Find the Latest Status about sudhui anubhav from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sudhui anubhav.
neel
Unsplash આ જે એકલતા છે એનો ઈલાજ તો મળે! ગીરવે છે લાગણીઓ પણ વ્યાજ તો મળે! ડર શું પીવાઈ જવાનો મૃગજળને પણ હશે? ઝાંઝવાઓ પણ પી જાઈએ, પ્યાસ તો મળે! વાત મોભમમાં કહે તો છે સાવ ખાનગી, પણ સમજવાને બધી વાતો ક્યાસ તો મળે! મૌન ભીતરનું હવે ગૂંગળાઈ ના જાય બસ, ચૂપકેથી સાંભળે, કોઈ પાસ તો મળે! થાય તો ઈશને કહી દવ નામંજુરી હવે, એમ એના કામમાં કોઈ કચાસ તો મળે! બારણું પણ ખટખટાવી રહ્યું છે અતીત , હું કદમની પામુ આહટ, આભાસ તો મળે! નમતું મૂકીએ ખરા સંબંધને ખાતર જરા, આંખમાં પણ શે', શરમ કોઈ લાજ તો મળે! નીલ તારું હોવું ના હોવું સરખું સમજજે, ક્ષણ ખરી હોવાપણાની પણ ખાસ તો મળે! - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #leafbook #gazal #gujarati #Life #Anubhav