Nojoto: Largest Storytelling Platform
nehalkothadiya9495
  • 44Stories
  • 78Followers
  • 230Love
    0Views

nehal kothadiya

સ્વાગત ! સ્વાગત છે આપનું, અહીં આ શબ્દો ની શોધ માં ! લાગણીએ રચ્યું છે અહીં કાપડું, કંડોરવા કલમ ને સાથ માં .. !! @poet ️ @Writer ️ @Philosopher ️ @Shayar @artist @painter @pharmacist https://www.facebook.com/kalamnasathavare/

https://www.facebook.com/kalamnasathavare/

  • Popular
  • Latest
  • Video
e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

National safety day

હીરા મોતી કરતા 4વહીલ સસ્તી થઈ ગઈ ?!
ફેશન કરતા sefty belt સસ્તી થઈ ગઈ ?!
જિંદગી પણ સાવ એટલી સસ્તી થઈ ગઈ ?!

સાયકલ કરતા સ્કૂટર બહોળી વિસ્તરી ગઈ ?!
સાવધાની કરતા ઉતાવળ વહેલી થઈ ગઈ ?!
હેલ્મેટ પેરવા બહાના ની રેલી શરૂ થઈ ગઈ ?!

સપના ની કેડીઓ શહેરીકરણ માં થઈ ગઈ ?!
માણસ ની હાલત ને મોટા ઉદ્યોગો ખાઈ ગઈ ?!
શોર્ટ સર્કિટ આગ માટે કાળજી કાગળ પર થઈ ગઈ ?!

નિયમો ની રચના દુર્ઘટના થી બચવા થઈ ગઈ ?!
અકસ્માત કે બનાવ માં સાવચેતી જરૂરી થઈ ગઈ ?!
સાવધાની કરતા જિંદગી વધુ પડતી સસ્તી થઈ ગઈ ?! #nationalsafetyday #safetydayquotes #safetyinindia #safetyquotes
e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

જૂના સંભારણા

આંબલી પીપળી રમતા રમતા
આજ એ 'દિ સરી ગયા

વાડી શેઢે ચણી બોર ના ઢગલા
ઉઘાડા પગે એમનેમ ખરી ગયા

વડલે ઝૂલતા ભર બપોર ના તડકા
ખાખટી માર્કિટે લપાઈ ગયા

જાડવે ટીંગતા લાકડાના ડંડીકા
આંબલી ના ફોતરાં માં છુપાઈ ગયા

આંબલી પીપળી રમતા રમતા
આજ એ 'દિ સરી ગયા #બાળપણ #childhood #childhoodmemories #childhoodtime
e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

પ્રેમ રંગ

હસ્તરેખા એ પણ છાપી લીધી મને
તું ને તારા હાથ માં બાંધી લીધી મને #પ્રેમરંગ #પ્રેમશાયરી #lovequotes

#પ્રેમરંગ #પ્રેમશાયરી #lovequotes

e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

National science day

હરેક કણ માં છુપાયેલું  વિજ્ઞાન
માનવ પ્રાણી કે વાનસ્પતિક વિજ્ઞાન
ખગોળ ભૂગોળ કે ગાણિતિક વિજ્ઞાન
ભૌતિક તાર્કિક કે રાસાયણિક વિજ્ઞાન

નરી આંખે દેખાતું કે અદ્રશ્ય વિજ્ઞાન
જળ બળ ને મળ માં વસેલું વિજ્ઞાન
કલામ થોમસ કે હોમીભાભા નું વિજ્ઞાન
ન્યુટન ગેલેલીયો કે વરાહમિહિર નું વિજ્ઞાન

હકીકત કે વાસ્તવિકતા માં ગૂંથાયેલું વિજ્ઞાન
મંગળયાન ચંદ્રયાન ની ગરિમા નું વિજ્ઞાન
ઈસરો ની કોશિશ ને સિદ્ધિ નું વિજ્ઞાન
સી વી રામન ના ' રામન ઇફેક્ટ' નું વિજ્ઞાન

1987થી એમના માન માં ઉજવાતું  વિજ્ઞાન
Sacience day ની શુભેચ્છા પાઠવાતું આજનું આ વિજ્ઞાન #nationalscienceday #scienceday
e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

ફાગણિયો ફાગ

ફાગણિયો વાયરો માંગે છે ઠંડી નો પુરાવો
ચાલ ને બતાવું.. આ વસંત નો વિલાસો !

અંબા ડાળે ભરબપોરે કોયલ કુંજતી ટહુકો
સંભળાવું ?.. ફરીથી આ મીઠો ટેશળો !

પતંગિયાએ ભરી સભા ને ચકિત થયો ભમરો
ઓહહ.. પુષ્પોએ ફરીથી નોતર્યો મોહક ઈશારો !?

વનરાજી માં હિલોળે ચડ્યો કેસુડા નો ડાયરો
લ્યો.. છાંટો આ રસિયો શૃંગાર કેસરિયો ! #ફાગણ #વસંત #વસંતોત્સવ #fagun #vasant

#ફાગણ #વસંત #વસંતોત્સવ #fagun #vasant #કવિતા

e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

કેમ કહેવું કે 
હરેક માં શંકર છે !

આતો ડાક ડમરુ ને 
ભભૂતિ ના મંતર છે !!

રુદ્રાક્ષ ની માળા એ 
જટાયુ જંતર છે !

આતો અઘોરી ના નામે
ભવનાથે મેળો જબ્બર છે !! #શિવરાત્રી #shivratriquotes

#શિવરાત્રી #shivratriquotes #કવિતા

e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

love prison ❣️


તારા પ્રેમ ની કટોરી સાચવી ને છુપાવી છે
એ એક ચોરી મેં પણ કરી છે

મારી ઊંઘ ને તારી પાંપણે ચોરી છે
એ એક ફરિયાદ મેં પણ કરી છે

શ્વાસ ની લીટી ને અકબંધ બાંધી છે
એ બંદી મેં પણ કરી છે

પ્રેમભરી યાદો ને બખોલ માં પુરી છે
એ જામીનગીરી મેં પણ કરી છે

ટૂંક માં, તું મારા જીવન ની કડી છે
એ કેદ ને આજીવન મેં પણ ફરમાવી છે #loveprison #loveshayari #lovequotes #lovefeelings
e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

વસંત પંચમી

વસંત નું આગમન જોઈ ગુલાબી ઠંડી ના રિસામણાં શરૂ થયા
સાથે પાનખર ની ઠૂંઠી ડાળીઓ માં કૂંપણ ના વધામણાં શરૂ થયા

કોયલ ના મીઠડા ટહુકે અંબા ના મોર ના આગમનાં શરૂ થયા
ભૂખવાતા વાયરા માં તાજગી ભર્યા પ્રેમ ના સંભારણાં શરૂ થયા

ગગન ની કૂખ માં સૂરજ ના કિરણો માં તડકા ના તાપણાં શરૂ થયા 
સોનેરી સવાર માં કેસુડા ના ફૂલો ના અમીછાંટણાં શરૂ થયા 

ડાળી પાન ને પુષ્પ માં મોહક રંગોથી પીંછી ના છાપણાં શરૂ થયા
આ વસંત ની ગલીઓ માં અબીલ ગુલાલ ના ઝાપટાં શરૂ થયા #વસંતપંચમી #vasantpanchmiquotes

#વસંતપંચમી #vasantpanchmiquotes #કવિતા

e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

Happy bday father

એક શિયાળુ પવન મને કાન માં કાંઈક કહી ગયું
તમારી ગેરહાજરી નું મેણું એ મને મારી ગયું

સમી સાંજ નું એ ટાણું મને ઠોસો મારી ગયું
તમારી યાદો માટે એક ટોળું કાયમ ઝંખવી ગયું

નજદીક ખેંચી વાદળ એક ચિંટિયો ભરી ગયું
તમારી છાયા વગર પગથિયું કઠણ મૂકી ગયું

રસ્તાઓની ધૂળ ડમરી કરી ભભળી ગયું
તમારા પ્રેમ માટે એક તરસ્યું વંટોળ મૂકી ગયું

પંખીએ મીઠો ટહુકો કરી જોરથી સંભળાવી દીધું
તમારા વહાલ ને ખોજવા માળો અધુરો મુકતું ગયું

ધોધમાર વરસી વરસાદે પણ એક ઝાપટું મારી દીધું
પપ્પા, તમારા વિનાની જિંદગી ને એ પૂર માં ફેરવી ગયું.

Happy bday papa in heaven 🙏 #fathersbirthday #birthdayquotes. #birthdaywish #latefatherslove #fatherdaughter
e7be53b4ac6f924d8bc14c37840d5d79

nehal kothadiya

બા
____

વ્હાલ નો દરિયો કે પછી હેત નો ખોળો
શાણી શિખામણ કે પછી લાગણીનો ઠપકો
શું કહું હું તમને બા ?!

પ્રીત નું ભાણું કે પછી લાડ નો લાડવો
શું કહું હું તમને બા ?!

વાર્તાઓ માં મિત્ર કે પછી હાલરડાં નો હીંચકો
વાંક માં ઉપરાણું કે પછી વગર વાંક નો દિલાસો
શું કહું હું તમને બા ?! #બા #દાદીમા #grandmother #grandparentsquotes #parents
loader
Home
Explore
Events
Notification
Profile