Nojoto: Largest Storytelling Platform

New raunak parveen ki gazal Quotes, Status, Photo, Video

Find the Latest Status about raunak parveen ki gazal from top creators only on Nojoto App. Also find trending photos & videos about, raunak parveen ki gazal.

Stories related to raunak parveen ki gazal

neel

Unsplash આ જે એકલતા છે એનો ઈલાજ તો મળે!
ગીરવે છે લાગણીઓ પણ વ્યાજ તો મળે!

ડર શું પીવાઈ જવાનો મૃગજળને પણ હશે?
ઝાંઝવાઓ પણ પી જાઈએ, પ્યાસ તો મળે!

વાત મોભમમાં કહે તો છે સાવ ખાનગી,
પણ સમજવાને બધી વાતો ક્યાસ તો મળે!

મૌન ભીતરનું હવે ગૂંગળાઈ ના જાય બસ,
ચૂપકેથી સાંભળે, કોઈ પાસ તો મળે!

થાય તો ઈશને કહી દવ નામંજુરી હવે,
એમ એના કામમાં કોઈ કચાસ તો મળે!

બારણું પણ ખટખટાવી રહ્યું છે અતીત ,
હું કદમની પામુ આહટ, આભાસ તો મળે!

નમતું મૂકીએ ખરા સંબંધને ખાતર જરા,
આંખમાં પણ શે', શરમ કોઈ લાજ તો મળે!

નીલ તારું હોવું ના હોવું સરખું સમજજે,
ક્ષણ ખરી હોવાપણાની પણ ખાસ તો મળે!

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel #leafbook #gazal #gujarati #Life #Anubhav

neel

#Newyear2024-25 #gazal #gujarati life

read more
New Year 2024-25 એક શમણું પાપણે આવી ઉભું છે,
મારું બચપન આંગણે આવી ઉભું છે.

શોધ ચાલી ખુદની ખુદમાં જીંદગીભર,
કોણ છે! જે બારણે આવી ઉભું છે!

શ્વાસ રૂંધાયા ને નાડી છે બટકતી,
મોત આજે ટાંકણે આવી ઉભું છે.

આવ જા જીવનની અવિરત ચાલવાની,
જન્મ નવતર પારણે આવી ઉભું છે.

ડૂબશે તોફાન ક્યાં આવી કિનારે!
જ્યાં સમંદર ઢાંકણે આવી ઉભું છે.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી

©neel #NewYear2024-25 #gazal #gujarati #life

neel

#snow #gazal #gujarati Life

read more
Unsplash રોજ વધતાં રણની ચર્ચા ના કરો,
રેતના સગપણની ચર્ચા ના કરો.

આવ જા છે ખાલી શ્વાસોની અહીં,
આવતી અડચણની ચર્ચા ના કરો.

આયનો મોફટ ઘણું ચોખ્ખું કહે,
બસ હવે ઘડપણની ચર્ચા ના કરો.

જળ ને મૃગજળમાં તફાવત હોય છે
પ્યાસ છે સમજણની, ચર્ચા ના કરો.

શોધ ચાલે છે આ શેની ભીતરે?
કોણ છે એ! જણની ચર્ચા ના કરો.

ધાર્યું એવી જાત પણ હોતી નથી,
નીલ બસ કારણની ચર્ચા ના કરો.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી

©neel #snow #gazal #gujarati #Life

neel

Unsplash એમ કીસ્સા કૈક અણધાર્યા બને છે.
સાદ પણ ક્યારેક ભણકારા બને છે,

સાવ ખાલી છે ગગન મારી નજરમાં,
તે છતાં વિજળીના ચમકારા બને છે.

વાદળો ગાજી રહ્યા યાદોના એની,
આંખ છલકાશે હવે વર્તારા બને છે.

સાવ પોતીકું સમજશો ત્યાં જ જોજો,
અંતમાં સગપણ તે નોંધારા બને છે.

એમ શીતળતા વસંતી ક્યાં મળે છે?
ખીલતા ફૂલો જ્યાં અંગારા બને છે.

રાહ કોઈ ક્યાંક જોતું પણ હશે શું?
કોણ અંગત, ખાસ ને પ્યારા બને છે!

નીલ એના મૌનનું પરિચય શું આપે?
જ્યાં સમય જોઈને સૌ સારા બને છે.

નિલમકુમાર બુધ્ધભટ્ટી

©neel #camping   #poetry #gazal #gujarati #life

neel

White એમ ખાલી તપથી સગપણ ના પુછો.
કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો.

પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને,
છે કશાયોના એ તો ધણ ના પુછો.

આ કદમ ચાલે તો છે ઉત્સાહથી,
તે છતાં શાને છે અડચણ ના પુછો.

કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું,
હું નથી શાને હું? કારણ ના પુછો.

છળ કપટની વાત સમજણથી કરું,
દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો.

ચૂપકીદી નીલ સારી તો નથી.
કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો.

- નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ)

©neel #sad_quotes #gazal #gujarati #life

Ronikamshar Ff

#HeartfeltMessage raunak

read more

Ghazal Siddiqui

#gazal#gazals

read more

Khushi_ bhaliyan31

Aman Singh Anurag.youthclub Gaurav Rawat vinay panwar Savitri Parveen Kumar

read more

Riyaan Bilal

Neil Sharma

White हवा अंधेरो के ऐसे दबावों में आई l
         फिर इक गरीब के घर का दिया उठा लाई l


बसीम साहब..

©Neil Sharma #twoliner#basimsahab#gazal#shayari#quote
loader
Home
Explore
Events
Notification
Profile