિભક્તનું સ્વામીશ્રીને કેવું ઉત્સુકતાભર્યું સ્મરણ

©Archna Moghariya
  swaminarayan

swaminarayan #જીવન

d821286ba1cc737c0b6f3b1df7441f8a

Archna Moghariya

નર્યું વાત્સલ્ય, નર્યો પ્રેમ ! 

માતાપિતા સંતાનની સુખાકારીની જેટલી ચિંતા કરે; પોતાનાં બાળકોને કશી અગવડ ન પડે, કશી મૂંઝવણ ન રહે એ માટે સતત કાળજી રાખ્યા કરે એવી જ ચિંતા સ્વામીશ્રી હરિભક્તો માટે કરતા અને કાળજી પણ એટલી જ રાખતા.
મુંબઈથી ડૉ. યોગીન દવે સ્વામીશ્રીની તબિયતની ખબર કાઢવા આવ્યા હતા. એ વધારે રોકાઈ શકે એમ નહોતા. સ્વામીશ્રીએ પૂછ્યું : 'વળતાનું રિઝર્વેશન છે ?'
'ના, બાપા.' ડૉક્ટરે કહ્યું : 'પણ સ્ટેશન ઉપરથી ટિકિટ મળી જશે.' સ્વામીશ્રીએ સેવકને કહ્યું : 'ડૉક્ટર આજે સાંજે જાય છે માટે ટિકિટ અને રિઝર્વેશનનું થઈ જાય એમ કરશો.'
સાંજે ડૉ. યોગીન રજા લેવા આવ્યા ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : 'તમારી ટિકિટ રિઝર્વેશન સાથે આવી ગઈ છે.'
પિતાની પુત્ર માટે કાળજી લેવાની સ્વાભાવિકતા અહીં જોઈ શકાશે. નર્યું વાત્સલ્ય, નર્યો પ્રેમ !

©Archna Moghariya
  નવુ વાત્સલ્ય નવો પ્રેમ

નવુ વાત્સલ્ય નવો પ્રેમ #સમાજ

d821286ba1cc737c0b6f3b1df7441f8a

Archna Moghariya

અમારે ભગવાનનો ટેકો છે 

પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં સ્વામીશ્રી મહેન્દ્રભાઈ મશરુના ઘરે ઉતારે બિરાજમાન હતા. બપોરે આરામ બાદ પલંગ પર બેઠાં બેઠાં જ સ્થાનિક હરિભક્તો સાથે વાતચીત કરી રહ્યા હતા. દરમિયાન વારે વારે ડાબો-જમણો હાથ વારાફરતી પાછળ ટેકવતા હતા. એ જોઈ સંતોએ કહ્યું : 'બાપા ! આપ સોફા પર બિરાજો તો ટેકો રહે...'
તરત સ્વામીશ્રી કહે : 'અમારે ભગવાનનો ટેકો છે એ મોટો છે. બીજા ટેકાની જરૂર ન પડે.'
ભગવાનની અખંડ સંનિધિ અનુભવી રહેલ પુરુષના આ ઉચ્ચાર છે. સ્વામીશ્રીને ભગવાનની અપરોક્ષાનુભૂતિ સહજ છે. શ્રીહરિમાં નિરંતર રમમાણ રહેતા સ્વામીશ્રીને ભૌતિક ટેકાની શી વિસાત !

©Archna Moghariya
d821286ba1cc737c0b6f3b1df7441f8a

Archna Moghariya

d821286ba1cc737c0b6f3b1df7441f8a

Archna Moghariya

#CheerfulLove
d821286ba1cc737c0b6f3b1df7441f8a

Archna Moghariya

ચોકલેટ કરતા મીઠી મારી એ યાદ
ચોકલેટ રૂમ ની 
happy chocolate day
my kitkit 🍫(Kartik)♥️

©Archna Moghariya


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile