Nojoto: Largest Storytelling Platform
jaykishandani9820
  • 199Stories
  • 20Followers
  • 7.1KLove
    1.9KViews

Jaykishan Dani

  • Popular
  • Latest
  • Video
e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

New Year 2024-25 હતું ગયું વર્ષ જેવું એવું દિલથી સ્વીકાર્યું
નવી આશા સાથે નવા વર્ષને આવકાર્યું

ગયા વર્ષના અનુભવને સાથે લઈને ચાલવાનું 
નવા અરમાનો  સાથે નવા વર્ષને શણગાર્યું

ગઈકાલે જે આથમેલ રવિ આજે ફરી ઊગ્યો
બસ એજ આસ્થા સાથે નવા વર્ષને વધાવ્યું

નવા વર્ષની પહેલી પ્રભાતે એજ પ્રાર્થના ઇશ્વરને
તારા ભરોસે આ નાવડીએ નવા વર્ષને અપનાવ્યું

જયકિશન દાણી 
૦૧-૦૧-૨૦૨૫

©Jaykishan Dani #NewYear2024-25
e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

Unsplash ઘણું બધું ભૂલવામાં મજા છે
એકાદ આંસુ લૂછવામાં મજા છે

કઈપણ ના કરી શકો એવું બને
છતાં કેમ છો? પૂછવામાં મજા છે

પરત ન આવવાની સંભાવના ખરી
પણ પ્રેમમાં ડૂબવામાં મજા છે

પોતાના સામે માન શું અપમાન શું
ત્યાં ફરીફરી ઝુકવામાં મજા છે

આજે જાતને પણ સમય આપ્યો
સાવ એકલા ઉડવામાં મજા છે

જયકિશન દાણી
૩૦-૧૨-૨૦૨૪

©Jaykishan Dani મજા છે

મજા છે #Quotes

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

*દિવાળીની હાર્દિક શુભકામનાઓ**

ઘરની સજાવટ નહીં થાય તો ચાલશે
સંબંધો સચવાય જાય તોય ઘણું

મળવાનું રોજેરોજ નહીં થાય તો ચાલશે
લાગણી જળવાય રહે તોય ઘણું

હાર જીત તો રહેવાની જ રમતમાં
ખેલદિલી થી રમાય તોય ઘણું

જગમગતા ભપકા નહીં હોય તો ચાલશે
પ્રસંગ હૃદય પૂર્વક ઉજવાય તોય ઘણું

ને આ દિવાળીએ લક્ષ્મીપૂજન ન થાય તો ચાલશે
"લક્ષ્મીજી" ને અવતરવા દો તોય ઘણું

જયકિશન દાણી
૨૭-૧૦-૨૦૨૪

©Jaykishan Dani happy diwali

happy diwali #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

White અમારી જગ્યા એ રહી જો જો
પુષ્પે આપેલું  દર્દ દહી જો જો

છો સરિતા એટલે વહી શકાય છે
બનીને વિશાળ સમંદર વહી જો જો

ને શબ્દોના સહારે ઘણું કહી શકાય
એકવાર મૌન રહીને કહી જો જો

એટલે ઉજળા છો, છો સાથી સાથે
જો જો પછી એકલા રહી જો જો

ને કર્યો હોય ગૂનો તો નમવું પડે
ગૂનો કર્યા વગર  સહી  જો જો

જયકિશન દાણી
૨૪-૧૦-૨૦૨૪

©Jaykishan Dani જો જો

જો જો #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

કાગળ ને  કલમનો,  આભાર
શબ્દો રૂપી મલમનો, આભાર

અંતે આંખ ઊઘડી , સારું થયું
તમે આપેલ, ઝખમનો આભાર

સપના  પૂરા  થયા,  બળ  મળ્યું
ઝરૂખે જોયેલી સનમનો આભાર

મોહ લાલચ  અસર નથી કર્યા
એટલે, મન મક્કમ નો આભાર

જાજી કોઈ આવડત વગર પહોંચ્યો
માનુ છું, પૂર્વ જનમનો  આભાર

જયકિશન દાણી
૧૯-૧૦-૨૦૨૪

©Jaykishan Dani આભાર

આભાર #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

***શરદપૂનમની હાર્દિક શુભકામના***

શરદ પૂનમની રાત હોય
અને તેમાં ચાંદ ના હોય?
ચાલેજ નહીં

વાત, ચાંદની રાતની હોય
અને તેમાં "રાધા કાન" ના હોય?
ચાલેજ નહીં

"રાધા કાન" નો સાથ હોય,
મોસમ આહલાદક હોય
અને તેમાં રાસ ના હોય?
ચાલેજ નહીં

હૈયામાં રાસ લીલા હોય,
મધુવનમાં ફૂલોની બહાર હોય
અને તનમાં થનગનાટ ના હોય?
ચાલેજ નહીં

તનમાં થનગનાટ હોય,
ભેરુની સાથે તાલ થી તાલ હોય
અને અંતરે ઉન્માદ ના હોય?
ચાલેજ નહીં

જયકિશન દાણી
૧૭-૧૦-૨૦૨૪

©Jaykishan Dani શરદ પૂનમ

શરદ પૂનમ #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર જેવી છે જિંદગી
અંતે ખંખેરીને જ ઉભા થઇ જવાનું કથાકાર જેવી છે જિંદગી

રંગમંચ જેવી જીંદગીમાં જુદાજુદા કિરદાર ભજવવાના
વાસ્તવમાં અને પડદા પર અલગ કલાકાર જેવી છે જિંદગી

દરેક સમસ્યાનું સમાધાન છે અમારી પાસે જો હોય એ તમારી
અમારી સમસ્યા માટે તો માત્ર  સલાહકાર જેવી છે જિંદગી

ગમે ત્યારે વળાંક આવે, અલ્પવિરામ પૂર્ણવિરામ બની જાય
ક્યારેક ઝાકળ ક્યારેક વાછટ ક્યારેક મુશળધાર જેવી છે જિંદગી

જયકિશન દાણી
૦૭-૧૦-૨૦૨૪

©Jaykishan Dani જેવી છે જિંદગી

જેવી છે જિંદગી #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

દર્દ તો છુપાવ્યું પણ ઉઝરડા એ ચાડી ફૂકી
અંતરા ગોઠવ્યા પણ મુખડા એ ચાડી ફૂકી 

બધાજ હિસાબ તપાસીને તૈયાર રાખ્યાતા
બધું ગોઠવાઇ ગયું પણ બગડા એ ચાડી ફૂકી

એકાંતમાં મળીને શાંતિથી વાત કરવીતી 
નીકળી પડ્યા પણ વન વગડા એ ચાડી ફૂકી

એ એમની વફા એટલે સાબિત ન કરી શક્યા
કોઈ દેખાયું નહીં પણ પગલા એ ચાડી ફૂકી

પાપ છાપરે ચડી પોકારે ,આજે સાબિત થયું
જીવતા ન બોલ્યા પણ મડદા એ ચાડી ફૂકી


જયકિશન દાણી
૦૩-૧૦-૨૦૨૪

©Jaykishan Dani ચાડી ફૂકી

ચાડી ફૂકી #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

White તારી ને મારી દુવા અલગ છે
તારી ને મારી દવા અલગ છે

છે દર્દ અલગ આપણા બંનેના
તારી ને મારી  વ્યથા અલગ છે

નહીં પામી શકીએ એકમેકને
તારી ને મારી પ્રથા અલગ છે

એકબીજાને દોષ કેમ આપવો?
તારી ને મારી વફા અલગ છે

છે ગુનાહ સરખા આપણા, છતાં
તારી ને મારી સજા અલગ છે

ન પહોંચી શક્યો મંઝિલ પર
તારી ને મારી ખતા અલગ છે

જયકિશન દાણી
૨૭-૦૯-૨૦૨૪

©Jaykishan Dani અલગ છે

અલગ છે #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

હવે પહેલા જેવી મોજ નથી
શાંતિ બે દિ ની છે રોજ નથી

ઇશ્વર હોવા નો જેને સંશય છે
અંતરમાં જેમની ખોજ નથી

અસત્યના ટોળા જોવા મળે
સત્ય ને એવી કોઈ ફોજ નથી

ગંગા તટે જઈ પાપ ધોઇ લેવાના
ઘર આંગણમાં એવો હોજ નથી

કર્મની વાતો કથામાં સાંભળવાની
હૃદય પર કર્મનો કોઈ બોજ નથી

જયકિશન દાણી
૨૬-૦૯-૨૦૨૪

©Jaykishan Dani #sad_shayari
loader
Home
Explore
Events
Notification
Profile