Nojoto: Largest Storytelling Platform
naranjijadeja8769
  • 798Stories
  • 593Followers
  • 6.4KLove
    12.0KViews

Naranji Jadeja

કલમ તારી શાહી વખાણું કે શબ્દ તારો પ્રેમ.

  • Popular
  • Latest
  • Video
edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja

આવ્યો દ્વાર તમારે


આવ્યો દ્વાર તમારે તોરણો બંધાવો રે
આવ્યો દ્વાર તમારે  મંડપો  સજાવો રે
આવ્યો દ્વાર તમારે ચંદન તિલક કરાવો રે
આવ્યો દ્વાર તમારે ઢોલ નગારાં વગાડો રે
આવ્યો દ્વાર તમારે પ્રેમનાં પાટે બેસાડો રે
આવ્યો દ્વાર તમારે મંગલ ગીતો ગાવો રે
આવ્યો દ્વાર તમારે અંતરની આરતી ઉતારો રે
આવ્યો દ્વાર તમારે ભાવથી ભોજન કરાવો રે
આવ્યો દ્વાર તમારે મીઠા મુખવાસ જમાડો રે
આવ્યો દ્વાર તમારે  નર કહે પધારો રે
દુઃખ હરો સુખ સમૃદ્ધિ ના તમે દાતા રે
મંગળવાર ને મંગલમૂર્તિ તમે આવો રે

નારાણજી જાડેજા
નર
મુન્દ્રા

©Naranji Jadeja #GaneshChaturthi
edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja


*શીર્ષક:* તમે આવો ને વરસાદ 


તમે આવો ને ઉમંગભેર  વરસાદ,
ગરમીના ગ્રહણથી છોડાવી દો વરસાદ.

તમે આવો ને મૂકી ને મોંઘેરા વરસાદ,
ઇન્દ્રદેવ ઐરાવત દોડાવી લાવો વરસાદ.

તમે આવે ને ધરતીને ખોળે વરસાદ ,
ધરતીની પ્યાસ ને બુઝાવી દો વરસાદ.

તમે આવો ને હરિયાળી કરવા વરસાદ,
વાવેલા બીજને ઉગાડી જજો વરસાદ.

તમે આવો ને ન કરસો‌ તારાજી વરસાદ,
શાંતીથી આવીને  હરખાવી દો વરસાદ.

કહે નર તમે આવો  તારણહાર વરસાદ,
એવા  આવજો કે  વધાવીએ  વરસાદ.



*✍️નારાણજી જાડેજા*
*નર*
ગામ ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ

©Naranji Jadeja
edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja

*શીર્ષક:* તમે આવો ને વરસાદ 


તમે આવો ને ઉમંગભેર  વરસાદ,
ગરમીના ગ્રહણથી છોડાવી દો વરસાદ.

તમે આવો ને મૂકી ને મોંઘેરા વરસાદ,
ઇન્દ્રદેવ ઐરાવત દોડાવી લાવો વરસાદ.

તમે આવે ને ધરતીને ખોળે વરસાદ ,
ધરતીની પ્યાસ ને બુઝાવી દો વરસાદ.

તમે આવો ને હરિયાળી કરવા વરસાદ,
વાવેલા બીજને ઉગાડી જજો વરસાદ.

તમે આવો ને ન કરસો‌ તારાજી વરસાદ,
શાંતીથી આવીને  હરખાવી દો વરસાદ.

કહે નર તમે આવો  તારણહાર વરસાદ,
એવા  આવજો કે  વધાવીએ  વરસાદ.



*✍️નારાણજી જાડેજા*
*નર*
ગામ ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ

©Naranji Jadeja #raining
edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja

*સ્ત્રી*


 સ્ત્રી તું શક્તિ સ્વરૂપા, તું  જગદંબા માં.

સ્ત્રી તું ધરતી પરની પાલનહાર,  તું અન્નપૂર્ણા માં.

વિદ્યા વાણીની તું ભંડાર, તું સરસ્વતી માં.

સ્ત્રી તું ત્યાગ ની મૂર્તિ, તું વનની સતી સીતા માં.

સ્ત્રી તું પ્રેમનું પ્રતિક, તું મીરાંબાઈ તું રાધા માં

તું જગત જનની, તું વિકરાળ સ્વરૂપ કાલી માં.

સ્ત્રી તું આર્થિક સ્થિતિ કરે સંભાળ, તું લક્ષ્મી માં

સ્ત્રી તું પરિવાર ની પીડા હરનાર, તું જ બાલુળાની માં.

નર કહે વંદન નાર ને, તું નારાયણી નમે તુંજને માં.

નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ,

©Naranji Jadeja
  #Love

89 Views

edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja

માધવ 

ક્રિષ્ના કહું કે કહું તમને કાનજી
એક વાર તો પધારો માધવજી .

પ્રેમ ભક્તિ તમારી હે નંદલાલજી 
મુખે વહે જ્ઞાનની વાણી ગીતાજી.

મીરાંબાઈ ને શ્યામ તમે વ્હાલા જી
મુરલીધર તેમને વ્હાલાં છે રાધાજી.

ભક્ત વત્સલ ભગવન્ સદગુરૂજી
કહે નર આ ભવસાગર તમે તારો જી.

નારાણજી જાડેજા (ગઢશીશા )
નર
મુન્દ્રા

©Naranji Jadeja
  #Krishna
edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja

  
    ‌‌     *વરસાદ*

તું આભથી ભલે વાદળી વરસે,
પણ કોઈ ખેડૂતની આંખથી નહીં.
ભલે ધોઇ દેજે અમારી કરેલ ગંદકી,
પણ મહેનત કરી વાવેલ બીજ નહીં.

નદી થઈ તું બે કિનારે વહેજે ભલે,
ખેતરની તું એક પાળ  તોડજે નહીં.
ભલે આખાં સિમાડા ને લીલા કરજે,
વાવેલાં બીજના અંકુર સુકવીશ નહીં.

કહે નર‌ ભરી ભંડાર પાણીના ચારે કોર,
એક નાની અમથી તલાવડી તોડતો નહીં.
વરસજે હેતથી આખું ચોમાસું તું ભલે
હૈયાં નો કોઈનો વિશ્વાસ તું તોડતો નહીં.

નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા

©Naranji Jadeja
  #rain
edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja

 બીજનો ચંદ્ર નો આકાર નાનો હોય અને ક્ષણિક વારનો હોય છતાં એનું મહત્વ વધારે હોય છે.એવુ જીવનમાં આપણાં ઘણાં બધાં સંબંધો ક્ષણિક વારનાં હોય તોય પણ દિલમાં એક છાપ મૂકી જાય છે  ભુલતી નથી.
નર

©Naranji Jadeja
  #GarajteBaadal
edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja

*મા*

મનજી સચી ને માર પણ જૅજી લગે મીઠી,
જગતમૅ  ભગવાનજી  મૂરત  મૂ મા ડીઠી.

પેટ ભરાય પૉતર જો ને પૅન્ઢ ખાલી પેટ વૅઠી,
હૅડી મમતા મૂ મુંજી મા સિવાય કૅત ન ડૅઠી.

 પૅન્ઢ ઉનારે જે તપમૅ ઉભરાણૅ પગે હલે,
કુવરજા પગ ન બરે તૅલા ઉનકે ઉખણતે ખણે‌.

નર ચે સંસાર જો સચો સ્વર્ગ મા જે ચરણે મેં,
મા કે જોકો ડૉખી કરે ઈ સત્ ભવ ભટકે.

નારાણજી જાડેજા 
"નર"
ગઢશીશા
 હાલ મુન્દ્રા

©Naranji Jadeja
  #MothersDay
edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja

સિઆરે મેં નેકરણુ કી બાર,
છણે તો હેમ ને  પૅતો ઠાર.

ધળકી ધૂસા ઉઢયા અઈ ગચ,
કાઠી ને કચરેજા ધોખાયા મચ.

ચે નર પાંજે ઘર મથે આય છત,
ઘણે જે મથે છત જી આય અછત.

ખૂલે અંગે ફેરે ઍનીજા બાળ,
નાય કરે વારો કોર? ઍનીજો ઓધાર.

નર

©Naranji Jadeja
edcd7cdda75d766074822efd0631bc07

Naranji Jadeja

હરિનામ નો આનંદ લેવા  હાલો ને  હિંગરીયા ગામ.

ભજશું હરિસાહેબના સાનિધ્યમાં સિતારામ નું નામ.

ભક્તોની ભક્તિ અને જોવો ભેખનો શક્તિ ધામ.

હાલો ને હંસલા હરિ નામ મોતી ચરવા હિંગરીયા ગામ.

કચ્છ અબડાસા નું પાવન ભૂમિ નું છે પાવન ધામ.

 સિધ્ધ સંતો મહંતો અને ગુરુજનો નો શિતલ ધામ.

કહે નર હાલો ને એકવાર હરિસાહેબના હિંગરીયા ધામ.

નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા

©Naranji Jadeja

9,181 Views

loader
Home
Explore
Events
Notification
Profile