Nojoto: Largest Storytelling Platform
nojotouser6904936922
  • 1.1KStories
  • 581Followers
  • 11.5KLove
    1.2KViews

JP

અણસમજ છું હું, અનહદ પ્રેમ સિવાય કંઈ નથી આવડતું...

  • Popular
  • Latest
  • Video
f26135454a5021c27f363678a29cb7bd

JP

બારણા ઉઘાડા રહી ગયા,,
જીવ ઘરમાંથી ઊડી ગયો!!

©JP Chudasama
f26135454a5021c27f363678a29cb7bd

JP

જિંદગીમાં કદી તે હદય ની આરપાર જોયું છે?
ભરી પડી છે વ્યથા, યંત્રણા, બેશુમાર જોયું છે?

દોડ્યો છે આંખ મીચી ને સદા, આગળ આગળ,
કોણ કરે છે પોકાર, પાછા ફરી એકવાર જોયું છે?

હિજરાતો રહ્યો સદા, બંધ બારણાં પાછળ એકલો,
કેવો નીકળ્યો છે ઉઘાડ! કદી બારી બહાર જોયું છે?

ચહેરા જોઈ જોઈ ને લીધા છે નિર્યણ વારંવાર,
કદી આંખ બંધ કરી અંતર ની આરપાર જોયું છે?

©JP Chudasama
f26135454a5021c27f363678a29cb7bd

JP

બીજાની જેમ હોશિયાર થતાં ના આવડ્યું,
મારા જ કરેલા કામો મને ગણાવતા ના આવડ્યું...


બીજાની લીટી મોટી કરવામાં મારી લીટી નાની કરી,
પણ મને એમની લીટી નાની કરતા ના આવડ્યું...


એક ચહેરામાં પણ કેટલા ચહેરા છુપાવે છે લોકો,
ને મને મારા જ ચહેરાને ના આવડ્યું...


કોઈએ હળવેથી મુક્યો જ્યાં હાથ ખભા પર,
પાંપણે સરકેલું એ આંસુ મને છુપાવતાં ના આવડ્યું...

©JP Chudasama
f26135454a5021c27f363678a29cb7bd

JP

કરેલા કર્મો આખર તમને જ ફળે છે,
બદલો ભલા બૂરાનો અહીંનો અહીં જ મળે છે.

©JP Chudasama
f26135454a5021c27f363678a29cb7bd

JP

થયું એવું કે ઈશ્વર ભેટવા આવ્યો હતો
અને હું હાથ મારા જોડવામાં રહી ગયો

©JP Chudasama
f26135454a5021c27f363678a29cb7bd

JP

तेरी पनाहों में आकर के ठहर जाना है
सफर नही ये इश्क़ कि चलते जाना है

मंजिल पा ली, हसरत नही बाकी कोई
तेरा होके रहना है और कहाँ ठिकाना है

तुम ना थे, ना खुदा था, ना थी क़ायनात
तुम जो हो तो अब वजूद-ए-जमाना है

इश्क़ ईमाँ है हमें लोगों को ये जो भी हो
बात को उनकी क्या सुनना क्या सुनाना है

भूल कर सारे शिकवे गिले दिन भर के
अब तो गहराती हुई शाम को सजाना है

ना यहाँ मर्जी से आये थे ना मर्ज़ी से जिये
जाना है तो बा-होश-ओ-हवास जाना है

सूरत-ए-वस्ल मुलाक़ात जिस भरोसे हुई
हिज़्र में भी तो भरोसा वही आज़माना है

खुद को खुद जीकर तो नही होता है इश्क़
तू मुझ को जी मुझे तुझ को जिये जाना है

©JP Chudasama
f26135454a5021c27f363678a29cb7bd

JP

अपने.....
दिखा कर प्यार बीज नफ़रत का बोते है
तोङ कर इंसान को रोना किस्मत का रोते है

किसी दूसरे की इतनी हिम्मत कहा
बर्बाद करने वाले सभी अपने ही तो होते है।

©JP Chudasama
f26135454a5021c27f363678a29cb7bd

JP

अपनी छोटी सी ज़िंदगी में
इतना तो कर जाएँगे

किसी की आँखों में
तमाम उम्र जिएँगे

किसी के दिल में
चुपचाप मर जाएँगे...!!!
😔

©JP Chudasama

8 Love

f26135454a5021c27f363678a29cb7bd

JP

તે નાસ્તિક ન્હોતો, ઈશ્વરને માનતો હતો 
તેને ખબર હતી ઈશ્વર છે પણ તેને વાંધો હતો ઈશ્વરથી 
નારાજ હતો ઈશ્વરથી...

ખૂબ જિદ્દી આદમી 
હાર્યો, થાક્યો, ઘસાઈ ગયો ઘસાઈ 
પણ કદી ઈશ્વરને ન કરગર્યો તે ન જ કરગર્યો...

પણ ધીમે ધીમે દુઃખ વધતા ગયા, પીડાઓ વિસ્તરતી ગઈ 
જીવન બદતર બનતું ગયું, બધી રીતે પડી ભાંગ્યો...

એક દિવસ મંદિર જવા નીકળ્યો 
મંદિરના પગથિયાં ચડ્યો અને છેલ્લે પગથિયે અટકી ગયો 
ના નથી જવું અંદર 
હું એને નહિ કરગરું...
બેસી રહ્યો, કલાક, દિવસ, બે દિવસ, ત્રણ દિવસ...

ચોથા દિવસે સૂરજ ઉગ્યો પણ એની આંખ ન ખુલી 
લોકો ટોળે વળ્યાં 
એમાંથી થોડાંક એને ઓળખતા હતા 
કોઈ બોલ્યું, "સાલો ખૂબ જિદ્દી હતો....."

બીજો બોલ્યો, "સાચી વાત, ત્રણ દિવસથી અહીં બેઠો હતો,
છેલ્લે પગથિયે બેસી રહ્યો પણ બારણું ખોલીને મંદિરમાં ન ગયો."

ત્રીજો બોલ્યો, "અંદર ગયો હોત તો પરમકૃપાળુ કંઈક મદદ કરોત.
આ અહીં બેસી રહ્યો એમાં ગુજરી ગયો."

ટોળાનો વ્યાસ મિનિટે મિનિટે વધતો હતો, 
ચિત્ર-વિચિત્ર વાતો થતી હતી,

©JP Chudasama
f26135454a5021c27f363678a29cb7bd

JP

બધા સંબંધમાં સારું હતું વાતાવરણ પહેલા,
ગરજ મારે પડી'તી એની કેવળ એક ક્ષણ પહેલા.

ઘણા લોકો મને એકાંતનો શોખીન સમજે છે,
હકીકતમાં મને પણ એક જણ ગમતું'તું, પણ પહેલા. 

મને લોકો નકામો ના ગણો, હું કામ આવ્યો છું,
હતી બેઘર ઘણી પીડાઓ મારા અવતરણ પહેલા.

આ આફત, આ મુસીબત આ બધાનો અર્થ એ છે કે,
આ રસ્તે તો નથી ચાલ્યા કદી કોઈ ચરણ પહેલા.

કદી આશા વિના મહેનત કર્યે સિદ્ધિ નથી મળતી, 
કદી કોઈ સવાર આવી નથી શકતી કિરણ પહેલા.

કર્યા છે પાપ બે ત્રણ મેં એ સાચી વાત છે ઈશ્વર,
સજા નક્કી ભલે તું કર પરંતુ પુણ્ય ગણ પહેલા.

જગા મારી હવે છે છેક છેલ્લે એમના દિલમાં, 
જે કહેતા'તા મને ઈશ્વર પછી, તારું સ્મરણ પહેલા. 

અનુભવ બાબતે બસ એટલું કહેવું હતું મારે, 
હું મોટો થઈ ગયો'તો દોસ્ત મારા બાળપણ પહેલા. 

હું મારું દિલ અને પીડાને જોઈ એ વિચારું છું, 
પ્રથમ ભાષા બની'તી કે બન્યું'તું વ્યાકરણ પહેલા?

©JP Chudasama
loader
Home
Explore
Events
Notification
Profile